Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
[ અધ્યાત્મ અનુયોગ સહિત
મહાસામાયિકનો આવિર્ભાવ છે દેહ છતાં વિદેહદશાને દેહાતીત અવસ્થાને સારી રીતે પ્રકૃષ્ટપણે તે મહાયોગી અનુભવે છે. તેથી તે શુક્લ-શુક્લાભિજાત્ય બને છે. તેથી આઠમી યોગદૃષ્ટિમાં રહેલા પ્રસ્તુત મહાયોગીની સમતા પરાકાષ્ઠાએ પહોંચે છે. તેથી આ અવસ્થામાં શુદ્ધચૈતન્યમય પરમસમભાવસ્વરૂપ મહાસામાયિક ઉત્પન્ન થાય છે. ‘સમરાઇચ્ચ કહા' નામના ચરિત્રગ્રંથમાં શ્રીહરિભદ્રસૂરિજીએ નવમા ભવમાં પ્રસ્તુત મહાસામાયિકનો નિર્દેશ કરેલ છે.
જે જ
૫૫૦
=
* ધર્મક્ષમા, સામર્થ્યયોગ, શુક્લધ્યાન વગેરેનો પ્રાદુર્ભાવ
આ
ષોડશક, યતિધર્મવિંશિકા પ્રકરણ વગેરેમાં જે નિરતિચાર ધર્મક્ષમા, ધર્મનતા વગેરે વર્ણવેલ છે, તે પણ અહીં આત્મસાત્ થાય છે. તેનું બીજું નામ સ્વભાવક્ષમા, સ્વભાવનમ્રતા વગેરે છે. અનેક જન્મોને લાવનાર સાશ્રવયોગનો ઉચ્છેદ થાય છે. માત્ર વર્તમાન એક ભાવ જ બાકી હોવાથી અનાશ્રવયોગનો પ્રકર્ષ થાય છે. તેનું વર્ણન યોગબિંદુમાં મળે છે. સમ્યક્ અને સર્વોત્કૃષ્ટ યોગદશા અહીં પ્રગટે છે. શુદ્ધ આત્મસ્વરૂપને ગ્રહણ કરનારા વીર્યોલ્લાસની પરાકાષ્ઠા થવાથી યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્રંથમાં વર્ણવેલ દૈ] સામર્થ્યયોગને પ્રગટ થવાનો અહીં અવસર (chance) મળે છે. અહીં પૂર્વે (૧/૬ + ૧૬/ ૫-૬) જણાવેલ શુક્લધ્યાન, સમાપત્તિ, ક્ષપકશ્રેણિ વગેરે આ અવસ્થામાં પ્રગટ થાય છે. પરા યોગષ્ટિમાં રહેલા યોગી અતિચારશૂન્ય બનીને નિરાચારપદને સંપ્રાપ્ત કરે છે. આ રીતે આઠમી પરા દૃષ્ટિમાં રહેલા યોગી મોક્ષમાર્ગે અ આગળ વધે છે. આટલી પ્રરૂપણા દ્વારા અનુભવના સ્તરે પ્રતીયમાન બાહ્ય-અત્યંતર મોક્ષમાર્ગની આ કથા અન્વયમુખે હકારાત્મકસ્વરૂપે જાણવી. આ અંગે બાકી રહેલી બાબતોને વિજ્ઞ વાચકવર્ગે છું યોગદૅષ્ટિસમુચ્ચય, યોગબિંદુ, ષોડશક, દ્વાત્રિંશિકા પ્રકરણ વગેરેમાંથી જાણી લેવી. * હજુ સુધી સ્વાનુભૂતિ કેમ ન થઈ ?
=
હવે વ્યતિરેકમુખે કાંઈક વિચારીએ. (૧) પૂર્વે અનેક વખત સંયમજીવનને સ્વીકાર્યા બાદ પણ
0 આ જીવે પોતાના શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયની યથાર્થસ્વરૂપે સમજણ મેળવી નહિ.
ૐ ચિત્તવૃત્તિપ્રવાહ અંતર્મુખ ન કર્યો
(૨) તેવી સમજણ મેળવવાપૂર્વક પોતાની ચિત્તવૃત્તિના પ્રવાહને અંતર્મુખ કરવાનું કાર્ય આ જીવે કર્યું નહિ.
(૩) દીક્ષાજીવનમાં પણ વિભિન્ન પ્રશસ્ત પ્રવૃત્તિના ભારબોજ નીચે અટવાઈને, દબાઈને, કચડાઈને પોતાનું આ અંગત આવશ્યક મહત્ત્વપૂર્ણ કર્તવ્યપાલન આ જીવ ભૂલી ગયો, ચૂકી ગયો.
(૪) કદાચ સદ્ગુરુએ તેવી પ્રેરણા કરી હોય તો પણ આ જીવે આ કર્તવ્યપાલનની ઉપેક્ષા કરી. * આત્મસન્મુખ ચિત્તવૃત્તિ ન કરી
(૫) અરે ! શાસ્ત્રાભ્યાસ કરતી વખતે, બીજાને શાસ્ત્રો ભણાવતી વખતે કે તપશ્ચર્યા વગેરે કરતી વેળાએ પણ ‘મારે મારી ચિત્તવૃત્તિના પ્રવાહને અત્યન્ત ઝડપથી મારા ચેતનદ્રવ્યની સન્મુખ કરવો છે’ આ મુજબનું પ્રણિધાન (= સંકલ્પ) પણ આ જીવે ન કર્યું.