Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૩૯૪
[ અધ્યાત્મ અનુયોગ સહિત છે ઉત્સુકતા છોડીએ, જ્ઞાનજ્યોત પ્રગટાવીએ છે રાગ-દ્વેષમુક્ત જીવ બાહ્ય ઉત્સુકતાને રવાના કરી, અંતરંગજ્ઞાનજ્યોતને પ્રગટાવી, બંધદશાને ક્ષીણ દયા કરી, સદા માટે અબંધદશાને પ્રગટાવી, જૂના બાંધેલા કર્મની નિર્જરા કરી, અંતરમાં જ સંતુષ્ટ બની,
મ સચ્ચિદાનંદઘન-વિશુદ્ધ-પરિપૂર્ણ-શાશ્વત-નિજચૈતન્યસ્વભાવમાં ગળાડૂબ થઈને કૈવલ્ય જ્યોત પ્રગટાવી, જ વહેલી તકે મોક્ષને પ્રાપ્ત કરે છે. મોક્ષનું સ્વરૂપ મહાનિશીથસૂત્રમાં આ પ્રમાણે વર્ણવેલ છે કે શિવાલય
અ = સિદ્ધાલય (૧) શાશ્વત સુખયુક્ત છે, (૨) પીડારહિત છે, (૩) રોગ-ઘડપણ-મોતથી શૂન્ય છે, . (૪) ત્યાં દુઃખ અને દારિય દેખાતા નથી, (૫) ત્યાં નિત્ય આનંદ છે.” પ્રસ્તુતમાં પૂજ્યપાદસ્વામી
દ્વારા રચિત સમાધિતંત્રની કારિકા અનુસંધાન કરવા યોગ્ય છે. ત્યાં જણાવેલ છે કે “અંતરમાં જેની ય જ્ઞાનજ્યોત મોહથી ઢંકાયેલ છે, તે મૂઢ બહિરાત્મા બહારમાં શરીરાદિમાં ખુશ થાય છે. પરંતુ જેનો , આત્મા પ્રબુદ્ધ થયેલો છે, તે બાહ્ય પદાર્થોના કૌતુકથી મુક્ત બનીને અંતરંગ આત્મસ્વરૂપમાં સંતુષ્ટ
રહે છે.” (૧૩/૧૪)