Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૪૯૮
[ અધ્યાત્મ અનુયોગ સહિત ખલજન જો એમાં દ્વેષ ધરઈ અભિમાણી, તો પણિ સજ્જનથી એહની ખ્યાતિ મચાણી; ગુણ મણિ રયણાયર જગિ ઉત્તમ ગુણઠાણી,
જસ દિઇ ગુણિ સજ્જનનઈ સંઘ અનંત કલ્યાણી I/૧૬/છા (૨૭૩) ખલજન તે નીચ જન, (જો) એહમાં દ્વેષ ધરસ્પે, યત: વર્તનક્ષમ્ - नौश्च खलजिह्वा च प्रतिकूलविसर्पिणी। जनप्रतारणायैव दारुणा केन निर्मिता ?।। (સૂરમુpવત્ની-રૂ9/ર૦, વિતામૃતધૂપ-૧૦) રૂતિ વર્નાક્ષા| જે અભિમાની છઈ (તે) પોતાનું બોલ્યું મિથ્યાત્વાદિક મૂકતા નથી.
તો પણિ સજ્જનની સંગતિથી એહ વાણીને ખ્યાતિ તે પ્રસિદ્ધતાપણું, મચાણી = વિસ્તારપણાને પામે છે.
ગુણમણિ = ગુણરૂપ જે મણિ, તેહનો રત્નાકર તે સમુદ્ર, (જગિ=) જગમાંહે તે ઉત્તમ ગુણથાનક છે. ગુણિ જન જે સત્સંગતિક પ્રાણી, તેહને યશને દેણહારી, એહવી જે વાણી તે સજ્જનના અને અનંત કલ્યાણી સંઘને મારી યશ સુસૌભાગ્યની આપણહારી એવી ભગવદ્વાણી છઈ. ./૧૬/.
खलोऽत्र द्वेष्टि मानाद् यदि तथापि सज्जनतोऽस्या: ख्यातिः। परामर्श
गुणमणिजलधिरिहेयं गुणि-सुजन-सङ्घयशोदात्री।।१६/७।।
છે સજ્જનો ગુણગ્રાહી છે શ્લોકાર્થ :- જો અહીં અભિમાનના કારણે દુર્જન વૈષ કરે તો પણ સજ્જનોથી આ ગ્રંથની ખ્યાતિ જ થશે. તથા જિનશાસનમાં આ દ્રવ્યાનુયોગવાણી તો ગુણમણિના સાગર સમાન છે. તે ગુણિજનને, સજ્જનને શા અને સંઘને યશ-કીર્તિ આપે જ છે. (૧૬/૭)
આ કદરની ભૂખ છોડી, કદરલાયક કામ કરીએ . આધ્યાત્મિક ઉપનય :- (૧) “દુર્જનો નિંદા કરશે” – એવા ભયથી સારા કામ કદાપિ છોડવા નહિ. (૨) A આદરની અને કદરની ભૂખ રાખ્યા વિના આદરલાયક અને કદરલાયક એવા સ્વભૂમિકાયોગ્ય સત્કાર્ય કરવામાં આ પરાયણ રહેવું - એ જ સજ્જનોનું આગવું લક્ષણ છે. તથા અન્ય સજ્જનના આદરલાયક અને કદરલાયક ] સત્કાર્યની કદર કરવાનું આપણે કદાપિ ચૂકવું નહિ. આવો આધ્યાત્મિક સંદેશ આ શ્લોક દ્વારા ગ્રહણ કરવો.
ર ગ્રંથનિષ્કર્ષ , - હવે ગ્રંથઅંતર્ગત પરિશિષ્ટરૂપે આ ગ્રંથનો નિષ્કર્ષ બતાવાય છે.
અનાદિ કાળથી આ મૂઢ જીવ પોતાનાથી ભિન્ન વસ્તુને વારંવાર યાદ કરતાં-કરતાં પોતાને જ સાવ ભૂલી ગયો. તેથી તે ભૂલાયેલા આત્માને યાદ કરવા માટે તથા શાસ્ત્રબોધના પ્રકર્ષ માટે અનુભવમાર્ગ