Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૧૬/૭)].
૫૦૭ શુદ્ધ શાસ્ત્રસુવર્ણને તે સ્વીકારે છે. તે સાધક ગતાનુગતિક રીતે કે દેખાદેખીથી કે ઓઘદૃષ્ટિથી શાસ્ત્રને સ્વીકારતો નથી, પરંતુ યથાયોગ્ય પરીક્ષા કરીને સ્વીકારે છે. તથા તે સાધક જગતમાં વિદ્વાન-જાણકાર તરીકે પોતાની જાતને દેખાડવાના માધ્યમ તરીકે શાસ્ત્રને સ્વીકારતો નથી. પરંતુ પોતાની વર્તમાન ભૂમિકાને યોગ્ય એવા મોક્ષમાર્ગની ઓળખાણ કરવાના સાધન તરીકે તે પરીક્ષિત શાસ્ત્રને સ્વીકારે છે.
છે મોક્ષશાસ્ત્રવચનોની આછેરી ઝલક છે . (૩) તથા આ અવસ્થામાં કુતૂહલથી, ચપળતાથી, ઉત્સુકતાથી કે ઉતાવળથી શાસ્ત્રાભ્યાસ કરવાના બદલે વિરક્ત ચિત્તે, શાંતચિત્તે તે મોક્ષઉદ્દેશ્યવાળા શાસ્ત્રને ભણે છે. જેમ કે (A) “શરીર, ઘર, ધન, સ્વજન, મિત્ર અને પુત્રો - આ પરદ્રવ્ય છે. તેનાથી હું જુદો છું - આ મુજબ ઉપદેશરહસ્યની ગાથા.
(B) “જે જ્ઞાનપરિણામથી જાણે છે, તે જ્ઞાનપરિણામ આત્મા જ છે. તે જ્ઞાનપરિણામને આશ્રયીને આત્માનો વ્યવહાર કરવો' - આવી આચારાંગસૂત્રની ઉક્તિ.
(c) “ત્રણેય કાળમાં પરદ્રવ્યનો સંયોગ થવા છતાં પણ આત્મા પરદ્રવ્યના સ્વભાવને ગ્રહણ કરતો નથી' - આવી ધર્મપરીક્ષા વ્યાખ્યાની પંક્તિ.
(D) “આત્મા વગેરે તમામ ચીજ પોતાના સ્વભાવમાં જ વસે છે. પોતાના સ્વભાવનો ત્યાગ કરીને ધ્યા અન્યત્ર તે વસે તો તે સ્વભાવશૂન્ય બની જવાની સમસ્યા સર્જાય' - આ અનુયોગસૂત્રમલધારવૃત્તિનું વચન...
(E) “ચરણગુણસ્થિતિ = ચારિત્રના ગુણોનું (અથવા ચારિત્રનું અને જ્ઞાનનું) અવસ્થાન તો ળ પરમમાધ્યશ્મસ્વરૂપ છે. તે રાગ-દ્વેષના વિલય વિના ન આવે. તેથી ચારિત્રગુણસ્થિતિના ઈચ્છુક જીવે રાગ-દ્વેષના વિલય માટે અવશ્ય પ્રયત્ન કરવો- આ પ્રમાણે નરહસ્ય ગ્રંથનું કથન.
(F) “પ્રશસ્ત રાગ-દ્વેષને પણ અંતે તો કાઢવાના જ છે. તેથી તે બન્ને (વિશેષ દશામાં પ્રયોજનભૂત છે. હોવા છતાં) પરમાર્થથી ઉપાદેય નથી - આ અધ્યાત્મમતપરીક્ષા વ્યાખ્યાનું વચન.
(G) “પ્રાજ્ઞ પુરુષે ધારાવાહીસ્વરૂપે-અખંડપણે તે ભેદજ્ઞાનનો અભ્યાસ કરવો, જેનાથી જ્ઞાનાવરણાદિ ધ દ્રવ્યકર્મને અને રાગ-દ્વેષાદિ ભાવકર્મને ફેંકીને પોતે શુદ્ધસ્વરૂપે રહે' - આ અધ્યાત્મબિંદુની કારિકા. આ અને આવા પ્રકારના બીજા પણ જે જે શાસ્ત્રવચનો સ્પષ્ટપણે મોક્ષપ્રયોજનવાળા જણાય તથા કષ -છેદ વગેરે પરીક્ષાથી શુદ્ધ થયેલા હોય તેનો તે વિરક્તપણે, શાંત ચિત્તથી અભ્યાસ કરે છે.
(૪) શાસ્ત્રનું આત્મામાં પરિણમન થાય તે રીતે પરિશીલન કરે છે. તેથી પૂર્વે જે રસપૂર્વક ઉપાદેયબુદ્ધિથી પરદ્રવ્ય-પરગુણ-પરપર્યાયના સંપર્કમાં આવવાની જીવની યોગ્યતા હતી, તે હવે પ્રચુર પ્રમાણમાં ઘટે છે. તેથી ભોગતૃષ્ણા, ધનતૃષ્ણા, સન્માનતૃષ્ણા વગેરે ખોટી તૃષ્ણાઓ દૂર થાય છે.
(૫) પોતાના આત્મદ્રવ્યને, ગુણોને અને પર્યાયોને મલિન કરનારી જીવશક્તિ ક્રમશઃ ક્ષીણ થાય છે. (૬) પોતાના પરિશુદ્ધ પાવન પરમાત્મતત્ત્વ પ્રત્યે પરમ પ્રીતિ પ્રચુર પ્રમાણમાં પાંગરે છે.
& આત્મભાન સતત સર્વત્ર ટકાવીએ છે (૭) પોતાની ભૂમિકાને યોગ્ય એવા સદનુષ્ઠાન વગેરે પ્રવર્તતા હોય તે સમયે પણ સાધક ભગવાન પોતાના ઉપયોગ, રુચિ, પરિણતિ, શ્રદ્ધા, અનુસંધાન, લગની, લાગણી વગેરેના પ્રવાહને નિરંતર પોતાના આત્માની સન્મુખ જ સારી રીતે પ્રવર્તાવે છે. “તપ દ્વારા આહારસંશા કેટલી ઘટી ? દાન દ્વારા ઉદારતા કેટલી આવી ? બ્રહ્મચર્ય પાલનથી આત્મરમણતા કેટલી આવે છે? ગુરુસેવા દરમ્યાન ગુરુસમર્પણભાવ