Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૫૮૨
[ અધ્યાત્મ અનુયોગ સહિત કાંઈક પણ, જરા પણ, અલ્પ અંશે પણ નહિ જાણતા રાગયુક્ત અને શલ્યયુક્ત બનીને સંયમના આચારોને આચરતા હોય. જે આવા પ્રકારના છે તે જન્મ, જરા, મરણ વગેરે અનેક પ્રકારના સાંસારિક દુઃખોમાંથી બહુ લાંબા કાળે છૂટે છે, ટૂંકા કાળમાં નહિ.” તેથી જે સાધક ખરેખર આત્માનો અર્થી હોય, આત્મજ્ઞાનરુચિવાળો હોય તેણે પોતાના શુદ્ધ આત્માનો તાત્કાલિક સાક્ષાત્કાર કરાવનાર ગ્રંથિભેદને કરવા માટે સતત ભેદવિજ્ઞાનને વિશે જ પ્રયત્ન કરવો જોઈએ.
આ તમામ ઉન્નતિના મૂળસ્વરૂપ ભેદવિજ્ઞાનના પાંચ ફળ છે. RE:- આત્મસ્વરૂપની અનુભૂતિ ક્યારે થાય ? શિયાળાની - જ્યારે મિથ્યાત્વમોહગ્રંથિનો ભેદ થાય ત્યારે આત્મસાક્ષાત્કાર થાય. થયાસો - પરંતુ મિથ્યાત્વમોહનીયની ગ્રંથિનો ભેદ શેનાથી થાય ?
મિશન :- ભેદજ્ઞાનના અભ્યાસથી ગ્રંથિભેદ વગેરે બધી જ ચીજો મળે. તે આ રીતે - “કાયા, ઈન્દ્રિય, મન, કર્મ, કષાય વગેરેથી પોતાનો જ્ઞાનમય આત્મા અત્યંત જુદો છે' - આવા ભેદજ્ઞાનથી (૧) ૨૪ સૌપ્રથમ “(a) શરીર એ હું છું. (b) શબ્દાદિ વિષયો કે રાગાદિ વિભાવ પરિણામો મારા છે, (૯) સારા આ છે, (4) સુખસ્વરૂપ છે, () સુખકારી છે'- ઈત્યાદિ ભ્રમણાઓને પેદા કરનાર અહંકાર અને મમતા રવાના
થાય છે. (૨) કર્મપ્રવેશદ્વાર સ્વરૂપ આશ્રવ જવાથી સંવરધર્મ પ્રગટે છે. (૩) અનાદિ કાળની કષાય (ત અને જ્ઞાન વચ્ચે એકતાની ગાંઠ ભેદાય છે. તેનાથી વણાયેલી અત્યંત નિબિડ એવી મિથ્યાત્વમોહનીય
કર્મની ગ્રંથિ પણ ભેદાય છે. (૪) મોહનીયાદિ કર્મોની પુષ્કળ નિર્જરા થાય છે. તથા (૫) આત્મતત્ત્વનો એ સાક્ષાત્કાર ઝડપથી થાય છે. આ પાંચેય બાબતમાં ક્રમશઃ પાંચ શાસ્ત્રોક્તિ નીચે મુજબ સમજવી.
ફ ભેદજ્ઞાનથી “અહં-મમ' બુદ્ધિનો નાશ (૧) અધ્યાત્મસારમાં જણાવેલ છે કે “શરીરાદિમાં “હું” પણાની ભ્રાન્તિને કરાવનાર અહંકાર છે. વા તથા શરીર-શબ્દ-રાગાદિમાં મારાપણાની ભ્રમણાને જન્માવનાર મમતા છે. જેમ અંધારામાં કોઈને લટકતા છે. દોરડામાં સાપનો ભ્રમ થયો હોય અને ભય પેદા થયો હોય. પણ પ્રકાશ થતાં જ “આ તો દોરડું છે,
સાપ નથી’ આવા જ્ઞાનથી સાપનો ભ્રમ અને ભય બન્ને ભાગી જાય છે, ભાંગી જાય છે. તેમ “હું તો આત્મા છું. હું કાંઈ શરીરાદિ નથી' - આવા ભેદજ્ઞાનથી અહંકાર અને મમતા પલાયન થાય છે.”
મક ભેદજ્ઞાનથી સંવરને સાધીએ . (૨) અધ્યાત્મબિંદુમાં હર્ષવર્ધન ઉપાધ્યાયજીએ પ્રસ્તુતમાં ઉપયોગી બાકીની ચાર બાબત આ મુજબ જણાવેલ છે. “ભેદજ્ઞાનનો અભ્યાસ કરવાથી સાધકની ચેતના શુદ્ધ બને છે. તેથી તે નવીન કર્મના ઢગલાઓને લાવતો નથી.' મતલબ કે ભેદજ્ઞાનથી સંવરધર્મ સધાય છે.
(૩) “સમ્યફ ભેદવિજ્ઞાનના સામર્થ્યથી સાધક ખરેખર મોહરાજાનો (કષાય-જ્ઞાન વચ્ચે એકતાની ગાંઠ ઊભી કરવા સંબંધી) અધિકાર કચડી નાંખે છે.” અર્થાતુ મિથ્યાત્વમોહગ્રંથિ ભેદાય છે.
(૪) “જેટલા પણ સાધકોએ કર્મબંધને ધ્વસ્ત કરેલ છે, (ઉપલક્ષણથી કર્મોને ધ્વસ્ત કરેલ છે.) એમાં ભેદજ્ઞાનનો અભ્યાસ જ મુખ્ય અંતરંગ કારણ છે.”
_) ભેદજ્ઞાનથી આત્મસાક્ષાત્કાર ) (૫) “લાંબા સમયથી ભેદજ્ઞાનનો અભ્યાસ કરવાથી ‘હું વિકૃતિશૂન્ય, ધ્રુવ, શ્રેષ્ઠ, પૂર્ણ, નિર્મળ