Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
[અધ્યાત્મ અનુયોગ સહિત 0 અધ્યાત્મયોગથી જ આત્મપ્રતીતિ સંભવે છે આ રીતે અંતરંગ ઉદ્યમમાં લીન થવામાં આવે તો જ આત્મતત્ત્વની અપરોક્ષ પ્રતીતિ થઈ શકે. શુષ્ક તર્કશાસ્ત્રોના અભ્યાસથી આત્મતત્ત્વની પ્રતીતિ ન થાય. છ મહિના સુધી વાદ-વિવાદ કરવાથી સાકરના મધુર સ્વાદની અનુભૂતિ ન થાય. તેને મોઢામાં મૂકવાથી જ મીઠાશની પ્રતીતિ થાય. વાદ = તર્કશાસ્ત્રાભ્યાસ. સાકર = આત્મા, મીઠાશ = અનંતાનંદમય ચૈતન્યસ્વભાવ. મુખપ્રક્ષેપ = દર્શિત અંતરંગઉદ્યમમય અધ્યાત્મ-યોગાભ્યાસ. તેથી વાદ-વિવાદ વગેરેની રુચિ છોડીને, તત્ત્વચર્ચાના બહાને પણ બીજાની નિંદા કરવાના વલણને છોડીને, “ક્યાં કોણ શું કરે છે ?' તેવી બહિર્મુખતાને તિલાંજલિ આપીને, બહુ બોલ-બોલ કરવાની કુટેવને વોસિરાવીને અધ્યાત્મયોગમાં લાગી જવા જેવું છે. આત્માર્થીએ પણ અન્ય બાહ્ય સાધના કરતાં વધુ ચઢિયાતો પ્રયત્ન તો પ્રસ્તુત અધ્યાત્મયોગમાં જ કરવો જોઈએ. તેથી જ યોગબિંદુમાં શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે “તત્ત્વપ્રતીતિનું કારણ અધ્યાત્મયોગ જ હોવાથી
પ્રાજ્ઞ પુરુષે તે-તે આત્માદિ તત્ત્વની પ્રકૃષ્ટ સિદ્ધિ = અનુભૂતિ માટે અધ્યાત્મયોગમાં જ હંમેશા સૌથી રએ વધુ પ્રયત્ન કરવો જોઈએ. વાદગ્રંથો આત્માનુભૂતિનું કારણ નથી. આત્માદિ તત્ત્વની અપરોક્ષ પ્રતીતિ , વિશે અધ્યાત્મયોગ એ જ શ્રેષ્ઠ ઉપાય કહેવાયેલ છે. “હું દેહાદિભિન્ન આત્મા છું - આવી પ્રતીતિ ' માટે અધ્યાત્મ સિવાય બીજો કોઈ સાચો ઉપાય પૂર્વાચાર્યોએ જણાવેલ નથી. પરંતુ આ અધ્યાત્મ પણ ને ભવસાગરમાં ભટકતાં જીવોને અત્યંત દુર્લભ છે.” પ્રસ્તુત અધ્યાત્મ અતિ દુર્લભ કેમ છે? આ હકીકત તો ઉપરોક્ત પંદર પ્રકારનો અંતરંગ પુરુષાર્થ નિરંતર કરવા દ્વારા જ સાધકને સમજાય તેમ છે.
આ ગ્રંથિભેદ ન થવાના કારણોની વિશેષ વિચારણા 1 પરંતુ પ્રબળ મિથ્યાત્વ, અવેદ્યસંવેદ્યપદ વગેરેના સામર્થ્યથી આ જીવે આજ સુધી પોતાના જ આ મૂળભૂત સ્વરૂપની અપરોક્ષ અનુભૂતિ કરીને એવો વિનિશ્ચય નથી કર્યો કે “શરીર, ઈન્દ્રિય, મન, કર્મ ધ વગેરેથી હું સાવ જ જુદો છું. હું દેહાદિભિન્ન આત્મા છું. મારું સ્વરૂપ પરમાનંદમય છે. સહજ, શાશ્વત, મેં શાન્ત, શીતળ, શુદ્ધ ચૈતન્યના અખંડ પિંડસ્વરૂપ જ હું છું. હું સૂર્યની જેમ સ્વપ્રકાશાત્મક છું, સ્વતઃ
પ્રકાશ્ય છું. ઈન્દ્રિયાદિની સહાય વિના સ્વયમેવ નિજ સ્વરૂપનો પ્રકાશક છું.” પોતાના આવા લોકોત્તર મહિમાવંત અપૂર્વ ચૈતન્યસ્વરૂપની પાકી શ્રદ્ધા પણ આ જીવે યથાર્થપણે ન કરી. આ રીતે જીવે પોતાના જ સહજ શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો સાચો નિશ્ચય કે તેની તાત્ત્વિક શ્રદ્ધા ન કરી. અજ્ઞાનાવરણ, વીર્યંતરાયાદિ કર્મનો ક્ષયોપશમ કરવા છતાં દર્શનમોહનો ક્ષયોપશમ પણ આ જીવે ન કર્યો. મતલબ કે ગ્રંથિભેદ કરીને આ જીવ સમ્યગ્દર્શન નથી મેળવી શકતો. તેના અનેક કારણો હોઈ શકે.
* પ્રાથમિક કાળલધિનો પરિચય કૂફ (૧) જેમ કે જીવની પ્રાથમિક કાળલબ્ધિ ન હોવાના લીધે ગ્રંથિભેદજન્ય સમકિત ન મળે. કોઈ પણ ભવ્યાત્માનો વધારેમાં વધારે, કાંઈક ન્યૂન અર્ધ પુદ્ગલપરાવર્ત કાળ જેટલી સ્થિતિવાળો સંસાર બાકી હોય ત્યારે જ ગ્રંથિભેદકાલીન સમ્યક્તને પામવા માટે તે જીવ યોગ્ય બને છે. જીવની આ અવસ્થા પ્રથમ વાર સમકિત પામવા માટે જરૂરી હોવાથી “પ્રાથમિક કાળલબ્ધિ કહેવાય છે. પરંતુ દેશોન અર્ધ પુદ્ગલપરાવર્ત કાળથી અધિક કાળ સુધી જે જીવ ભવભ્રમણ કરવાનો હોય, તે જીવની