Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પધાર્યનો રસ +ટબો (૧૪/૧૩)].
૪૨૯ એ જ શ્રેષ્ઠ છે. પરદ્રવ્ય-ગુણ-પર્યાયમાં ગ્રહણ-ઉત્પત્તિરૂપ પરિણતિ (= ચર્યા) તે સારી નથી.” (મહોપાધ્યાયજીરચિત જ્ઞાનસારટબાના આધારે આ અર્થ લખેલ છે.) ખરેખર અંતર્મુખ થઈને પોતાના શુદ્ધ આત્માને પોતાના ઉપયોગનો વિષય બનાવ્યા વિના અપરોક્ષ સ્વાનુભવ નથી જ થઈ શકતો. શુદ્ધાત્માને પોતાના ઉપયોગનો વારંવાર વિષય બનાવવાથી અલ્પજ્ઞ પણ નિયમા અલ્પકાળમાં સર્વજ્ઞ બની જાય છે. તેથી શાસ્ત્રજ્ઞાનને મેળવવા માટે જેટલો પ્રયત્ન કરવામાં આવે છે, તેના કરતાં આત્મજ્ઞાનને મેળવવા માટે ઘણો વધુ પ્રયત્ન આત્માર્થી જીવે કરવો જોઈએ.
પરને જાણવા-જવા-ભોગવવાની મિથ્યામતિ છોડીએ આત્મજ્ઞાનગોચર પ્રયત્ન બળવાન થવાથી અનાદિકાલીન મિથ્થામતિને સાધક છોડે છે. અનાદિ કાળથી જીવને એવી મિથ્થામતિ-મિથ્યારુચિ-મિથ્યાશ્રદ્ધા દઢ થયેલ છે કે “પોતાના આત્માથી ભિન્ન પરદ્રવ્યોને જાણવાથી, પરદ્રવ્યોને ઉત્પન્ન કરવાનો કે પરદ્રવ્યોને મેળવવાનો પ્રયત્ન કરવાથી સુખ મળે છે. પરદ્રવ્યોને ૨છે. એક વાર કે વારંવાર ભોગવવાથી સુખ ઉત્પન્ન થાય છે. અરે ! પરદ્રવ્યોને મેળવવાની કલ્પના-ઇચ્છા થા -આકાંક્ષા વગેરેથી પણ સુખ મળે છે. તથા પરદ્રવ્યોને ન જાણવાથી, પારદ્રવ્યોને પ્રાપ્ત કરવાનો પ્રયાસ ના કરવાથી દુઃખી થવાય છે. પત્ની-ભોજન-વસ્ત્રાદિ પરદ્રવ્યોનો ભોગ-ઉપભોગ ન કરવાથી સુખહાનિ થાય છે. છે, દુઃખ ઉત્પન્ન થાય છે. પત્ની વગેરે પરદ્રવ્યોની સ્પૃહા-કામના વગેરે ન કરવાથી દુઃખી થવાય છે.” અનાદિકાલીન આ મિથ્યામતિ વગેરેને છોડીને પરદ્રવ્યોને જાણવાનો, જોવાનો કે મેળવવાનો પ્રયત્ન, ભોગવવાનો એ સંકલ્પ વગેરે પણ સાધકે છોડવા જોઈએ. અન્ય સમસ્ત શેય વસ્તુના જ્ઞાન વગેરેથી રહિત બનીને સાધકે પોતાના જ શુદ્ધ આત્માને જાણવો જોઈએ. તેને જ પ્રગટાવવાનો = અનુભવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ પોતાના જ શુદ્ધ આત્મામાં એકવાર-અનેકવાર રમણતા-ક્રીડા કરવી. તથા તેની જ વારંવાર સ્પૃહા કરવી. .
આત્માના આનંદરવભાવને ઓળખીએ છે તેના પ્રભાવથી જ્યારે નિર્મળ આત્માનો આનંદસ્વભાવ પ્રગટે છે. ત્યારે સાધક ભગવાનને અંદરમાં અભ્રાન્તપણે પ્રતીતિ થાય છે કે “હું શરીરરહિત છું. પરમાર્થથી મારું અસ્તિત્વ દેહથી નિરપેક્ષ છે. શબ્દો દ્વારા મારી ઓળખ થઈ શકે તેમ નથી. હું શ્રેષ્ઠ તત્ત્વ છે, વીતરાગ છું, વિકારશૂન્ય છું. હું સંકલ્પ-વિકલ્પનો વિષય નથી. મને મારો આત્મા અત્યંત પ્રિય છે. હું ગુણોથી વિકસ્વર છું, આપત્તિશૂન્ય છું. હું વિષાદશૂન્ય છે. વ્યાધિરહિત છું. હું વિજ્ઞાનઘન છું. હું કર્મમળશૂન્ય છું. અનંત આનંદ મારો સ્વભાવ છે. તથા મારો આનંદસ્વભાવ પણ મારાથી અભિન્ન હોવાથી વિદેહ = દેહનિરપેક્ષ છે, શબ્દાતીત છે, શ્રેષ્ઠ છે, રાગરહિત-તૃષ્ણાશૂન્ય છે, વિકારવિકલ છે. મારા આનંદસ્વભાવમાં વિકારનો છાંટો નથી. મારો નિરુપાધિક આનંદસ્વભાવ નિર્વિકલ્પ છે. મને તે અત્યંત પ્રિય છે. તે વિકસ્વર છે. તે વિપત્તિશૂન્ય, વિષાદવિકલ, રોગરહિત છે. મારો આનંદસ્વભાવ ચૈતન્યમય-ચૈતન્યઘન-વિજ્ઞાનઘન છે. તે વિમલ છે, નિર્મલ છે.” આવા નિર્મળ આનંદસ્વભાવને સાધક જ્યારે મેળવે છે, પ્રગટાવે છે, ત્યારે બીજું કશું પણ મેળવવા લાયક બાકી રહેતું નથી. જ્ઞાનસારમાં મહોપાધ્યાયજીએ જ જણાવેલ છે કે “આત્માના સ્વભાવની પ્રાપ્તિ થતાં બીજું કાંઈ પણ પામવા જેવું બાકી રહેતું નથી.” આ શુદ્ધ આત્મસ્વભાવનો લાભ થવાથી સંવેગરંગશાળામાં વર્ણવેલ મોક્ષ સુલભ બને. ત્યાં શ્રીજિનચન્દ્રસૂરિજીએ જણાવેલ છે કે શારીરિક-માનસિક દુઃખનો ઉચ્છેદ થવાથી મોક્ષ સદા સુખમય છે.” (૧૪/૧૩)