Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૫૫૪
[ અધ્યાત્મ અનુયોગ સહિત આ સાધનને બંધન બનાવ્યા ! , (૨૨) તપયોગની આશાતના-અવહેલના કરવાના લીધે કર્મનિર્જરાના સાધનને પણ આ જીવે કર્મબંધનનું સાધન બનાવ્યું. આ અંગે સામ્યશતકમાં લખેલ છે કે “જે તપથી પ્રાણી ભવપરંપરાથી છૂટી જાય, તે જ તપ કોઈક જીવને મૂઢતાના લીધે સંસારનું કારણ બને છે. અહીં આચારાંગસૂત્રની એક વાત પણ ધ્યાનમાં રાખવી. ત્યાં જણાવેલ છે કે “જે કર્મનિર્જરા સાધન છે, તે પણ કર્મને આતમઘરમાં આવવાનો દરવાજો બની જાય !” તથા “સાધન સહુ બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય' - આ ઉક્તિ પણ આ જ દિશામાં અંગુલીનિર્દેશ કરે છે.
# મહામોહથી પરમાર્થદર્શન ન કર્યું . (૨૩) જીવની અપાત્રતાના લીધે કેવળ અહંભાવનું જ પોષણ કરે, ઉત્તેજન કરે, સમર્થન કરે તેવી શાસનપ્રભાવના વગેરે પ્રવૃત્તિઓ આ જીવે પ્રચુર પ્રમાણમાં કરી તથા અત્યંત લાંબા કાળ સુધી તેમાં
તન્મય બનીને, એકદમ ગળાડૂબ થઈને કરી. કદાચ તેવી પ્રવૃત્તિ ક્યારેક ન મળે તો અંદરમાં ગૂંગળામણનો ૨એ અનુભવ થાય એટલી હદે સંયમજીવનમાં અહંભાવપોષક પ્રશસ્ત પ્રવૃત્તિના ભાર-બોજ નીચે આ જીવ છેઘણી વાર દટાયો. તેથી પુણ્યના પણ આશ્રવમાં હેયપણાનું સંવેદન, અંતર્મુખતા-સંવર-નિર્જરા-વૈરાગ્ય
' ઉપશમભાવ-આત્મધ્યાનાદિમાં ઉપાદેયપણાનું સંવેદન કરવાની પોતાની પાત્રતાનું = તત્ત્વસંવેદનશીલતાનું ( આ જીવે ઊંડાણથી નિરીક્ષણ-પરીક્ષણ-સંશોધન-સંવર્ધન ન કર્યું. કહેવાતા વ્યવહારના અતિરેક તત્ત્વનો
ભોગ લીધો. આડંબરયુક્ત બાહ્ય પોકળ વ્યવહારની વધુ પડતી દોડધામના લીધે આશ્રવ-સંવરાદિ તત્ત્વમાં રમે તાત્ત્વિક હેય-ઉપાદેયપણાનું સંવેદન કરવાની ક્ષમતા નષ્ટ થઈ. તેવી ક્ષમતાને વિકસાવવાનું કાર્ય કરવામાં ત આ જીવને ઉત્સાહ ન જાગ્યો. “આ કાર્ય પોતાનું મહત્ત્વપૂર્ણ અંગત કર્તવ્ય છે' - આવો પરિણામ જ છે આ જીવમાં ન જાગ્યો. “મહામોહના દોષથી જીવો પરમાર્થને-તત્ત્વને જોતા નથી' - આ પ્રમાણે યો સમરાઈશ્ચકહા ગ્રંથમાં શ્રીહરિભદ્રસૂરિજીએ જે જણાવેલ છે, તેનો વિષય આ જીવ અનેક વાર બન્યો.
/ વિષ-ગર અનુષ્ઠાનમાં જીવ અટવાયો છે (૨૪) ઈહલોક-પરલોક સંબંધી નિયાણા અને તીવ્ર આશંસા વગેરેના પરિણામથી ભૂતકાલીન સર્વ અનુષ્ઠાનો વિષઅનુષ્ઠાનમાં અને ગરઅનુષ્ઠાનમાં જ પ્રાયઃ સમાઈ ગયા, નિર્જરા-આત્મશુદ્ધિકારક ન થયા. યોગબિંદુ, ધાત્રિશિકા, અધ્યાત્મસાર વગેરે ગ્રંથોમાં ઉપરોક્ત બન્ને અનુષ્ઠાનોનું વિસ્તારથી વર્ણન મળે છે.
આ જિનશાસનની પ્રભાવના કે કષાયશાસનની પ્રભાવના ?! જ (૨૫) ક્યારેક બહુશ્રુતપણાની પ્રાપ્તિ થઈ તો પણ શાસ્ત્રોના આધારે આંતરિક મોક્ષમાર્ગે વિરક્ત ભાવે, શાંત ચિત્તે ચાલવાના બદલે “જિનશાસનની પ્રભાવના..' વગેરે રૂડા-રૂપાળા નમણા નાજુક નામ હેઠળ (2) આઠ મદ, (b) મદન (કામવાસના), (c) માન કષાય, () માયા, (e) મમતા, (f) મહત્ત્વાકાંક્ષા, (g) મતાગ્રહ, () મત્સર, (i) મુખરતા (વાચાળતા), (j) મૂર્ખતા, (k) મત્તતા, I) બીજાના મર્મને = ગુપ્તદોષને ઉઘાડા પાડવા, (m) મૃષાવાદ, (n) મહામોહ, () મનસ્વિતા = સ્વચ્છંદતા, (D) મુગ્ધતા, (q) પ્લાનતા = દીનતા, (r) મંદતા = મંદબુદ્ધિ, (s) મન્યુ = ગુસ્સો, (t) મર્યાદાભંગ, (પ) મિથ્થામતિ, (૫) મિથ્યાત્વ, (w) મૂર્છા, (૮) મહાઆરંભ, (y) મુક્તિદ્વેષ, (2) માર્ગભ્રંશ... વગેરે દોષોના વમળમાં જ આ જીવ ડૂળ્યો. તેથી “જિનશાસન પ્રભાવના' ના હુલામણા નામથી વાસ્તવમાં તો આ જીવે પોતાની અપાત્રતાના લીધે