Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૫૪૨
[ અધ્યાત્મ અનુયોગ સહિત -સત્યાદિ મહાવ્રત સંબંધી “સ્થિરયમ અહીં પ્રાપ્ત થાય છે. યોગદૃષ્ટિ સમુચ્ચય, યોગવિંશિકા, તાત્રિશિકા પ્રકરણ, અધ્યાત્મસાર વગેરે ગ્રંથોમાં “સ્થિરયમ ની વિશેષ છણાવટ કરેલી છે. અહિંસા વગેરે ધર્મસ્થાનની પ્રાપ્તિ સ્વરૂપ સિદ્ધિ અહીં તાત્ત્વિક જાણવી. ષોડશકમાં તેને આશયવિશેષાત્મક દર્શાવેલ છે.
- અસંગ અનુષ્ઠાનની પરાકાષ્ઠા - સ્થિર યમ અને તાત્ત્વિક સિદ્ધિ એ જ્ઞાનના પરિપાકની નિશાની તરીકે જાણવા યોગ્ય છે. અધ્યાત્મ ઉપનિષદમાં કહે છે કે “જ્ઞાનના પરિપાકથી ક્રિયા અસંગપણાને = આત્મસાતપણાને પામે છે. જેમ ચંદનમાંથી સુગંધ છૂટી પડતી નથી, તેમ સ્વભૂમિકાયોગ્ય ધારણા, ધ્યાન, કાયોત્સર્ગ, યતના વગેરે સસાધનસ્વરૂપ) ક્રિયા આત્મજ્ઞાનીથી અલગ થતી નથી. પરંતુ અસંગપણે સહજતઃ વણાઈ જાય. પૂર્વે (૧૫/૨-૩) આ સંદર્ભ દર્શાવેલ. તેનું અહીં અનુસંધાન કરવું. આ રીતે પ્રભા દૃષ્ટિમાં વર્તતા યોગીને ષોડશકમાં દર્શાવેલ “અસંગ અનુષ્ઠાન” પ્રકૃષ્ટ બને છે. અસંગ અનુષ્ઠાનનું બીજું નામ “સપ્રવૃત્તિપદ
છે. તે પ્રભા દૃષ્ટિમાં ઝળહળતું હોય છે. આ વાત યોગદૃષ્ટિ સમુચ્ચય, ધાત્રિશિકા વગેરેમાં વ્યક્તપણે * દર્શાવેલ છે. આ અસંગઅનુષ્ઠાન જ “મહાસમાધિબીજ સ્વરૂપે શ્રીહરિભદ્રસૂરિજીએ બ્રહ્મસિદ્ધાન્ત સમુચ્ચયમાં યા જણાવેલ છે. પોતાના સહજ સ્વરૂપનું સાધકપણું = સાધકદશા અહીં પ્રકર્ષને પામે છે.
જે સાધકનો ઉપયોગ રાગાદિથી દબાય નહિ જ માં આ રીતે પરદ્રવ્ય-ગુણ-પર્યાયસંબંધી કર્તૃત્વ-ભોક્નત્વપરિણતિ વિદાય લે છે. પોતાના અશુદ્ધદ્રવ્ય, 3 વૈભાવિક સ્વગુણ તથા મલિન સ્વપર્યાય વિશેનું પણ કર્તુત્વ-ભોસ્તૃત્વ વિલીન થાય છે. પોતાના શુદ્ધ
આત્મદ્રવ્ય, શુદ્ધ ગુણ અને શુદ્ધ પર્યાય અંગે કર્તુત્વ-ભોસ્તૃત્વપરિણતિ પ્રતિષ્ઠિત થાય છે. પ્રશસ્ત કે 0 અપ્રશસ્ત એવા રાગાદિ વિભાવ પરિણામોથી પોતાનો ઉપયોગ જરાય દબાતો નથી, કચડાતો નથી. છે કારણ કે રાગાદિ ભાવો કરતાં નિજ ઉપયોગ અધિક બળવાન બનેલ છે. સમસ્ત પરદ્રવ્ય
-ગુણ-પર્યાયો પ્રત્યે સાધક ભગવાનના અંતરમાં અત્યંત ઉદાસીનતા પ્રવર્તે છે. આવી ઉદાસીનતા સ્વરૂપ છે નિર્વેદપરિણતિ કેળવીને પોતાના વિશુદ્ધ આત્મદ્રવ્ય-ગુણ-પર્યાયોમાં જ સાધક પ્રભુ સમ્યક પ્રકારે તૃતિને
અનુભવે છે. તેથી જ “અમે દેહધારી છીએ કે કેમ ?' તેવો વિકલ્પ પણ ત્યારે તેમને અડતો નથી. આ ચૈતન્યપટ ઉપર રાગાદિ ઔપાધિક ધર્મો ઉત્પન્ન થઈ રહેલા છે કે કેમ ? તે પણ તેઓ ખૂબ વિચારે તો માંડ-માંડ જણાય છે. ત્યારે વિદ્યમાન હોવા છતાં ક્ષીણ થઈ રહેલા રાગાદિ ઔપાધિક ધર્મો સ્વતઃ જણાતા પણ નથી, આંખે ઉડીને વળગતા નથી. આ અંગે મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે ધર્મપરીક્ષાવૃત્તિમાં જણાવેલ છે કે “ઔપાધિક ગુણધર્મોના જ્ઞાનમાત્ર પ્રત્યે સ્વાભાવિક ગુણધર્મના જ્ઞાનની સામગ્રી પ્રતિબંધક છે.” સ્વાભાવિક-નિરુપાધિક ગુણધર્મના જ્ઞાનની સામગ્રી અત્યંત બળવાન છે.
છે સાધુની યોગધારા-ઉપયોગધારા વસનુખ પ્રવર્તે છે તેથી જ તે અવસ્થામાં વર્તતા યોગીઓને ભિક્ષાટન, પ્રતિક્રમણ વગેરે આવશ્યક અનુષ્ઠાનોમાં પ્રવર્તતી યોગધારા અને ઉપયોગધારા આત્મસન્મુખપણે જ પ્રવર્તે છે. કર્મોદયધારામાં તન્મયતાને સાધક છોડે છે. કર્મોદયધારામાં ભળ્યા વિના, એકમેક થયા વિના, ઓતપ્રોત બન્યા વગર પોતાના ઉપયોગને શુદ્ધ કરવા માટે સાધક પ્રભુ દેઢ પ્રયત્ન કરે છે. વર્તન, વાણી, વિભાવપરિણામ, વિકલ્પ, વિચાર વગેરેને સાધક