Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૧૬/૭)]
૫૨૩ ૧૩ વગેરે.) જિનવાણીશ્રવણનું તેને વ્યસન હોય છે. જિનવાણીને સાંભળ્યા બાદ તે ચિંતન-મનનાદિ પણ આત્મલક્ષથી કરે છે. સાધર્મિકભક્તિ-વાત્સલ્ય વગેરે પણ તે ઉછળતા ઉલ્લાસથી કરે છે. તેમજ અવસરે પ્રાણના ભોગે, ધનના ભોગે પણ શાસનરક્ષા-શાસનપ્રભાવના વગેરે સદનુષ્ઠાનને તે કરે છે. તથા આ બધું પણ તારક સ્થાન પ્રત્યે અત્યંત સદ્ભાવને કેન્દ્રમાં રાખીને તે કરે છે. સંસારની માયા -પ્રપંચાદિથી નિરપેક્ષ રહીને તે કરે છે. તે ધર્મક્રિયામાં સંસારની ભેળસેળ કરતો નથી. કપટ, દંભ વિના ધર્મક્રિયા કરે છે. નિયાણા વિના આરાધના કરે છે. આગમિક વિધિ-નિષેધથી યથોચિત રીતે સાધના વણાયેલ હોય તેમ તે સાધનાને કરે છે. યથાયોગ્યપણે ઉત્સર્ગ-અપવાદથી ગર્ભિતપણે તે ઉપાસના કરે છે. ષોડશક, યોગદૃષ્ટિસમુચ્ચયવૃત્તિ, દ્વાત્રિશિકાપ્રકરણ ગ્રંથમાં દર્શાવેલ અનુષ્ઠાનસંબંધી ભ્રાંતિ નામના ચિત્તગત દોષથી રહિત એવા સદનુષ્ઠાનો સ્થિરા દૃષ્ટિમાં વર્તતા નિર્મળ સમ્યગ્દષ્ટિના જીવનમાં અવ્યાહત રીતે ફેલાયેલા જોવા મળે છે. વળી, જિનભક્તિ, ગુરુસેવા વગેરે પ્રત્યેની શુદ્ધ શ્રદ્ધા, મોક્ષની તીવ્ર ઝંખના સ્વરૂપ સંવેગ વગેરે ભાવો તેના અંતઃકરણમાં ઉછળતા હોય છે. આ ભાવો અમૃત છે. આ ભાવઅમૃતથી ગર્ભિત હોવાના લીધે જિનવંદન-પૂજાદિ સદનુષ્ઠાન અમૃતઅનુષ્ઠાનરૂપે પરિણમે છે. આ એ રીતે અમૃતઅનુષ્ઠાનનું મંગલાચરણ પરમાર્થથી સ્થિરા દૃષ્ટિથી જ થાય છે. યોગબિંદુ, ધાર્નાિશિકાપ્રકરણ, આ અધ્યાત્મસાર વગેરે ગ્રંથોમાં અમૃતઅનુષ્ઠાન વર્ણવેલ છે.
જ સમકિતીને સદા શુદ્ધ અનુષ્ઠાન ! જ સમ્યગ્દષ્ટિ જીવ શાસ્ત્રના આધારે, શાસ્ત્રને સાપેક્ષ રહીને જ સર્વત્ર પ્રવૃત્તિ કરે છે. ગ્રંથિભેદોત્તરકાલીન સમ્યગદર્શનના પ્રભાવે શાસ્ત્ર એની સંજ્ઞા-સમજણરૂપ બની જાય છે. તેથી તે “શાસ્ત્રસંશી' કહેવાય છે. એ સંયોગવશ કદાચ સમકિતી શાસ્ત્રને ન ભણેલ હોય તો પણ જિનોક્ત ચાદ્વાદની સમજણ તેના અંતરમાં તો યથાર્થપણે પ્રગટી ચૂકેલી હોય છે. સમ્યગ્દર્શનનું આ અવયંભાવી કાર્ય છે. તેથી જ શાસ્ત્રકારો ચારેય છે ગતિમાં રહેલા તમામ સમકિતી જીવોને દૃષ્ટિવાદોપદેશિકીસંજ્ઞાવાળા કહે છે. દષ્ટિવાદનો = સ્યાદ્વાદનો વી. ઉપદેશ તેમની સંજ્ઞામાં = સમજણમાં વણાયેલો હોય જ છે. બૃહત્કલ્પભાષ્ય, વિશેષાવશ્યકભાષ્ય, A. દંડકપ્રકરણ (ગાથા-૩૩) વગેરેમાં આ બાબત દર્શાવેલ છે. આવા સમકિતીનું અંતઃકરણ કદાપિ ક્ષુદ્રતા વગેરે ભવાભિનંદીપણાના દોષો દ્વારા પરાભવ પામતું નથી, ખળભળતું નથી. આવા અંતઃકરણના સામર્થ્યના લીધે સ્થિરા દૃષ્ટિમાં રહેલા સમકિતીને સદેવ શુદ્ધ સદનુષ્ઠાન જ હોય છે. આ વાત યોગબિંદુ, દ્વાત્રિશિકા પ્રકરણ વગેરે ગ્રંથોમાં સ્પષ્ટપણે જણાવેલ છે.
છે અપાયશક્તિમાલિન્ય + અવિધાશ્રવ રવાના થાય છે છે આ અવસ્થામાં શુદ્ધ અનુષ્ઠાન – અમૃત અનુષ્ઠાન પ્રવર્તતું હોવાથી જ સૂક્ષ્મ દૃષ્ટિને ખતમ કરનાર ઝેર તુલ્ય અપાયશક્તિમાલિન્ય મૂળમાંથી ઉખડીને કાયમી ધોરણે રવાના થાય છે. નરકાદિ દુર્ગતિનું કારણ બને તેવી પ્રવૃત્તિને અવશ્ય કરાવે તેવા સામર્થ્યને લીધે આત્માની જે મલિનતા ઉભી થયેલી હોય તે અપાયશક્તિમાલિત્ય કહેવાય. નિર્મળસમતિવાળી સ્થિરા દૃષ્ટિ આવે એટલે આ અપાયશક્તિ-માલિત્યનો અત્યંત ઉચ્છેદ થાય છે. આવું યોગદષ્ટિસમુચ્ચય અને દ્વાત્રિશિકા પ્રકરણ ગ્રંથમાં જણાવેલ છે. અપાયશક્તિમાલિન્યનો ઉચ્છેદ થવાથી આગમના માત્ર શબ્દને પકડવાના બદલે કે આગમના ઉપર -છલ્લા શબ્દાર્થને વળગવાના બદલે આગમના ઔદંપર્યાર્થ સુધી તેની દષ્ટિ પહોંચે છે. આગમના ઔદંપર્યાર્થીને - ગૂઢાર્થને શોધી કાઢનારી શ્રેષ્ઠ પ્રજ્ઞાની પરાકાષ્ઠા અહીં સારી રીતે પ્રવર્તે છે. તેનું બીજું નામ “સૂક્ષ્મ