Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૫૮૦
[ અધ્યાત્મ અનુયોગ સહિત તે પણ હુંડા અવસર્પિણી કાળના અંગભૂત વર્તમાન વિકરાળ કલિકાલમાં તો મોટા ભાગે (a) અહંકારપોષક, (b) જિનશાસનનાશક, (c) રસ-ઋદ્ધિ-શાતા ગારવનું સર્જક, (૩) માયા-નિયાણું -મિથ્યાત્વસ્વરૂપ શલ્યત્રયનું વર્ધક, (e) કષાયઉત્તેજક, () કામવાસનાનું ઉદીરક, (g) આશાતનાનું ઉત્પાદક, (h) સહકમળનું સહાયક, (i) બહિર્મુખતાનું પ્રેરક, (4) ચિત્તસંક્લેશનું પૂરક, () આત્મામાં કર્માશ્રવનું યોજક, I) મિથ્યાત્વનું પાલક, (m) દુર્ગતિનું ધારક, (n) હૃદયની આદ્રતાનું શોષક, (0) શુભાનુબંધનું વારક, (D) ભવવનમાં ભ્રામક = ભમાડનાર, (q) સંવરનું ઘાતક, (C) કલ્યાણમિત્રયોગનું અવરોધક, (s) કુકર્મબંધનું કારક = કરાવનાર, (t) વિપુલ સગુણવૈભવનું સંહારક, (પ) સાચા ધર્મને ફેંકનાર, (૫) પોતાના મોક્ષમાર્ગનો ઉચ્છેદ કરનાર, (w) પોતાને અનુકૂળ એવી ભવિતવ્યતાને પીડા કરનાર, (5) અનાદિકાલીન રાગાદિ ગ્રંથિનું સંવર્ધન-પોષણ કરનાર, 9) વિદ્યાજન્મસ્વરૂપ ભાવપ્રવ્રજ્યામાં બાધક અને (2) મિથ્યાજ્ઞાનના સંસ્કારને જ વાસિત કરનાર હોવાથી ત્યાજ્ય જ છે.
મલિન પ્રબળ પુચ શાસનનાશક : 2. અહીં ઉપદેશમાલા અને સન્મતિતર્ક ગ્રંથની ગાથાનું પણ ઊંડાણથી મનન કરવું. ત્યાં જણાવેલ છે ન કે “સમયમાં અનિશ્ચિત સાધુ જેમ જેમ બહુશ્રુત થાય, બહુજનસંમત થાય તથા શિષ્યગણથી જેમ જેમ થી પરિવરેલો થતો જાય, તેમ તેમ સિદ્ધાન્તનો – શાસનનો નાશક બને છે.” વ્યવહારનયથી સમય = જિનોક્ત ભ સિદ્ધાંત, નિશ્ચયનયથી સમય = શુદ્ધ આત્મસ્વરૂપ. તેથી અહીં આશય એ છે કે આગમસિદ્ધાંતનો યથાર્થ | નિર્ણય ન કરનાર કે શુદ્ધ આત્મસ્વરૂપનો યથાર્થ નિર્ણય = અનુભવ ન કરનાર સાધુની બાહ્ય પુણ્યશક્તિ એ જેમ જેમ વધે, તેમ તેમ જિનશાસનને નુકસાન વધુ થાય. કારણ કે તે પુણ્ય મલિન છે. આત્મતત્ત્વનો
અનુભવ કરનાર પાસે શાસ્ત્રજ્ઞાન ઓછું હોય તો પણ તે મોક્ષમાર્ગનો તાત્ત્વિક આરાધક છે – આવું અહીં શું તાત્પર્ય ઉપદેશમાલાની વિવિધ વ્યાખ્યાઓના આધારે જણાય છે. મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે સો પણ સાડા ત્રણસો ગાથાના સીમંધરજિનસ્તવનમાં નીચે મુજબ જણાવેલ છે કે -
“જિમ જિમ બહુશ્રુત બહુજનસંમત, બહુ શિષ્ય પરિવરિયો;
તિમ તિમ જિનશાસનનો વયરી, જો નવિ નિશ્ચય ધરિઓ.” (૧/૧૪) શ્રીપાલ રાજાના રાસમાં પણ મહોપાધ્યાયજીએ આ જ વાત નીચે મુજબ જણાવી છે કે :
“જિમ જિમ બહુશ્રુત બહુજનસંમત, બહુલ શિષ્યનો શેઠો રે; તિમ તિમ જિનશાસનનો વયરી, જો નવિ અનુભવ નેઠો રે.” (૪/૧૩/૯)
Y/ મલિન પુણચજન્ય વેચકઝામિ પણ પ્રશંસાપાત્ર નથી ! તેથી જ તેવા મલિન પુણ્યથી નવ રૈવેયક વગેરે દેવલોકની પ્રાપ્તિ થાય તેની શાસ્ત્રકારોએ પ્રશંસા કરી નથી. યોગબિંદુમાં જણાવેલ છે કે “અંતઃકરણની શુદ્ધિ વિનાનું સાધુપણું નવ રૈવેયકની પ્રાપ્તિ કરાવે છે, તો પણ તે ન્યાયથી વખાણવા યોગ્ય નથી. જેમ કે અન્યાયોપાર્જિત સંપત્તિ પરિણામે અત્યન્ત દુઃખનું જ કારણ બનવાથી પ્રશંસાપાત્ર નથી.” તેથી પાપાનુબંધી પુણ્ય પણ ઈચ્છવા યોગ્ય તો નથી જ.
૬ ઉગ્ર સાધના પછી પણ ભવભ્રમણ ચાલુ! જ. ખરેખર જ્યાં સુધી સાધકે (૧) અહંકારને ઓગાળ્યો ન હોય, (૨) સંક્લિષ્ટ ચિત્તવૃત્તિને ઉખેડી