Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
દ્રવ્ય-ગુણ-કાર્યનો રાસ +ટબો (૧૪/૭)]
૫૬૧ હોય છે. તેના બળથી ગુર્વાજ્ઞા મુજબ છેદસૂત્રના પદાર્થ વગેરેનો વ્યાપક બોધ તેઓ મેળવતા હોય તેવું પણ શક્ય છે. તેવા પ્રકારે છેદસૂત્રના પદાર્થનો બોધ મેળવવા દ્વારા તેઓ કયારેક પરગીતાર્થ બને છે. પરંતુ તેવો બોધ હોવા છતાં પણ તેઓ સ્વગીતાર્થ બનતા નથી. કારણ કે તેઓને પોતાના આત્માની અતીન્દ્રિય (= ઈન્દ્રિયનિરપેક્ષ-ઈન્દ્રિયઅજન્ય-ઈન્દ્રિયઅગોચર એવી) અપરોક્ષ અનુભૂતિ હોતી નથી.
(૨) જ્યારે ગ્રંથિભેદ કરીને સ્થિરા વગેરે દૃષ્ટિમાં રહેલા સમ્યગ્દષ્ટિ ગૃહસ્થદશામાં હોય તો પણ સ્વગીતાર્થ બને છે. કેમ કે ગ્રંથિભેદ પછી પોતાને જે આત્મસાક્ષાત્કાર થાય છે, તેમાં પોતાના આત્માની ભૂમિકાનો તેમને સ્પષ્ટ અબ્રાન્ત બોધ મળે છે તથા પોતાની ભૂમિકાને યોગ્ય એવો આંતરિક અત્યંત ગુપ્ત-ગૂઢ-ગહન મોક્ષમાર્ગ પણ તેમને સારી રીતે ઓળખાય છે. માત્ર સ્વાનુભૂતિથી સમજાય તેવો અને પોતાને ખૂબ ઝડપથી મોશે પહોંચાડે તેવો ટૂંકો (short cut), સલામત (safe cut), સરળ (easy cut) અને મનગમતો-પોતાને અનુકૂળ બને તેવો (sweet cut) આંતરિક-ગુપ્ત-ગૂઢ-ગહન એવો પણ મોક્ષમાર્ગ તેમને અંદરમાં સૂઝતો જાય છે, જચતો જાય છે, રુચતો જાય છે. આવી આગવી મોક્ષમાર્ગદષ્ટિ એ જ સ્વગીતાર્થતા છે. પોતાના પરિણામને સતત અંદરમાં વાળવાની, આશ્રવમાંથી પલટાવવાની કળા ૨૪ તેમને અવશ્ય વરેલી હોય છે. છતાં તેઓ પરગીતાર્થ નથી હોતા. કારણ કે છેદશાસ્ત્રનો અભ્યાસ તેઓની છ પાસે હોતો નથી. તેથી જ પર્ષદામાં લોકોને મોક્ષમાર્ગની દેશના-ઉપદેશ દેવાનો અધિકાર ઉત્સર્ગમાર્ગે ગૃહસ્થ સમકિતી પાસે નથી હોતો. ક્યારેક કોઈક આત્માર્થી શ્રોતાને પરિમિત શબ્દથી આત્મહિતની (d વાત તેઓ કરે પણ ખરા. પરંતુ જાહેરમાં મોક્ષમાર્ગદશના તેઓ ન આપી શકે.
(૩) ગ્રંથિભેદ કરનારા જે જીવો સાધુજીવન પાળતા હોય તથા છેદશાસ્ત્રોના પદાર્થોનો અને એ પરમાર્થોનો માર્મિક બોધ હોય તેઓ સ્વ-પરગીતાર્થ છે.
જ સ્વ-પરગીતાર્થ બનીએ જ માત્ર પરગીતાર્થતા એ મોક્ષમાર્ગમાં જઘન્ય ભૂમિકા છે. સ્વગીતાર્થતા એ મોક્ષમાર્ગમાં મધ્યમ ભૂમિકા હૈ છે. તથા સ્વ-પરગીતાર્થતા એ ઉત્તમ ભૂમિકા છે. સ્વ-પરઉભયગીતાર્થતા જ પરમાર્થથી ઉપાદેય છે. તે પરંતુ દીક્ષા પછી કેવળ પરગીતાર્થતામાં સંતોષ લઈને મોક્ષમાર્ગમાં અટકી ન જવું. પરંતુ ગ્રંથિભેદનો અંતરંગ પુરુષાર્થ ચાલુ કરવો, ચાલુ રાખવો. સાત્ત્વિક સંતુષ્ટિ પણ મોક્ષમાર્ગ સંબંધી પ્રગતિમાં બાધક છે. સાધુવેશને ગ્રહણ કર્યા બાદ સૌપ્રથમ તો ગ્રંથિભેદ કરીને પોતાના પારમાર્થિક પરમાત્મતત્ત્વની અપરોક્ષ અનુભૂતિ કરી લેવી. તે સ્વાનુભૂતિના બળથી સ્વગીતાર્થતાને અત્યન્ત ઝડપથી મેળવવી. તથા ત્યાર બાદ ગુર્વાજ્ઞા મુજબ, ક્રમશઃ શાસ્ત્રાભ્યાસ કરતાં-કરતાં છેદસૂત્રાદિનો ઊંડાણથી અભ્યાસ કરીને સારભૂત અને અસારભૂત, હેય અને ઉપાદેય, પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂત, ઉત્સર્ગ અને અપવાદ, નિશ્ચય અને વ્યવહાર, જ્ઞાન અને ક્રિયા વગેરે બાબતની પૂરેપૂરી જાણકારી મેળવીને પરગીતાર્થતા પણ પ્રાપ્ત કરવી. આ અભિપ્રાયથી શ્રીમહાનિશીથસૂત્રમાં જણાવેલ છે કે “મુનિએ ઝડપથી ગીતાર્થ થવું જોઈએ. તે માટે પરમાર્થ તત્ત્વનું સંવેદન કરવું જોઈએ. (આ રીતે સ્વગીતાર્થ બનવું. તથા પરગીતાર્થ બનવા શાસ્ત્ર વડે) સાર-અસાર બાબતને પૂરેપૂરી જાણવી.” ખરેખર સ્વગીતાર્થપણું અને પરગીતાર્થપણું મેળવ્યા વિના મનના સંક્લેશનો ઉચ્છેદ સંભવતો નથી. તથા સ્વ-પરગીતાર્થપણું મેળવીને પોતાના મનને સાધકે સંક્લેશશુન્ય કરવું જોઈએ. આ અભિપ્રાયથી મહાનિશીથસૂત્રમાં છઠ્ઠા અધ્યયનમાં જણાવેલ છે કે “જીવ અગીતાર્થપણાના દોષથી ભાવશુદ્ધિ પ્રાપ્ત કરતો નથી. ભાવશુદ્ધિ વિના સાધુ સંક્લિષ્ટમનવાળા થાય છે.