Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટો (૧૬/૭)]
૫૮૧
ન હોય, (૩) દેહાદિમાં ‘હું’ પણાની બુદ્ધિને છોડી ન હોય, (૪) બહારમાં રસપૂર્વક સતત ભટકતી પોતાની ચિત્તવૃત્તિના પ્રવાહને બહારમાં ઉદાસીન બનાવીને શિથિલ-મંદ કર્યો ન હોય, (૫) પોતાના અંતઃકરણની વૃત્તિના વહેણને પોતાના આત્મદ્રવ્યની સન્મુખ દૃઢપણે સારી રીતે સ્થાપિત કરેલ ન હોય. (૬) ‘ આ ભોગો સંગને (= આસક્તિને/મમતાને) પેદા કરનારા છે’- આવી ઉત્તરાધ્યયનસૂત્રની પંક્તિને સારી રીતે આદરસહિત યાદ કરીને ‘શબ્દ-રૂપ-૨સ-ગંધ-સ્પર્શાદિ સ્વરૂપ બાહ્ય ભોગો અને રાગાદિ વિભાવ પરિણામ સ્વરૂપ આંતરિક ભોગો મારા છે' - આવી દુર્બુદ્ધિને છોડી ન હોય, (૭) ‘શબ્દાદિ વિષયો અને રાગાદિ વિભાવ પરિણામો સારા છે’ આવી લાગણીને રવાના કરી ના હોય, (૮) ‘આ ઈન્દ્રિયવિષયો અને વિભાવપરિણામો સુખરૂપ છે’ - આવી દુર્મતિને ત્યાગી ન હોય, (૯) ‘શબ્દાદિ વિષયો અને રાગાદિ વિભાવ પરિણામો ભવિષ્યમાં મને સુખ દેનારા થશે, સુખસાધન બનશે' - આવી કુમતિને ફેંકી દીધી ન હોય, (૧૦) પોતાના વીતરાગ ચૈતન્યસ્વભાવમાં ડૂબી જવાનું પ્રણિધાન ગમ્યું ન હોય, (૧૧) મૈત્રી-કરુણા-પ્રમોદ-માધ્યસ્થ્ય ભાવના સ્વરૂપ રસાયણનો આસ્વાદ લીધો ન હોય, ત્યાં સુધી ઉગ્ર
-
બાહ્ય ધર્માચારનું પાલન પણ પ્રાયઃ નુકસાન કરે જ છે. આ જ અભિપ્રાયથી શ્રીહરિભદ્રસૂરિજીએ એ યોગબિંદુમાં જણાવેલ છે કે ‘એક - બે કે વધુ વખત ૭૦ કોટાકોટી સાગરોપમ જેટલી કર્મસ્થિતિને બાંધનાર દૈ આત્માઓ પાસે સાધુવેશ-ક્રિયા વગેરે હોવા માત્રથી જે યોગનો ભાસ-આભાસ થાય છે, તે યોગ અતાત્ત્વિક કહેવાયેલ છે. મોટા ભાગે અનંત જન્મ-મરણાદિ માઠા ફળવાળો તે અતાત્ત્વિક યોગ સમજવો.’
Cal
. આત્મદર્શન વિના ઈન્દ્રિયજગતની ભ્રાંતિ દૂર ન થાય
આથી પૂર્વે જણાવેલ મિથ્યામતિ વગેરેનું પોષણ કરનારા પાંચેય ક્લિષ્ટ પર્યાયોનો પરિહાર કરવો. (૧) પક્ષપાતગર્ભિતપણે વિષયવાસનાનો આવેગ, (૨) કષાયનો આવેશ, (૩) આક્રોશ, (૪) કદાગ્રહ અને (૫) આશાતના પરિણિત આ પાંચેય સંક્લિષ્ટ મલિન પર્યાયોનો ત્યાગ કરીને ગ્રન્થિભેદ માટે જ સૌપ્રથમ આદર-અહોભાવથી અને પૂરેપૂરી તાકાત લગાવીને પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે ગ્રંથિભેદ પછી થનાર આત્મતત્ત્વસાક્ષાત્કાર જ્યાં સુધી પ્રગટ ન થાય, ત્યાં સુધી (A) શરીરમાં ‘હું’ પણાની ભ્રાન્તિ, (B) પાંચ ઈન્દ્રિયના વિષયોમાં કે રાગાદિ વિભાવપરિણામ વગેરેમાં મારાપણાની ભ્રમણા કે (C) સારાપણાની દુર્બુદ્ધિ કે (D) સુખરૂપતાની કુબુદ્ધિ કે (E) સુખસાધનપણાની મિથ્યાબુદ્ધિ દૂર થતી નથી. આ જ અભિપ્રાયથી અધ્યાત્મોપનિષમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જણાવેલ છે કે ‘જેણે આત્માને સાક્ષાત્ જોયો નથી, તેની અનાદિકાલીન પ્રસિદ્ધ એવી ભ્રમણાઓ ભાંગતી નથી.' મતલબ કે ઈન્દ્રિય, ઈન્દ્રિયજ્ઞાન, મન, શબ્દ, વિકલ્પ, વિચાર, મનન વગેરે માધ્યમ વિના સાક્ષાત્ આત્મદર્શન થાય, અનંતઆનંદમય આત્મસ્વરૂપની અપરોક્ષ અનુભૂતિ થાય તો જ ઉપરોક્ત ભ્રમણાઓ દૂર થાય. * આત્મદર્શન વિના મોક્ષ અતિ દૂર
પોતાના શુદ્ધ આત્માનું દર્શન કર્યા વિના, આત્મદર્શનની ઝંખના વગર, માત્ર બાહ્ય ઉગ્ર સંયમચર્યામાં પુષ્કળ પુરુષાર્થ કરવામાં આવે તો પણ અતિ લાંબા કાળે મોક્ષ મળે, ટૂંકા સમયગાળામાં નહિ. કારણ કે તીવ્ર રાગ, માયાશલ્ય, નિયાણશલ્ય, મિથ્યાત્વશલ્ય, રસગારવ, ઋદ્ધિગારવ, શાતાગારવ વગેરેનો પક્ષપાત, દેહાત્મબ્રાન્તિ વગેરે સ્વરૂપ અજ્ઞાન આદિનો મૂળમાંથી ઉચ્છેદ આત્મદર્શન વિના થતો નથી. તેથી મહાનિશીથસૂત્રમાં જણાવેલ છે કે ‘હે ગૌતમ ! એવા અમુક (સાધુ વગેરે) જીવો છે કે જે આત્માને
-
ર૦
યો