Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૫૫૨
[ અધ્યાત્મ અનુયોગ સહિત (e) પ્રવચનપટુતા, (f) યશ, (g) કીર્તિ વગેરેને લાવનાર પ્રચુર પુણ્યોદયમાં જ સંયમજીવનની સાર્થકતાનો સંકલ્પ કર્યો. તેવા પુણ્યોદયમાં સંયમની સાર્થકતા માની. તેવા પુણ્યોદયની સાથે ગોઠવાયેલા અભિમાનને લીધે તાત્ત્વિક જ્ઞાનીપણું અને તાત્ત્વિક સાધુપણું આ જીવે ખતમ કર્યું. અધ્યાત્મસારમાં જણાવેલ છે કે “જે સાધુઓ અનુભવના સ્તરે મોક્ષમાર્ગનો દૃઢ નિર્ણય કર્યા વિના, માત્ર બાહ્ય ક્રિયા દ્વારા “અમે સાચા સાધુ છીએ' - એવું અભિમાન કરે છે, તેઓ ચારિત્રની પરિણતિથી ભ્રષ્ટ બનેલા છે. તેઓ જ્ઞાની પણ નથી.” મતલબ કે આ જીવ અભિમાની પોથી પંડિત બનીને જ્ઞાન-ચારિત્ર ઉભયથી ભ્રષ્ટ બન્યો.
છે ભાવસ્યાદ્વાદની શુદ્ધ પરિણતિ ન પ્રગટાવી છે (૧૧) ક્યારેક સાધુ જીવનમાં પંડિતાઈ, બહુશ્રુતપણું વગેરે મેળવીને માત્ર દ્રવ્યસ્યાદ્વાદને જ પકડી રાખ્યો. “ચા”, “શ્વિ' વગેરે શાસ્ત્રીય પારિભાષિક શબ્દોના ઢોલ-નગારા જોર-શોરથી પીટીને સાદ્વાદને માત્ર શાસ્ત્ર કે શાસ્ત્રાર્થ (= વાદ) પૂરતો જ સીમિત રાખ્યો. પરંતુ પોતાની વર્તમાનકાલીન ભૂમિકાને
ઉચિત બને તે રીતે બાહ્ય-અત્યંતર મોક્ષમાર્ગને પોતાના આત્મામાં ગૂંથીને, જીવનમાં ગોઠવીને, વલણમાં 2. વણીને પોતાની અંદર ભાવસ્યાદ્વાદની શુદ્ધ પરિણતિને તૈયાર ન જ કરી. “તે શુદ્ધ પરિણતિ જ
અનાદિકાલીન સહજમળનો ઉચ્છેદ કરનારી છે' - આ બાબતને લક્ષમાં પણ ન લીધી. “દીક્ષા વગેરે હા યોગને ધારણ કર્યો પણ મમતાને હણી નહિ, સમતાનો આદર કર્યો નહિ. આત્માદિ વસ્તુના પારમાર્થિક
સ્વરૂપની = તત્ત્વની જિજ્ઞાસા પણ કરી નહિ. ખરેખર માનવજન્મ નિષ્ફળ ગયો”- આ પ્રમાણે " અધ્યાત્મસારમાં જે બાબત જણાવેલી છે, તે જ બાબત આ જીવના જીવનમાં પૂર્વે અનેક વાર બની. આ અધ્યાત્મસારના ઉપરોક્ત શ્લોકનો વિષય આ જીવ અનેક વાર બન્યો.
જ રાગાદિ પ્રત્યે વૈરાગ્ય ન જગાડ્યો (૧૨) આ જીવે બાહ્ય સંસારનો ત્યાગ પૂર્વે ઘણી વાર કર્યો. પરંતુ છોડેલા સંસારનો રાગ ન યો છોડ્યો. પત્ની, પુત્ર, પુત્રી, પિતા, માતા, પરિવાર, દુકાન, ઘર, ધન વગેરેને કાયમી ધોરણે છોડ્યા
બાદ તેનો રાગ પણ છોડવા જેવો જ છે' - આ હકીકતને આ જીવે ન તો સમજી કે ન તો છોડેલા 0 બાહ્ય સંસારના રાગાદિ વિભાવ પરિણામો પ્રત્યે વૈરાગ્યભાવ સમ્યફ પ્રકારે ઉત્પન્ન કર્યો.
(૧૩) અંદરમાં ઉઠતા રાગ-દ્વેષાદિભાવ સ્વરૂપ કે સંકલ્પ-વિકલ્પાદિ પરિણામ સ્વરૂપ અત્યંતર સંસારનો પક્ષપાત પણ આ જીવે ન છોડ્યો.
જ હેષભેદવિજ્ઞાન ન કેળવ્યું છે (૧૪) અધિકરણોની દુનિયાને છોડ્યા બાદ પણ પ્રતિકૂળ આચરણ કરનાર સહવર્તી પ્રત્યે કે પ્રતિસ્પર્ધી પ્રત્યે તેજોદ્વેષ ન છોડ્યો. “આ તેજોદ્દેષ મારું સ્વરૂપ નથી. મારો તે સ્વભાવ નથી. મારે તેની સાથે લેવા-દેવા નથી. હું તો તેનાથી સાવ જુદો છું. તો પછી મારે શા માટે તેમાં ભળવું? હું તો મારા પરમ શીતળ સ્વભાવમાં જ લીન બનું' - આ રીતે નિજચિત્તવૃત્તિગત તથાવિધ તેજોદ્વેષ પ્રત્યે ભેદવિજ્ઞાનના સહકારથી વિરક્ત બની, વૈષ વિશે વૈરાગ્યને જગાડી, પરમ ઉપશમભાવ અંદરમાં ન પ્રગટાવ્યો.
@ નિર્મળ રવપર્યાયો ન ગમ્યા છે (૧૫) પોતાની તાકાત હોય, આવડત હોય, પુણ્ય પહોંચતું હોય, પ્રતિકાર કરવામાં નુકસાની જણાતી ન હોય અને કોઈ પોતાનો પરાભવ કરે કે ઉપસર્ગ-પરિષહ વગેરેની ઝડી વરસાવે તો તેવા