Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
દ્રવ્ય-ગુણ-૫યાર્યનો રાસ + ટબો (૧૬/૭)]
૫૭૫ અતિ-અતિ આવશ્યક છે. ગ્રંથિભેદ વિના કે એ દિશામાં પ્રયત્ન કર્યા વિના થતી ધર્મસાધના એ રાખમાં ઘી ઢોળવા સમાન છે, બેંકમાં ખાતુ ખોલાવ્યા વગર બેંકમાં રૂપિયા જમા કરાવવા તુલ્ય છે. તથા નિદ્રા -તંદ્રા વગેરેના નકલી સુખને માણવા કરતાં અનંતાનંત આનંદમય આત્મતત્ત્વને પ્રગટાવી લઉં એ જ મારા માટે લાભકારી છે. (૨) અનંત આનંદ, અનંત શક્તિ, અનંત જ્ઞાનાદિ ગુણવૈભવવાળા આત્મતત્ત્વનો મહિમા સર્વશ્રેષ્ઠ છે. મારા પૂર્ણાનંદમય, પરમાનંદમય આત્મદ્રવ્ય પાસે પૌદ્ગલિક દિવ્યસુખો પણ તુચ્છ છે. તો નિદ્રા-તન્દ્રા વગેરેના આભાસિક અસાર સુખની તેની આગળ શું કિંમત આંકી શકાય? (૩) તેથી હવે તો કોઈ પણ ભોગે અત્યંત ઝડપથી ગ્રંથિભેદ દ્વારા મારી જાતને અનાદિકાલીન કર્મના બંધનમાંથી છોડાવી લઉં એ જ મારું સૌપ્રથમ કર્તવ્ય છે. (૪) ગ્રંથિભેદાદિ માટે મળેલો આ અમૂલ્ય માનવભવ દશ દૃષ્ટાંતે અતિદુર્લભ છે. આ ભવ જો આમ ને આમ ગ્રંથિભેદાદિ મહત્ત્વનું કાર્ય કર્યા વિના પસાર થઈ ગયો તો ફરીથી માનવભવ ક્યારે મળશે ? ફરી આવી ઉજળી તક ક્યારે આવશે? સદ્દગુરુનો સમાગમ, શાસ્ત્રસમજણ વગેરે આ ભવમાં જે મળેલ છે, તે ફરી ક્યા ભવમાં મળશે ?'
‘(૫) તથા મોત તો નજરની સામે જ છે. ગમે ત્યારે તેનો હુમલો થઈ શકે તેમ છે. પ્રતિદિન , (૬) ઈન્દ્રિયબળ, (૭) શરીરબળ, (૮) મનોબળ ઘટતું જાય છે. તો શા માટે ગ્રંથિભેદના પુરુષાર્થમાં આ હું કાળક્ષેપ કરું છું? ગમી નદી તો રુમી નદી - આ સિદ્ધાંતની શ્રદ્ધા કેમ જાગતી નથી ? શા માટે ( અંતરંગ સાધનામાં મને ઉત્સાહ-ઉમંગ-આદર-અહોભાવ જાગતો નથી? હે આત્મન્ ! આનાથી ઉજળી બીજી કઈ તક મળવાની છે કે આ તકને આમ ને આમ વ્યર્થ રીતે વેડફી નાંખે છે અને સાધનાને ભવિષ્યકાળ આ ઉપર ગોઠવે છે? (૯) શા માટે આ ભવ નિદ્રા-તન્દ્રા-આળસ-પ્રમાદમાં જવા દે છે? “પ્રમાવો દિ મૃત્યુ' ત પ્રમાદ તો મોત છે મોત ! (૧૦) અનંતા પૂર્વધરો પ્રમાદાદિવશ થઈને નિગોદ-નરકાદિમાં અત્યારે પણ આ કર્મની સજા ભોગવી રહ્યા છે. હે આત્મન્ ! જરા ડાહ્યો થા. દેવ-ગુરુ-ધર્મની નિંદા, દંભ, ક્રોધ, કૃપણતા, વી. ભય, શોક, અજ્ઞાન, વિકથાની રુચિ, પારકી પંચાતનો રસ, કુતૂહલ, કૌતુક, બહિર્મુખતા, વિષયાસક્તિ, I ભોગતૃષ્ણા વગેરે કાઠિયાઓને પૂરેપૂરા છોડ. તેના પનારે પડવાથી આત્મકલ્યાણ નથી જ થવાનું. ગ્રંથિભેદના માર્ગે અવરોધ પેદા કરનારા આ મોટા પર્વતને મારે ઊભા કરવા નથી જ.”
‘(૧૧) ભૂતકાળમાં અનંતા આત્માઓ આ જ ભેદજ્ઞાન, અસંગસાક્ષીભાવ, ધ્યાન, કાયોત્સર્ગાદિમય અંતરંગ પુરુષાર્થ કરી, ગ્રંથિને ભેદી, કર્મને ખપાવી મોક્ષે ગયા છે અને ભવિષ્યમાં અનંતા આત્માઓ આ જ અંતરંગ પુરુષાર્થ કરીને મોક્ષે જશે. માટે આ ધ્યાનાદિ અંતરંગ સાધનામાં અશ્રદ્ધા, અનાદર, અરુચિ, અણગમો, અનુત્સાહ, ખેદ, ઉદ્વેગ આદિ મારે કરવા નથી. મારા પગમાં મારે જાતે કુહાડો મારવો નથી. અનાદિ કાળથી બંધાયેલી મારી જાતને અત્યંત ઝડપથી રાગ-દ્વેષ-મિથ્યાત્વ-અજ્ઞાન વગેરેના બંધનમાંથી છોડાવીને જન્મ-મરણના ચક્કરમાંથી મારે બહાર નીકળવું જ છે.' આ રીતે શ્રદ્ધા-સંવેગ -વૈરાગ્યથી ગર્ભિત ઊંડી ભાવના વડે ધ્યાનાદિકાલીન નિદ્રા-તંદ્રા વગેરેને કે ધ્યાનાદિ વિશેની અશ્રદ્ધા વગેરે વિનોને જીતીને, તથા દેવ-ગુરુ વગેરેની નિંદા, દંભ, ક્રોધ, કૃપતા વગેરેને છોડીને આત્માર્થી સાધકે અહીં જણાવેલ પંદર પ્રકારના અંતરંગ પુરુષાર્થના બળથી ગ્રંથિભેદ અત્યંત ઝડપથી અવશ્યમેવ કરવો જ જોઈએ. આ અંતરંગ પુરુષાર્થને વિધ્વજયગર્ભિત તાત્ત્વિક અધ્યાત્મયોગ સમજવો.