Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૫૩૧
દ્રવ્ય-ગુણ-પધાર્યનો રાસ + ટબો (૧૭)]
(A) ઝાંઝવાના નીરના દૃષ્ટાંતથી તુચ્છ છે. (B) છીપમાં ચાંદીનો ભાસ થાય તેમ માત્ર દુઃખમાં સુખનો આભાસ-પ્રતિભાસ થવા સ્વરૂપ છે. (C) સડન, ગલન, પતન, પૂરણ વગેરે સ્વભાવથી વણાયેલ અશુચિ પુદ્ગલોનો આ નાચ છે. (D) આ ભોગપ્રવૃત્તિ અસાર છે. તેમાં કાંઈ દમ નથી. (E) એ અસાધ્ય રોગની મહાભયંકર પીડા સ્વરૂપ છે. (F) એ આત્માની વિડંબના સ્વરૂપ છે. (G) કર્મરાજાને આપવાના કર (Tax) તુલ્ય છે. (H) ડાકણ અને શાકિની વગેરેના વળગાડ જેવી છે. (I) આ ભોગપ્રવૃત્તિ નિર્લજ્જતાસ્વરૂપ છે. () ભોગપ્રવૃત્તિ એ ઢોરનો સ્વભાવ છે, ઢોરદશા છે, પશુચેષ્ટા છે, () એ સ્વચ્છંદતા સમાન છે. (L) નવા-નવા પાપકર્મોને ભેગા કરવાના આમંત્રણ સમાન આ ભોગપ્રવૃત્તિ છે.
(M) રાગ-દ્વેષ જેવા રસી-પથી ખદબદતા ગૂમડા અને ફોડલાના સ્પર્શ સ્વરૂપ છે. સહેજ અડો ધ્યા કે તરત ફોડલો ફૂટે અને ચારે બાજુ રસી-પરુ ફેલાઈ જાય તેમ ભોગપ્રવૃત્તિને અલ્પાંશે પણ આત્મા અડકે કે તરત આત્મામાં રાગ-દ્વેષ ચોતરફ વ્યાપ્ત થઈ જાય.
(N) ઝેરી લાડુનો આસ્વાદ કરવા સ્વરૂપ ભોજનાદિ ભોગપ્રવૃત્તિ છે. (O) પ્રાણ હરી લે તેવી ભયંકર દુર્ગધને સૂંઘવા સ્વરૂપ આ ભોગપ્રવૃત્તિ છે.
(P) પોતાના ચૈતન્યસ્વરૂપનું વિસ્મરણ કરાવે તેવા રૂપને જોવા સમાન આ ભોગપ્રવૃત્તિ છે. સ્ત્રીરૂપદર્શન નિજસ્વરૂપદર્શનને ભૂલાવે છે.
() પ્રાણહર દૃષ્ટિવિષ સર્પની દૃષ્ટિ આપણા ઉપર પડે તેવી ભોગપ્રવૃત્તિ છે. (R) પિશાચ, વેતાલ વગેરેના ક્રૂર અવાજને સાંભળવા સમાન સંગીત-ગીતશ્રવણાદિ ભોગપ્રવૃત્તિ છે. (S) આ ભોગવિલાસ મહાવિપત્તિ સ્વરૂપ જ છે. (T) ખરેખર ભોગપ્રવૃત્તિ એ આત્મવંચના સ્વરૂપ છે.
(0) મહામોહસ્વરૂપ જાદુગરની નજરબંધી જેવી ભોગપ્રવૃત્તિ છે. ઠગારો મહામોહ તેમાં જે સુખરૂપતા-સારભૂતતા વગેરે બ્રાન્ત ગુણધર્મોનું દર્શન કરાવે, તે જ તેમાં જીવને દેખાય છે. ભોગપ્રવૃત્તિની દુઃખરૂપતા-અસારતા વગેરેનું દર્શન મોહજાદુગર થવા દેતો નથી.
V) ભોળા હરણ જેવા જીવોને બંધનમાં પાડનાર જાળસ્વરૂપ ભોગપ્રવૃત્તિ છે. (W) તે ખરેખર નાશવંત જ છે.
(૮) ભવસાગરને તરનારા આત્મા માટે ભોગપ્રવૃત્તિ એ ગળે બાંધેલ મોટી શિલા-પત્થર સમાન ભાર-બોજ સ્વરૂપ છે, ડૂબાડનાર છે.
(Y) કર્મ, કાળ, નિયતિ, સહજમળ, વિપશક્તિ અને આવરણશક્તિ વગેરેના દોરી સંચારથી થતા નાટક સ્વરૂપ આ ભોગપ્રવૃત્તિ છે.
(2) ભોગપ્રવૃત્તિ દુર્ગતિની પરંપરાને ઉત્પન્ન કરવા માટે સમર્થ છે.