Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૫૮૬
[ અધ્યાત્મ અનુયોગ સહિત (૪૦) વિશુધ્યમાન જીવના તમામ વિશુદ્ધિસ્થાનોથી પણ હું સ્વાભાવિકપણે સાવ જ અનોખો છું. (સંક્લેશસ્થાનો જેટલા વિશુદ્ધિસ્થાનો હોય છે. કર્મપ્રકૃતિમાં ૭૦ મી ગાથામાં તેને વર્ણવેલ છે.)
(૪૧) સામાયિક, છેદોપસ્થાપનીય વગેરે સંયમની લબ્ધિના સ્થાનોથી પણ સર્વથા વિભક્ત છું.
(૪૨) કૃષ્ણ, નીલ વગેરે છ વેશ્યાઓના તમામ સ્થાનો વગેરેથી પણ હું અત્યંત વિભિન્ન છું. કેમ કે હું તો કેવળ શુદ્ધ ચૈતન્યના અખંડ પિંડ સ્વરૂપ જ છું' - આ રીતે ભેદજ્ઞાનની વિભાવના કરવી.
છે નિજરવરૂપના અનુસંધાનથી ભેદજ્ઞાનને ટેકો આપીએ છે તથા “શુદ્ધ આત્મદ્રવ્ય જ હું છું. નિરુપાધિક વિશુદ્ધ એવા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સ્વરૂપરમણતારૂપ-સ્વરૂપસ્થિરતારૂપ ચારિત્ર, અનંત આનંદ વગેરે મારા ગુણો છે. શુદ્ધ ચૈતન્યમય અસંખ્ય આત્મપ્રદેશ સ્કંધથી હું અભિન્ન છું. અખંડ આત્મરમણતાદિ ક્રિયાથી હું અભિન્ન છું. અનંત અદ્વિતીય અનુપાધિક પૂર્ણ પરમાનંદનો એકાકાર એકરસમય અખંડ અપરોક્ષ અતીન્દ્રિય અનુભવ-ભોગવટો એ
જ મારી સ્વાત્મરમણતાદિ ક્રિયાનું ફળ છે. તે ફળથી પણ હું અપૃથઅભિન્ન છું. પરસ્પર અવિભક્ત ૨માં અને અત્યંત શુદ્ધ એવા સ્વદ્રવ્ય-ગુણ-પર્યાયોથી હું એકરૂપે-એકાકારરૂપે વણાયેલો છે. તેનાથી હું અભિન્ન ટા -અપૃથફ છું. આ રીતે શુદ્ધ આત્મદ્રવ્ય, આત્મગુણધર્મ, આત્મપ્રદેશસમૂહ, આત્મદ્રવ્યકિયા, આત્મક્રિયાફળ
- આ પાંચેયથી હું અભિન્ન છું.” આ પ્રમાણે આત્માર્થી સાધકે પોતાના આર્ટ અંતઃકરણમાંથી પ્રગટેલી ( સ્વપ્રજ્ઞા વડે સતત સર્વત્ર દઢપણે નિજસ્વરૂપનું અનુસંધાન પણ સૂક્ષ્મ અને તાત્ત્વિક એવા ભેદવિજ્ઞાનના ,, ટેકા માટે કરવું જોઈએ. તેનાથી જ તે ભેદવિજ્ઞાન પરિપક્વ બને. ત્યાર પછી તે પરિપક્વ ભેદવિજ્ઞાન, આ શંકરના ત્રીજા નેત્રની જેમ, કામદેવને અત્યંત ઝડપથી નિર્ભયપણે બાળી નાંખે.
સમકિતપ્રાપક પાંચ લધિઓ છે
:- આવા સૂક્ષ્મ, તાત્ત્વિક, પરિપક્વ ભેદજ્ઞાનની સ્થાયી પરિણતિ ક્યારે પ્રગટે ? શિમો :- સૂક્ષ્મ, તાત્ત્વિક, પરિપક્વ, લોકોત્તર મહિમાવંત, અજોડ, અપૂર્વ ભેદવિજ્ઞાનની જીવંત છે સ્થાયી પરિણતિ તો કષાયાદિનો ક્ષયોપશમ થયા પછી જ મળે છે. અર્થાત્ અનંતાનુબંધી ક્રોધાદિ અને
ગાઢમિથ્યાત્વ - આ પાંચેયનો ધરખમ ઘટાડો થવાથી આત્મામાં ક્ષયોપશમલબ્ધિ વગેરે પ્રગટ થાય પછી જ પૂર્વોક્ત (પૃ.૫૮૨) પાંચેય ફળને દેનારી ઉપરોક્ત ભેદવિજ્ઞાનની જીવંત સ્થાયી પરિણતિ મળે.
પ્રો.:- આવી ક્ષયોપશમલબ્ધિ વગેરે ક્યારે મળે ? તથા પક્ષપાતપૂર્વક વિષયવાસનાનો આવેગ વગેરે પૂર્વોક્ત (પૃષ્ઠ-૫૭૯) પાંચ મલિન પર્યાયો ક્યારે ટળે ?
છે (૧) સચોપશમલધિની ઓળખ છે પાતર - જ્યારે (૧) શાસ્ત્રાભ્યાસાદિના માધ્યમે પરિપૂર્ણ વીતરાગ, અનંતશક્તિસંપન્ન, શાશ્વત શાંતરસ સ્વરૂપ, સહજાનંદમય, નિસ્તરંગ, જ્ઞાનસ્વભાવી એવા નિજ આત્મદ્રવ્યનું માહાભ્ય અંતઃકરણમાં વસી જાય, ચોતરફ વ્યાપ્ત થઈ જાય, (૨) પરમ નિષ્કષાય અને પરમ નિર્વિકારી એવા નિજ ચેતનદ્રવ્યને પરિપૂર્ણપણે પ્રગટ કરવાનો અત્યંત ઉત્સાહ-ઉલ્લાસ-ઉમંગ ઉછળે, (૩) અપરોક્ષ સ્વાનુભૂતિ માટેની તાત્ત્વિક ભાવના-સભાવના-ઝંખના પ્રગટે, (૪) કુટુંબ, કાયા, ઈન્દ્રિય વગેરેની પ્રવૃત્તિમાં અત્યંત ઉદાસીનતા સ્વરસથી સહજપણે પ્રવર્તે અને (૫) સર્વત્ર સર્વદા પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું શ્રદ્ધાદિસ્વરૂપે