Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૫૧૮
[ અધ્યાત્મ અનુયોગ સહિત હળ અપૂર્વકરણમાં ગ્રંથિભેદ થી (૩૫) ત્યાર બાદ સાધક ભગવાન પોતાના જ પરમ શીતળ, ત્રિકાળશુદ્ધ, પરિપૂર્ણ વીતરાગપણે પરિણમેલ ચૈતન્યના અખંડ પિંડમાં એકતાન, લયલીન, તન્મય-એકાકાર-એકરસ બને છે. તેના લીધે સાધક પ્રભુમાં અપૂર્વ આત્મશક્તિ ઉછળે છે. આ રીતે તે અપૂર્વકરણમાં પ્રવેશે છે. આત્માની નિર્મળ ચૈતન્યપરિણતિને ઉપાદેયપણે ગ્રહણ કરવામાં અપૂર્વકરણ નિપુણ હોય છે. સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગ આદિ તપશ્ચર્યા, ઈન્દ્રિય-મનનો સંયમ, વિશુદ્ધ શીલ વગેરે ગુણોના સામર્થ્યથી સક્રિયતા એવી સમુચિતયોગ્યતા અહીં ગ્રંથિભેદાદિ ફળને તાત્કાલિક જન્માવે તેવી ફલોપધાયયોગ્યતા સ્વરૂપે પ્રકૃષ્ટપણે પરિણમે છે. તેથી અપૂર્વ આત્મવીર્ષોલ્લાસથી નિર્ભયપણે આત્માર્થી ભગવાન અનાદિકાલીન નિબિડ-ગૂઢ રાગાદિમય તમોગ્રંથિને ભેદે છે. અત્યંત દૃઢ થયેલ સંવર, ઉપશમ, ઈન્દ્રિયદમન, સમતા, મધ્યસ્થતા વગેરે સદ્ગણોના બળથી અનંતાનુબંધી ક્રોધાદિ ચારેય કષાયો ક્ષીણ થાય છે. પૂર્વે કદાપિ ન અનુભવેલ આધ્યાત્મિક
પ્રશમરસના આનંદની છોળો અંદર ઉછળે છે. અનંત આત્માનંદનો મહાસાગર અંદર હિલોળે ચઢે છે. ૨૬ તેનો અનુભવ કરીને પણ સાધક તેમાં અટવાતો નથી, અટકતો નથી. પરંતુ પોતાના શુદ્ધ આત્માને ૮ ગ્રહણ કરવા સતત તલસે છે. તેવી પાવન નિર્મળ ભાવધારાને તે અખંડપણે સમ્યક્ પ્રકારે પ્રકૃષ્ટ રીતે
આગળ વધારે છે. ઉછાળે છે. સાધક પ્રભુ સ્વયં તેવી અખંડ વિમલ ભાવધારામાં આગેકુચ કરે છે. dી તેવી વિશુદ્ધ અધ્યવસાયધારાના માધ્યમે આંતરિક મોક્ષમાર્ગે આત્માર્થી ઝડપથી આગળ વધે છે. અહીં - શીલપ્રાભૂતની એક ગાથાનું અનુસંધાન કરવું. ત્યાં જણાવેલ છે કે “વિષયરાગના રાગથી = પક્ષપાતથી જા આત્માની જે ગાંઠ = ગ્રંથિ બંધાયેલી હતી, તેને કૃતાર્થ સાધકો તપ, સંયમ અને શીલ ગુણથી છેદી છે નાંખે છે.” દરેક આત્માર્થી મુમુક્ષુથી આવો ગ્રંથિભેદ થઈ શકે તેમ છે.
આત્મસાક્ષાત્કારનો પરિચય ; (૩૬) હવે સાધક ભગવાન અનિવૃત્તિકરણમાં પ્રવેશે છે. નિજ નિઃસંગ-નિર્મલ-નિર્વિકલ્પ છે ચૈતન્યપરિણતિમાં રમણતા-લીનતા કરવામાં અનિવૃત્તિકરણ નિષ્ણાત હોય છે. ત્યારે મન-વચન-કાયાની
શુભપ્રવૃત્તિ, શુભ આત્મપરિણામ, વિશુદ્ધ વેશ્યા, પ્રશસ્ત અધ્યવસાય, અન્તર્મુખતા સાધકમાં વણાયેલ હોય છે. પોતાના શુદ્ધ સ્વરૂપને પરિપૂર્ણપણે પ્રાપ્ત કરવાનું પ્રબળ પ્રણિધાન તેના અંતરમાં છવાયેલ હોય છે. તેને પોતાના શુદ્ધ સ્વભાવનું અંદરમાં પ્રકૃષ્ટપણે ભાસ થાય છે. નિરાગ્રહી અને નિખાલસ એવા અંતઃકરણમાં પ્રગટતા વર્ધમાન આત્મજ્ઞાનગર્ભિત વૈરાગ્ય તથા ઉપમાતીત ઉપશમભાવ વગેરેના બળથી આત્માર્થી સાધક અનાદિ સહજમળથી વણાયેલી મહાઘોર અને મહારૌદ્ર એવી મિથ્યાત્વપરિણતિને મૂળમાંથી ઉખેડે છે. ત્યારે શરીર, પાંચ ઈન્દ્રિય, વાણી, મન, કર્મ, પુદ્ગલ વગેરેથી ભિન્ન એવા પોતાના આત્મતત્ત્વની અપરોક્ષ અનુભૂતિ થાય છે. સાધક ભગવાનને પોતાનો આત્મા પૂર્ણાનંદમય, પરમ શાન્ત, અસંગ, નિર્મલ, અવિનાશી સ્વરૂપે અનુભવાય છે. નિજ આત્મદ્રવ્ય નિરાલંબી, સ્વાવલંબી છે - તેવું તે સાક્ષાત્ અનુભવે છે. પરદ્રવ્ય-ગુણ-પર્યાયના ટેકે તો નિજ આત્મદ્રવ્ય ઊભું નથી. પરંતુ પોતાના ગુણ-પર્યાયના ટેકાની પણ તેને જરૂરત નથી. “આવો સ્વયંભૂ, સ્વાવલંબી આત્મા એ જ હું છું - એવો સાક્ષાત્કાર સાધકને થાય છે.