Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
દ્રવ્ય-ગુણ-૫યાયનો રાસ + ટબો (૧૬/૭)]
૫૪૯ અધ્યાત્મસારમાં જે પાંચમું “નિરુદ્ધ' નામનું ચિત્ત બતાવેલ છે, તે પરમાર્થથી અહીં જાણવું. તથા પોતાના વિશુદ્ધ ચૈતન્યમાં એકતાનતા-એકરસતા અહીં સમ્યફ પ્રકારે પરાકાષ્ઠાએ પહોંચે છે. આ એકતાનતા એ જ પરા દૃષ્ટિમાં રહેલા મહાયોગીની પરા ભક્તિ જાણવી.
કફ સિદ્ધિયમની પરાકાષ્ઠા સૂફ તથા અચિંત્ય = અવર્ણનીય અમોઘ શક્તિના યોગથી અહિંસા, સત્ય વગેરે યમ પરાર્થસાધક બને છે. મતલબ કે પરા દૃષ્ટિમાં વર્તતા યોગીની પાસે આવેલા હિંસક પ્રાણીઓ પણ અહિંસક બની જાય છે. તેઓની હિંસકવૃત્તિ નાશ પામે છે. મહામૃષાવાદી પણ તેમની પાસે આવવા માત્રથી, તેમના યોગપ્રભાવથી-સિદ્ધિયમપ્રભાવથી, તાત્કાલિક સત્યવાદી બની જાય છે. આમ શુદ્ધ અંતરાત્માવાળા આ મહાયોગી પાસે અહિંસા, સત્ય વગેરે સંબંધી સિદ્ધિયમ અત્યંત પ્રકૃષ્ટપણે વર્તતા હોય છે - તેમ સિદ્ધ થાય છે. યોગદૈષ્ટિ સમુચ્ચય, યોગવિંશિકા, દ્વાત્રિશિકા પ્રકરણ, અધ્યાત્મસાર વગેરે ગ્રંથમાં ‘સિદ્ધિયમ” વર્ણવેલ છે. ચંદનમાં સુગંધ જેમ આત્મસાત થયેલ હોય, તેમ અહીં ધર્મપ્રવૃત્તિ આત્મસાત થાય છે. એ. યોગદષ્ટિસમુચ્ચયમાં અષાદિ જે આઠ ગુણ બતાવેલ છે, તેમાંથી આ આઠમો ગુણ જાણવો. આ
વાસી-ચન્દનકયતાનો પ્રાદુર્ભાવ છે પ્રશ્નવ્યાકરણસૂત્ર, મહાનિશીથસૂત્ર, આવશ્યકનિર્યુક્તિ, વ્યવહારસૂત્રભાષ્ય, મરણવિભક્તિ પ્રકીર્ણક, A ઉપદેશમાલા, પ્રશમરતિ, યોગશતક, અષ્ટકપ્રકરણ વગેરે ગ્રંથોમાં બતાવેલ વાસી-ચંદનકલ્પતા આ આ અવસ્થામાં પરમાર્થથી પ્રગટે છે. (૧) વાસી = કરવત. એક માણસ કરવતથી મુનિના શરીરને છોલેઅને બીજો માણસ ચંદનથી મુનિદેહનું વિલેપન કરે છતાં મુનિને તે બંને પ્રત્યે સમાન ભાવ હોય. ઈ. મુનિની કોઈ નિંદા કરે કે પ્રશંસા કરે તેમ છતાં મહાત્માનો ભાવ તે બન્ને પ્રત્યે એક સરખો હોય. યો અણગારની આ અવસ્થા વાસી-ચન્દનકલ્પ કહેવાય. આ મુજબ મહાનિશીથસૂત્રમાં જણાવેલ છે. તથા (૨) “કરવત જેવા અપકારકારી જીવો વાસ્તવમાં મારા પાપોને છોલવામાં નિમિત્ત બને છે, ઉપકારી છે, બને છે. તેથી તે ચંદન જેવા છે' - આવું જે કલ્પ = વિચારે તે પણ વાસીચંદનકલ્પ કહેવાય. અથવા (૩) વાસીમાં = કરવતતુલ્ય અપકારી જીવોમાં ચંદનના કલ્પની = છેદની જેમ જે ઉપકાર કરે, તે વાસીચંદનકલ્પ કહેવાય. મતલબ કે જેમ ચંદન પોતાને છેદનાર વાસીને = કરવતને પણ સુંગંધ આપે છે, તેમ અપકારી ઉપર ઉપકાર કરે તે વાસીચંદનકલ્પ કહેવાય. અથવા (૪) વાસીમાં = કરવતસમાન અપકારી જીવોમાં ચંદન જેવો કલ્પ = આચાર જેમનો હોય તે વાસીચંદનકલ્પ કહેવાય. અથવા (૫) વાસીમાં = કરવત જેવા અપકારી જીવોમાં જે સાધુ ચંદનકલ્પ = ચંદનતુલ્ય છે, તે સાધુને વાસીચંદનકલ્પ કહેવાય. (અષ્ટકપ્રકરણવૃત્તિના આધારે અન્ય અર્થ લખેલ છે.) આવી દશા પરમાર્થથી અહીં પ્રગટે છે.
) સામાચિકચારિત્ર બલિષ્ઠ બને ) પ્રવ્યાકરણસૂત્ર, અનુયોગદ્વારસૂત્ર, આવશ્યકનિયુક્તિ વગેરેમાં સર્વ જીવો પ્રત્યે સમતા રાખવાની પરિણતિસ્વરૂપ સામાયિકચારિત્ર બતાવેલ છે. તે સામાયિકચારિત્ર આ આઠમી યોગદષ્ટિમાં અત્યંત બળવાન બને છે.