Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
[ અધ્યાત્મ અનુયોગ સહિત
તમોગુણપ્રધાન કૃષ્ણધર્મ ૨વાના થાય છે. આત્મસ્વરૂપને સાધવામાં જેને આનંદ આવે તેની ભવપરંપરા વધે તો નહિ જ ને ! ‘હું જ અનંત શાંતિનો મહાસાગર છું. શાંતિનો માર્ગ-મોક્ષમાર્ગ મારામાં અંદર જ છે. તેથી હવે હું દઢતાથી મારી સન્મુખ થાઉં' - આવું પ્રણિધાન બળવાન થવાથી તથા આંતરિક સમજણ પોતાના મૂળભૂત સ્વભાવને-સ્વરૂપને અનુકૂળ બનવાથી મોક્ષમાર્ગમાં પ્રવેશ કરવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે. તેથી સાધક આત્મા હવે માર્ગાભિમુખ = મોક્ષમાર્ગસન્મુખ બને છે. મિત્રા અને તારા નામની યોગદૃષ્ટિની આ પ્રકૃષ્ટ અવસ્થા છે.
* માર્ગાભિમુખદશાસૂચક શાસ્રસંદર્ભ
આ માભિમુખ દશા નીચેના શાસ્ત્રસંદર્ભોની ઊંડી વિચારણા દ્વારા વધુ સ્પષ્ટ થઈ જશે. (૧) યોગદૃષ્ટિ સમુચ્ચયમાં શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે ‘અવેઘસંવેદ્યપદ જીતાય ત્યારે અવશ્યમેવ જીવોનો કુતર્કસ્વરૂપ વિષમ વળગાડ પોતાની જાતે જ પરમાર્થથી અત્યંત રવાના થાય છે.' (૨) યોગબિંદુમાં શ્રીહરિભદ્રસૂરિજીએ દર્શાવેલ છે કે ‘ભવાભિનંદી જીવોના જે દોષો છે, તેના પ્રતિપક્ષી ગુણોથી યુક્ત ! એવા જે સાધકના ગુણો પ્રાયઃ વર્ધમાન = વધતા હોય છે, તે સાધક અપુનર્બંધક તરીકે માન્ય છે.' (૩) દ્વાત્રિંશિકા પ્રકરણમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જણાવેલ છે કે ‘મિત્રા વગેરે દૃષ્ટિઓ પણ જીવને મોક્ષમાર્ગાભિમુખ કરવા વડે મોક્ષ સાથે સંયોગ કરાવતી હોવાથી જે જીવ (A) પ્રકૃતિથી ભદ્રક હોય, (B) શાંત હોય, (C) વિનીત હોય, (D) મૃદુ હોય, (E) ઉત્તમ હોય, તે કદાચ મિથ્યાદષ્ટિ હોય તો પણ આગમમાં જણાવેલ છે કે શિવરાજર્ષિની જેમ તે પરમાનંદને = મોક્ષને પામનાર છે.’
૫૦૬
(૪) યોગબિંદુવ્યાખ્યામાં કહેલ છે કે ‘મોક્ષમાર્ગપ્રવેશની યોગ્યતાને પામેલો જીવ માભિમુખ બને.' (આ શાસ્ત્રપાઠોના આધારે, પૂર્વોક્ત અઢાર મુદ્દાને સ્પષ્ટ કરવા સ્વયમેવ ઊંડી વિચારણા કરવી.) * બલાસૃષ્ટિમાં માર્ગાનુસારિતાનો પ્રકર્ષ
માભિમુખદશાથી વણાયેલી એવી મિત્રા અને તારા નામની યોગદૃષ્ટિને પરિણમાવ્યા પછી કાળક્રમે જ્યારે ત્રીજી બલાદૃષ્ટિનો સાધકને લાભ થાય ત્યારે (૧) સાધક પોતાના ચૈતન્યસ્વભાવને અનુકૂળ ટ્રો એવા બોધ અને સંકલ્પ વડે એવી સુંદર ક્રિયાનો અભ્યાસ કરે છે કે જે પોતાના મૂળભૂત સ્વભાવને
01
અનુકૂળ હોય. તેનાથી મોક્ષમાર્ગને અનુસરવામાં અવરોધ કરનારા કર્મોમાં ધરખમ ઘટાડો થાય છે.આ કારણે આત્મામાં (A) ન્યાયસંપન્ન વૈભવ, (B) ઉચિત વિવાહ વગેરે માર્ગાનુસારિતાના ૩૫ ગુણોનો સમૂહ પ્રગટ થાય છે અને વિશુદ્ધ થાય છે. યોગશાસ્ત્ર, ધર્મસંગ્રહ વગેરે ગ્રંથોમાં માર્ગાનુસારિતાના ૩૫ ગુણો વિસ્તારથી વર્ણવેલા છે. આત્મતત્ત્વને જણાવનારા શાસ્ત્રો વિશેની બૌદ્ધિક સમજણને અનુરૂપ બાહ્ય-અત્યંતર પ્રયત્ન કરવાથી પોતાની ભૂમિકા મુજબ પ્રગટતી તરતમભાવવાળી પોતાના ચૈતન્યસ્વભાવને અનુકૂળ એવી નિજ આત્મદશા એ જ અહીં માર્ગાનુસારિતા જાણવી.
આત્માર્થીભાવે શુદ્ધ શાસ્ત્રને આદરીએ
(૨) બલા દૃષ્ટિમાં તાત્ત્વિક તત્ત્વશ્રવણેચ્છા પ્રગટ થાય છે. તેથી સાચા ઊંચા આધ્યાત્મિક શાસ્ત્રોને સાંભળવા તે ઝંખે છે. તેથી જ તે શાસ્ત્રની પણ પરીક્ષા કરે છે. ધર્મબિંદુ, શ્રીપ્રભસૂરિષ્કૃત ધર્મવિધિ, પંચવસ્તુક વગેરેમાં શાસ્ત્રસ્વરૂપ સુવર્ણની શુદ્ધિ (તપાસ) કરનારી કષ, છેદ, તાપ અને તાડન પરીક્ષા દર્શાવેલી છે. આ ચાર પરીક્ષાથી પોતાના ક્ષયોપશમ મુજબ શાસ્ત્રની તપાસ કરીને તેમાંથી ઉત્તીર્ણ થયેલા