Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૫૦૯
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રસ + ટબો (૧૪/૭)]
(૧૩) આવી માર્ગાનુસારી બુદ્ધિના લીધે તીવ્ર પાપનો ક્ષય થવાથી મોક્ષસાધક સદનુષ્ઠાનનો તીવ્ર રાગ તેમનામાં ઝળહળતો હોય છે. આ વાત કાત્રિશિકા પ્રકરણ મુજબ જાણવી.
પ્રીતિ અનુષ્ઠાનનો પ્રકર્ષ છે (૧૪) તેથી આ ભૂમિકામાં પ્રીતિ અનુષ્ઠાન પ્રકૃષ્ટ થાય છે તથા વિશુદ્ધ બને છે. કારણ કે “) અનુષ્ઠાનમાં આદર, (II) અનુષ્ઠાન કરવામાં પ્રીતિ, (II) અનુષ્ઠાન કરવામાં વિઘ્નનો અભાવ, (1) સંપત્તિનું આગમન, (અનુષ્ઠાનાદિના સ્વરૂપની જિજ્ઞાસા, (VI) અનુષ્ઠાનના જાણકારની સેવા અને ઘ' શબ્દથી VII) અનુષ્ઠાનના જાણકાર આપ્ત પુરુષનો અનુગ્રહ – આ સદનુષ્ઠાનના લક્ષણો છે - આ મુજબ બ્રહ્મસિદ્ધાંતસમુચ્ચય તથા કાર્નિંશિકા પ્રકરણમાં જણાવેલા સદનુષ્ઠાનના પ્રાયઃ તમામ લક્ષણો અહીં હાજર હોય છે. તથા ક્રિયાશુદ્ધિમાં કારણ બનનારા પ્રણિધાનાદિ આશયો અહીં પ્રગટ થઈ ચૂકેલા હોય છે. હાર્નાિશિકાપ્રકરણવ્યાખ્યામાં (૧૦૯) પ્રણિધાનાદિને ક્રિયાશુદ્ધિના કારણ તરીકે જણાવેલ છે.
વિષયપ્રતિભાસ જ્ઞાનના વળતા પાણી મા (૧૫) ઉપદેશપદ, અષ્ટક પ્રકરણ, દ્રાવિંશિકા પ્રકરણ વગેરેમાં દર્શાવેલ વિષયપ્રતિભાસ જ્ઞાનની ,,, તાકાત સાવ ખલાસ થતી જાય છે. હેયમાં હેયપણાની ઓળખાણ કે ઉપાદેયમાં ઉપાદેયપણાની ઓળખાણ થયું વિષયપ્રતિભાસ જ્ઞાનમાં હોતી નથી. આવા મુગ્ધ જ્ઞાનની શક્તિ અહીં ક્ષીણ થતી જાય છે. તેમજ યોગદૃષ્ટિ (મ સમુચ્ચયમાં વર્ણવેલી બહિર્મુખી બુદ્ધિનું સામર્થ્ય પણ અત્યંત ઘટતું જાય છે.
આત્મજ્ઞાનનો આવિર્ભાવ છે (૧૬) “મુક્તિ વગેરે અતીન્દ્રિય પદાર્થનું સ્વરૂપ કેવું હશે? તેનું મુખ્ય અમોઘ કારણ શું હશે? S. તેનું ફળ કેવું હશે ? કેવી રીતે આ બધું સંગત થાય અને અસંગત થાય?’ - આવા પ્રકારના ઊહાપોહ દ્વારા પૂર્વે શાસ્ત્રાદિના માધ્યમે જાણેલા આત્માદિ પદાર્થના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય કરનારું પ્રતીતિસ્વરૂપ વા. જ્ઞાન અહીં સારી રીતે વધતું જાય છે. આનું નિરૂપણ યોગદષ્ટિસમુચ્ચય (શ્લોક-૧૨૧) વગેરેમાં મળે છે. મેં
1 / યોગપૂર્વસેવા વિશુદ્ધતર છે. (૧૭) આવું નિર્મળજ્ઞાન મળવાના લીધે જ અહીં યોગની પૂર્વસેવા વિશુદ્ધતરસ્વરૂપે પ્રવર્તે છે. યોગબિંદુ, ત્રિશિકા વગેરેમાં વિસ્તારથી પૂર્વસેવા બતાવી છે. સંક્ષેપમાં તે આ મુજબ સમજવી. (1) ગુરુપૂજા, (II) પ્રભુપૂજા, (II) દાન-દાક્ષિણ્ય-દયા-દીનોદ્ધાર વગેરે સદાચાર (IV) વિવિધ તપશ્ચર્યા, () મુક્તિનો અદ્વેષ. મિત્રા-તારા યોગદષ્ટિની અપેક્ષાએ અહીં અધિક શુદ્ધિવાળી પૂર્વસેવા પ્રવર્તે છે.
6 અધીરાઈને વિદાય આપીએ a (૧૮) બલાદષ્ટિમાં રહેલા સાધક સંતોષી હોવાથી આમથી તેમ ખોટી દોડધામ કરતા નથી. શાંતિથી, સ્થિરતાથી અને સુખેથી અધ્યાત્મસાધનામાં રચ્યા-પચ્યા રહે છે. તેથી તેમને સુખાસનની સિદ્ધિ થાય છે. સુખપૂર્વક એકી બેઠકે સાધનામાં લીન થાય છે. તેથી તેઓ હાલવા-ચાલવા વગેરેનું કામ કરે તે પણ ઉતાવળ વિના કરે છે. “હું આત્મા છું, શરીર નથી. શરીર આમથી તેમ ચાલે છે, હું નહિ. હું તો શરીરને ચલાવનાર છું, ચાલનાર નહિ' - આવા પ્રણિધાનપૂર્વક ગમનાદિ ક્રિયામાં તે જોડાય છે. તેમજ ગુરુવંદન, પ્રભુવંદન-પૂજનાદિ ધર્મસાધના પણ ઉતાવળ વિના કરે છે તથા આત્મશુદ્ધિના લક્ષથી કરે છે.