Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૫૧ ૨.
[ અધ્યાત્મ અનુયોગ સહિત ગક ત્રિવિધ પ્રત્યય મુજબ સાનુબંધ સાધના જ (૯) સાનુબંધપણે યોગની સિદ્ધિ કરવા માટે તે સાધક સતત અંદરથી ઝંખના કરે છે. તેથી (I) તેને અંતરમાં જે સાધના કરવાની પ્રબળ ભાવના (= આત્મપ્રત્યય) થાય, (I) તે જ સાધના કરવાની ગુરુ ભગવંત પણ સહજપણે પ્રેરણા કરે છે (= ગુરુપ્રત્યય) તથા (III) તે સાધનામાં જોડાતી વખતે તેને બાહ્ય શુકન-નિમિત્તો પણ સારા મળે છે (= લિંગ પ્રત્યય). આ રીતે સાધનામાં જોડાતી વખતે આત્મપ્રત્યય, ગુરુપ્રત્યય અને લિંગપ્રત્યય = નિમિત્તપ્રત્યય – આ પ્રત્યયત્રિપુટીની તે અપેક્ષા રાખે છે. શ્રીહરિભદ્રસૂરિજીએ યોગબિંદુમાં આ ત્રણેય પ્રત્યયની છણાવટ કરેલી છે. આ ત્રણેય પ્રત્યયની અપેક્ષા રાખીને તે સાનુબંધ યોગસિદ્ધિ માટે પ્રયત્ન કરે છે. જે સાધનામાં આ ત્રણ પ્રત્યય વણાયેલા હોય, તે સાધનાની પ્રાયઃ સાનુબંધ સિદ્ધિ થતી હોય છે. પ્રાપ્ત સિદ્ધિ એ અગ્રેતન નવી સિદ્ધિનું બીજ હોવાથી સિદ્ધિઅનુબંધી સિદ્ધિનો પરમાર્થથી અહીંથી (= દીપ્રાદેખિકાલીન માર્ગપતિત દશાથી) જ પ્રારંભ થાય છે. યોગબિંદુ અને ત્રિશિકા ગ્રંથમાં સિદ્ધિઅનુબંધી સિદ્ધિનું વર્ણન વિસ્તારથી ઉપલબ્ધ છે.
જ યોગધર્મના સાચા અધિકારી બનીએ છે. યા (૧૦) “ સર્વ કાર્યોમાં ઉચિત આરંભ કરનારા, (I) ગંભીર આશયવાળા, II) અત્યંત - નિપુણબુદ્ધિવાળા, (1) શુભપરિણામવાળા, (V) નિષ્ફળ ન જાય તેવી પ્રવૃત્તિને કરનારા અને (VI)
અવસરને જાણનારા જીવો યોગધર્મના અધિકારી છે” - આ પ્રમાણે યોગબિંદુમાં શ્રીહરિભદ્રસૂરિજીએ યોગધર્મના અધિકારીના જે લક્ષણો બતાવેલા છે, તે અહીં બરાબર સંગત થાય છે. તેથી આ સાધકમાં યોગધર્મનો સંપૂર્ણ અધિકાર જાણવો. . (૧૧) “યોગધર્મના અધિકારી (1) પૈર્યથી પ્રવૃત્તિ કરે. (I) સર્વત્ર વસ્તુમાં ભાવી નુકસાનનો ત્યાગ સો કરીને પ્રવૃત્તિ કરે. તથા (W) કાર્યના પરિણામનો લાંબો-ઊંડો વિચાર કરીને પ્રવૃત્તિ કરે” - આ પ્રમાણે યોગબિંદુમાં આ જીવની પ્રવૃત્તિનું જે સ્વરૂપ જણાવેલ છે, તેની પણ પ્રસ્તુતમાં યોજના કરવી.
૪ સમ્યગ્દર્શન મેળવવા તેર ગુણોને પરિણમાવીએ ૪ (૧૨) આ રીતે દીપ્રા નામની ચોથી યોગદષ્ટિનો પ્રકર્ષ થતાં સાધક ભગવાન સમ્યગ્દર્શનપ્રાપ્તિ માટે દર્શનશુદ્ધિ પ્રકરણમાં બતાવેલ તેર ગુણરત્નોને સમ્યફ પ્રકારે ગ્રહણ કરે છે. ત્યાં આ અંગે જણાવેલ છે કે “(1) ભાષાકુશલ, (I) મતિકુશલ, (III) બુદ્ધિકુશલ, (1) વિવેકકુશલ, (૫) વિનયકુશલ, VI) જિતેન્દ્રિય, (VII) ગંભીર, (VIII) ઉપશમગુણયુક્ત, (1) નિશ્ચય-વ્યવહારનયમાં નિપુણ, () દેવ -ગુરુ-શાસ્ત્રની ભક્તિમાં રત, (AI) હિત-મિત-પ્રિય વચનને બોલનારો, XII) ધીર, (XIII) શંકાદિ દોષથી શૂન્ય જીવ સમ્યક્ત રત્નને યોગ્ય છે. સમ્યક્ પ્રકારે આ ગુણરત્નોને આત્મસાત કરીને અગ્રેતન ભૂમિકાને માટે યોગ્ય અને આવશ્યક એવા વિશુદ્ધ ગુણોના સમૂહની તે ઓળખાણ મેળવે છે, તેનો પક્ષપાત કેળવે છે તથા તેને જ મેળવવાનું પ્રણિધાન કરે છે. તેના બળથી તે પોતાના અંત:કરણને નિષ્કલંક કરે છે.
સમકિતના સોળ નિમિત્તોને પરિણાવીએ જ (૧૩) તેમજ સમકિત માટે આવશ્યકનિયુક્તિમાં બતાવેલા સમ્યફ નિમિત્તોમાંથી કોઈ પણ એક નિમિત્તને પોતાના અંતઃકરણમાં સાધક સમ્યફ પ્રકારે જરૂર પરિણમાવે છે. ત્યાં શ્રીભદ્રબાહુસ્વામીજીએ