Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટબો (૧૬/૭)]
૫૭૯
-સદ્ભાવ-સત્કાર-શ્રદ્ધાદિ ભાવોથી ગર્ભિતપણે કરવો જોઈએ. તેવો ઉદ્યમ આજ સુધી ન કરવાના લીધે ભાવલબ્ધિ મળી ન હોય તેવું પણ શક્ય છે.
જીવને તેવી વર્ધમાન ભાવવિશુદ્ધિ
(N) અથવા તો આગળ (પૃ.૫૮૬) જણાવવામાં આવશે તે ક્ષયોપશમલબ્ધિ વગેરે પાંચ લબ્ધિઓ ન મળી હોય તેથી પણ ગ્રંથિભેદકારક તેવી ભાવશુદ્ધિ આ જીવને ન મળી હોય તેવું પણ શક્ય છે. મિથ્યાત્વત્યાગ એ શ્રાવકનું પ્રથમ કર્તવ્ય
અ
તેથી કર્મસૈન્યને જીતવાની ઈચ્છાવાળા સાધકે નિદ્રા, તંદ્રા, પ્રમાદ વગેરે પૂર્વોક્ત (પૃ.૫૭૧) વિઘ્નોની પરવશતાને છોડીને, ગુરુવિનય-ગુરુભક્તિ વગેરેને આગળ ધરીને, આત્મજ્ઞાની સદ્ગુરુની પવિત્ર નિશ્રામાં, ગ્રન્થિભેદનું પ્રણિધાન દઢ કરીને, સંવેગ-વૈરાગ્ય-ઉપશમભાવ વગેરેથી ભીંજાતા અંતઃકરણથી અહીં બતાવેલ પંદર પ્રકારના અંતરંગ પ્રયત્ન સ્વરૂપ અધ્યાત્મયોગનો અભ્યાસ કરવા દ્વારા સૌપ્રથમ સમ્યક્ત્વને વિશે જ ઉદ્યમ કરવો જોઈએ. શ્રીચંદ્રપ્રભસૂરિજીએ દર્શનશુદ્ધિ પ્રકરણમાં જણાવેલ છે કે ‘કર્મસૈન્યને જીતવાને માટે જેનું મન તલસતું હોય તેણે સમ્યગ્દર્શનમાં પ્રયત્ન કરવો જોઈએ.' અરે ! સાધુજીવનમાં તો શું ? શ્રાવકજીવનમાં પણ શ્રાવકધર્મના આચાર પાળતા પૂર્વે મિથ્યાત્વનો ત્યાગ જ સૌપ્રથમ મુખ્ય કર્તવ્ય તરીકે શાસ્ત્રકારોએ ઉપદેશેલ છે. તેથી જ શ્રાદ્ધવિધિ વ્યાખ્યામાં પ્રથમ પ્રકાશમાં જ જણાવેલ છે કે ‘સૌપ્રથમ મિથ્યાત્વને છોડવું. પછી રોજ યથાશક્તિ ત્રણ વખત, બે વાર કે એક વખત જિનપૂજા, જિનદર્શન, સંપૂર્ણ દેવવંદન અને ચૈત્યવંદના કરવી.' મતલબ કે જિનદર્શન-પૂજન -વંદનાદિ કરતાં પણ મિથ્યાત્વનો ત્યાગ વધુ મહત્વપૂર્ણ છે. ‘સુખ, શાંતિ વગેરે બહારમાં છે, પત્ની -પુત્ર-પરિવાર-પૈસા-પ્રસિદ્ધિમાં છે' - આવી મિથ્યા મતિ ટળે તો જ મિથ્યાત્વ ઓગળે તથા પોતાને અંદરમાં સહજ શાંતરસમય અનન્ત આનન્દનું વેદન થાય.
ધ્યા
CL
=
ઊ મિથ્યાત્વને કાઢવા માટે પાંચ સાવધાની રાખીએ ઊ
યો
છે.
તેથી મિથ્યામતિને ટાળવા અને મિથ્યાત્વને ગાળવા-ઓગાળવા માટે (૧) રસપૂર્વક -પક્ષપાતગર્ભિત વિષયવાસનાનો તીવ્ર આવેગ, (૨) કષાયનો આવેશ, (૩) આક્રોશ (= ઈર્ષા, દ્વેષ, તિરસ્કાર વગેરે ભાવોથી પ્રેરાઈને સાચી-ખોટી હૈયાવરાળ કાઢવી), (૪) કદાગ્રહ (= કોઈ સમજાવે તો પણ પોતાની ખોટી પક્કડને વળગી રહેવાની કુટેવ) અને (૫) તારક સ્થાનની આશાતનાની પરિણતિ આ પાંચેય મલિન તત્ત્વોને પોતાના અંતઃકરણમાંથી બહાર કાઢવા માટે જ આત્માર્થી સાધકે સતત સ્વયં પ્રયત્ન કરવો ખૂબ જરૂરી છે. જ્યાં સુધી આ પાંચેય મલિન પર્યાયોની અંદરમાં કબજિયાત થયેલી હોય ત્યાં સુધી જપ, તપ, શાસ્ત્રાભ્યાસ, ચારિત્રાચાર પાલન વગરે ધર્મસાધના દ્વારા ઉત્પન્ન થતું પુણ્ય પણ પાપાનુબંધી જ બંધાય. દ્વાત્રિંશિકા પ્રકરણમાં “ખેદની વાત છે કે ત્યાં અવેઘસંવેદ્યપદમાં જે પુણ્યબંધ થાય છે, તે પણ ભવિષ્યમાં નુકસાન કરનારો છે - તેવું મહર્ષિઓને માન્ય છે” આ પ્રમાણે જે કહેલ છે, તેની પણ અહીં યોજના કરવી.
મલિન પુણ્યની ભયાનકતાને સમજીએ
તેવી મલિનાશયગર્ભિત ધર્મસાધનાથી પણ સત્ત્વ ગુણનો ઉદ્રેક-ઉછાળો-વધારો થતાં (૧) દેહબળ, (૨) વાણીબળ, (૩) મનોબળ, (૪) પુણ્યબળ, (૫) ધર્મોપદેશબળ, (૬) લેખનબળ, (૭) પ્રભાવકતાબળ, (૮) આત્મવિશ્વાસબળ, (૯) શિષ્યપરિવાર બળ વગેરે પ્રકૃષ્ટ થાય છે. પરંતુ જે આ બળ વધે છે,
-