Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૫૧૬
શું સાચો સાધક તો પ્રશાંત અને ઉદાત્ત હોય .
(૨૭) પોતાની અંદર રહેલ નિષ્કષાય અને નિર્વિકાર પરમાત્મતત્ત્વની દૃઢ પ્રતીતિ થવાના કારણે સાધકને કષાય અને વિષયવાસના પ્રત્યેનું આકર્ષણ ઓસરતું જાય છે. તેથી તેવા પ્રકારના ઉત્કટ-ઉગ્ર કષાય અને ઈન્દ્રિયવિકારો સાધકમાંથી રવાના થવા માંડે છે. આ સ્વરૂપે પ્રશાન્તપણું સાધકમાં જન્મે છે. તેથી અત્યંત નિમ્ન કક્ષાની નિર્લજ્જ સ્વચ્છંદ પશુચેષ્ટાદિસ્વરૂપ આચરણા છોડીને ઉચ્ચ-ઉચ્ચતર આદિ કક્ષાની આચરણામાં ટકી રહેવાની ટેક સાધકના ચિત્તમાં જન્મે છે. મતલબ કે વર્તમાનમાં પોતે જે દશામાં હોય તેનાથી અધિક-અધિક ઉચ્ચ આચરણ જે દશામાં થઈ શકે તે દશાને પ્રાપ્ત કરવામાં તેનું અંતઃકરણ ત્યારે તત્પર હોય છે. પોતે જે અવસ્થામાં હોય તે અવસ્થાથી આગળ-આગળની અવસ્થામાં જવાની તીવ્ર ભાવના હોય અને તે અંગે શક્ય પ્રયત્ન પણ કરે. આ સ્વરૂપે ઉદાત્તતા અહીં પ્રગટે છે.
(૨૮) આ પ્રશાન્તતા અને ઉદાત્તતા - બન્ને ગુણો પોતાના આત્મતત્ત્વના સમ્યક્ વેદન-અનુભવથી વણાયેલા હોય છે તેમજ આશ્રવ-સંવર-બંધ-નિર્જરા વગેરે સ્વરૂપ સૂક્ષ્મ ભાવોની વ્યાપક વિચારણા કરવાની * પરિણતિથી ગર્ભિત હોય છે. તેથી તે બન્ને ગુણો નિરવદ્ય આચરણનું કારણ બને છે. મતલબ કે હવે સાધકની અંદર શુદ્ધ આચરણમાં સહજપણે જોડાવાની ભૂમિકા તૈયાર થાય છે. આ જ અભિપ્રાયથી શ્રીહરિભદ્રસૂરિજીએ યોગબિંદુમાં જણાવેલ છે કે ‘ધર્મસાધનાયોગ્ય સુંદર સ્વભાવ થતાં જ શાન્તત્વ અને ì ઉદાત્તત્વ જન્મે છે. તે તત્ત્વસંવેદનથી યુક્ત હોય છે તથા (ગ્રંથિભેદની પૂર્વે પણ) સૂક્ષ્મ ભાવોની વ્યાપક વિચારણાથી સંયુક્ત હોય છે. તે બન્ને ગુણ શુદ્ધ નિરવઘ અનુષ્ઠાનના કારણ બને છે.' ઊ નિર્મળ આત્મપરિણતિસ્વરૂપ ગુણોનો પ્રાદુર્ભાવ ઊ
=
(૨૯) દીપ્રા દૃષ્ટિમાં રહેલા સાધક ભગવાનમાં પ્રગટેલી પ્રશાંતતા અને ઉદાત્તતા એ નિરવઘ નિર્દોષ આચરણનું કારણ હોવાના લીધે જ હવે તેનામાં સર્વ જીવો પ્રત્યે દયા, કરુણા, કોમળતા,
યો
મૃદુતા, નમ્રતા, પરોપકાર વગેરે ગુણોની પરિણતિ વિશેષ પ્રકારે પરિશુદ્ધ તથા પ્રબળ બને છે. આત્માની
! નિર્મળ પરિણતિ એ જ તાત્ત્વિક ગુણ છે
આ વાત ખાસ ખ્યાલમાં રાખવી.
[ અધ્યાત્મ અનુયોગ સહિત
=
-
=
સંસાર પરિમિત થાય છે ક
(૩૦) આવા દયા-કરુણાદિ નિર્મળ ગુણોના બળથી ઘણા જીવો ગ્રંથિભેદની પૂર્વે પણ પોતાના સંસારને પરિત્ત પરિમિત કરે છે. શાતાધર્મકથાંગમાં ‘મેઘકુમારના જીવે સમકિત પ્રાપ્તિની પૂર્વે હાથીના ભવમાં જીવદયાની પરિણતિના લીધે સંસારને પરિમિત કર્યો' - એ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ મળે જ છે. ૐ સર્વ જીવમાં શિવદર્શન
(૩૧) નિર્મલપરિણતિસ્વરૂપ દયા, કરુણા, કોમળતા વગેરે શુદ્ધ ગુણોના બળથી જ સર્વ જીવોને આ સાધક પોતાના સમાન જુએ છે. જેમ પોતાનો જીવ સિદ્ધસ્વરૂપ છે, તેમ બધા જ જીવો સિદ્ધસ્વરૂપ છે - આવું જોવાની ભૂમિકા પ્રગટ થાય છે. તેથી ‘કોઈ પણ જીવને હું પીડા નહિ પહોંચાડું' - આ મુજબ પ્રણિધાન, પ્રતિજ્ઞા વગેરેનું બળ પ્રગટ થાય છે. તેના કારણે આ સાધક પરપીડા વગેરેને છોડે છે. / ઈચ્છાયમ-પ્રવૃત્તિયમની પરાકાષ્ઠા
(૩૨) તે અવસ્થામાં ચરમ યથાપ્રવૃત્તકરણના લીધે આત્મામાં એક એવી દિવ્ય શક્તિ પ્રગટ થાય