Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૧૪/૭)].
૫૫૩ સમયે આત્માની શાંત-પ્રશાંત-ઉપશાન્ત દશા સ્વરૂપ નિજ નિર્મળ પર્યાયોનો સમૂહ પોતાને ન જ ગમ્યો.
# સ્વરક્ષા ન ગમી * (૧૬) “પોતાના આત્માની સતત સંભાળ કરવી, અસંયમાદિથી રક્ષા કરવી' - આ મુજબ દશવૈકાલિકચૂલિકાના વચનને સારી રીતે આત્માર્થીપણે યાદ કરીને પોતાની ચિત્તવૃત્તિના બહિર્ગમનને રોકવા સ્વરૂપ સંયમને અભિમત-સંમત ન કર્યું. તેવું સંયમ આ જીવને પસંદ ન જ પડ્યું.
# પ્રત્યાહારને પ્રાણપ્યારો ન બનાવ્યો છે (૧૭) “અનાત્મતત્ત્વના (=પારકા) પ્રસંગમાં સાધકની ચેષ્ટા ખરેખર મૂંગા-આંધળા-બહેરા જેવી હોય” - આ અધ્યાત્મસારના વચનને અંતઃકરણમાં સ્થાપીને આ જીવે ઈન્દ્રિયોની વિષયાભિમુખતાને તોડવા-છોડવા-તરછોડવા દ્વારા પ્રત્યાહારને પ્રાણપ્યારો બનાવ્યો નહિ.
૪ આત્મગહ ન કરી છે (૧૮) પોતાની ચિત્તવૃત્તિઓ નિજાત્મદ્રવ્યને છોડી બહાર રસપૂર્વક દોડી જાય ત્યારે અંદરમાં આ આત્મગહસ્વરૂપ કાળો કલ્પાંત આ જીવે કર્યો નહિ. મતલબ કે “હું મહામૂઢ છું. હું મહાપાપી છું. યા હું અનાદિકાલીન મહામોહના સંસ્કારથી વાસિત છું. હું આત્મહિતકારી અંતર્મુખતાદિને ભાવથી અહિતકારી માનું છું. આત્માને નુકસાન કરનાર બહિર્મુખતા વગેરેને જ અંદરથી હિતકારી માનું છું. આ તે કેવી 01 ગેરસમજ છે !? હું પોતે જ મારો દુશ્મન છું. અધમાધમ જીવો કરતાં પણ હું અધિક પતિત છું - ઇત્યાદિ સંવેદન કરીને ખરા દિલથી દુષ્કૃતગર્તાનો-આત્મગના પરિણામ આ જીવે જગાડ્યો નહિ. આ
- 68 ભ્રાન્ત કર્તુત્વભાવમાં ભટક્યો . (૧૯) “આ આત્મા પોતાના સ્વભાવનો જ કર્તા છે. ક્યારેય પણ આત્મા પરભાવનો = કાર્મિકાદિ : ભાવોનો કર્તા બનતો નથી જ' - આ પ્રમાણે હર્ષવર્ધન ઉપાધ્યાયજીએ અધ્યાત્મબિંદુમાં જણાવેલ છે. આ પરંતુ તેને સાવ જ ભૂલીને સંયમજીવનમાં પણ પારકા દ્રવ્ય-ગુણ-પર્યાયોમાં જ ઈન્દ્રિયવૃત્તિને, ચિત્તવૃત્તિને વેગ રસપૂર્વક જોડવા દ્વારા વિષયો પ્રત્યે સંભ્રમ = આદરભાવ, મૂછ, તૃષ્ણા, આકુળતા વગેરે પરિણામો વિશે પોતાનામાં ભ્રાન્ત કર્તુત્વનો ભાવ જગાડીને આ જીવે અસંયમને જ પુષ્ટ કર્યું. તેમાં જ અટવાયો.
(૨૦) પરમ શાંતરસમય સ્વાત્મદ્રવ્યની પ્રતીતિ થાય તો તો ઉપરોક્ત અસંયમ આ જીવને કાંઈક અંશે ખૂંચે-ખટકે. પરંતુ તેવી પ્રતીતિ ન કરવાથી તે અસંયમની પીડાને પણ આ જીવે ન અનુભવી. કેવી કરુણ અકથ્ય ગંભીર દુર્ઘટના ?!
(S ચિંતામણિરન વગેરેને કાણી કોડી જેવા કર્યા ! (૨૧) ઘણી વાર તપશ્ચર્યા વગેરેને માન-સન્માનાદિ મેળવવાના ઉપાય તરીકે જોઈ-વિચારી માન -સન્માનાદિ મેળવવા માટે આ જીવે તપશ્ચર્યા વગેરે કરી. આ રીતે જિનોક્ત તપયોગ વગેરેની અનેક વાર અવહેલના કરી. અધ્યાત્મ ઉપનિષમાં મહોપાધ્યાયજીએ જણાવેલ છે કે “(તપ એ વાસ્તવમાં સમતાને મેળવવા માટે કરવાનો છે. પરંતુ) સમતા વિના માત્ર પ્રતિષ્ઠા-યશ-કીર્તિનું ઉપાર્જન કરવામાં જ જેની તપશ્ચર્યા વગેરે સમાપ્ત થઈ જાય તે બહિર્મુખી જીવ કામધેનુ, ચિંતામણિરત્ન, કામકુંભ સમાન તપ વગેરે ધર્મને કાણી કોડીની કિંમતના કરે છે, નિર્મૂલ્ય કરે છે. પ્રસ્તુત કથનનો વિષય આ જીવ અનેક વખત બનેલો છે.