Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૧૬/૭)]
૫૫૫ કષાયશાસનની જ પ્રભાવના કરી. શ્રીવિજયસિંહસૂરિજીએ સામ્યશતકમાં જે જણાવેલ છે કે “અહો ! મોહનું માહાસ્ય-સામ્રાજ્ય વિદ્વાનોમાં પણ કેવું વિલસી રહ્યું છે ! કે અહંકાર પેદા થવાના લીધે તેમને શાસ્ત્રો પણ આંધળા કરનારા જ થયા!” - તે વાત પણ આ જીવમાં પૂરેપૂરી લાગુ પડી. “જેઓના અંતઃકરણમાં અધ્યાત્મશાસ્ત્રના પદાર્થનું સ્વરૂપ પરિણમી ગયું હોય તેઓને ક્યારેય પણ વિષય-કષાયના આવેશની તકલીફ -પીડા હોય નહિ - આ પ્રમાણે અધ્યાત્મસારની કારિકાના તાત્પર્યને પણ આ જીવે અંદરમાં ઘૂંટ્યું નહિ.
2 કષાયમુક્તિને ધ્યેય ન બનાવી (૨૬) કષાયશાસનની પ્રભાવના કરવાના લીધે જ (a) “કષાયમુક્તિ એ જ મુક્તિ છે.” (b) કષાયમુક્તિ એ મુક્તિ જ છે.” (C) “કષાયમુક્તિનો માર્ગ પોતાની અંદર જ છે....' ઈત્યાદિ વાતને પણ આ જીવે લક્ષમાં ન જ લીધી. તેથી પોતાના કર્મકૃત વ્યક્તિત્વને ઓગાળવા માટે પણ પ્રયાસ ન જ કર્યો.
કામ સદ્ગુરુની શરણાગતિને વ્હાલી ન બનાવી છે. (૨૭) તે જ કારણે સગુરુને શરણરૂપે હૃદયથી માન્યા નહિ. સદ્દગુરુની બિનશરતી શરણાગતિને અંતરથી ન સ્વીકારી. પોતાના જ વ્યક્તિત્વને પુષ્ટ કરવામાં મગરૂર બનેલ જીવને સદ્ગુરુની શરણાગતિ ન ક્યાંથી હાલી લાગે ? ધર્મપરીક્ષાની એક ગાથા ગુરુમહિમાનું વર્ણન કરે છે. તેને પણ આ જીવે અંતઃકરણથી વી પ્રમાણભૂત સ્વરૂપે પ્રહણ ન કરી. ત્યાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જણાવેલ છે કે “જે એ જીવ ગુરુની આજ્ઞામાં રહેલ હોય (અર્થાત્ સ્વચ્છંદી ન હોય) તથા બાહ્ય અનુષ્ઠાનથી જેણે પોતાના આ ચિત્તને શુદ્ધ કરેલ હોય, તેને અધ્યાત્મધ્યાનમાં પણ એકાગ્રતા આવે છે. પરંતુ સ્વછંદી વ્યક્તિને આવો એ ગુર્વાજ્ઞાપ્રભાવ કઈ રીતે સમજાય ?
2 આશાતના, રવછંદતા, દંભ વગેરે દ્વારા ભવભ્રમણવૃદ્ધિ ક (૨૮) તેના લીધે સાત્ત્વિક બાહ્ય આરાધના-સાધનાથી પુષ્ટ થયેલા માન-કષાયરૂપી શૈલરાજની સો પ્રેરણાથી આ જીવે અનેક વાર સદ્ગુરુદેવ વગેરે તારકસ્થાનોની અવહેલના, મશ્કરી, ઉપેક્ષા, અનાદર, અવિનય, બળવો વગેરે અનેક સ્વરૂપે આશાતના કરી. અનેક પ્રકારના શાસ્ત્રોનો અભ્યાસ કર્યા પછી છે પણ અનેક વાર, અનેક પ્રકારે સ્વચ્છંદતાને જ સ્વરસથી, રસ-કસપૂર્વક આ જીવે પોષી. તેના પરિણામ સ્વરૂપે દીક્ષા જીવનમાં ભવભ્રમણ ઘટવાના બદલે વધ્યું. મોટા ભાગે આશાતનાના પાપે જ અનંત કાળ આ જીવ ભવાટવીમાં ભમ્યો. ભવાભિનંદી દશામાં, રાગાદિશૂન્ય પોતાના આત્મસ્વરૂપને પ્રગટ કરવાના અનુસંધાન વગર કરેલી અને મલિન આશયથી ગર્ભિત સંયમ-જપ-તપ-શાસ્ત્રાભ્યાસ આદિ સાધનાથી ઉત્પન્ન થયેલ પાપાનુબંધી પુણ્યથી ભવભ્રમણ વધે જ ને ! તેવું પાપાનુબંધી પુણ્ય ભવભ્રમણને વધારનાર જ છે. તથા આશાતનાદિગર્ભિત તથાવિધ બાહ્ય આચાર કપટ સ્વરૂપ જ છે. આ જ આશયથી મહાનિશીથસૂત્રમાં સુમતિ-નાગિલના અધિકારમાં જણાવેલ છે કે “હે ગૌતમ ! આગમોક્ત બાબતનું ઉલ્લંઘન કરીને જે સાધુવેશનો સ્વીકાર થાય છે, તે દંભ જ છે. તે કેવળ સુદીર્ઘ સંસારનો જ હેતુ છે.' ભવાભિનંદી દશામાં આશાતનાદિ દ્વારા આગમમર્યાદાનું અવશ્ય ઉલ્લંઘન થયું. તેના લીધે, તેવી દશામાં કરેલી ઉગ્ર સાધનાનું આવું જ પરિણામ અનેક વાર આવેલ છે.
જ દુઃખગર્ભિત વૈરાગ્યની આંશિક ઓળખ છે (૨૯) દુ:ખગર્ભિત વૈરાગ્યથી દીક્ષા લઈને પણ આ જીવ શુષ્ક તર્કશાસ્ત્ર, વૈદ્યકશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર