Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૫૦૨
[ અધ્યાત્મ અનુયોગ સહિત આ પ્રતીતિ ઉપલક નથી. પરંતુ તે અંગેની સાચી શ્રદ્ધા, ઊંડો આદર, તીવ્ર બહુમાન, અંતરંગ રુચિ, પ્રબળ પ્રીતિ વગેરેથી વણાયેલી પ્રતીતિ હોય છે. તેથી જ તે પરિણતિનું સ્વરૂપ ધારણ કરે છે. આવી પરિણતિ જ યોગદષ્ટિ કહેવાય. તે અંશે-અંશે સાધકમાં ત્યારે યથાર્થપણે પ્રગટ થતી જાય છે.
જ યોગબીજવાવણી, પ્રીતિઅનુષ્ઠાન, અધ્યાત્મયોગની સ્પર્શના તેથી જ નિરાશસભાવે વીતરાગપ્રણામ વગેરેમાં સાધક ત્યારે પ્રવર્તે છે. આ પ્રવૃત્તિને સ્વચિત્તભૂમિમાં સંશુદ્ધ યોગબીજની વાવણી સમજવી, જે કાલાંતરે યોગ કલ્પતરુનું નિર્માણ કરશે. અહીં પ્રીતિઅનુષ્ઠાનનો પ્રારંભ થાય છે. મૈત્રી, મુદિતા વગેરે ભાવોથી તે સાધક પોતાના અંતઃકરણને વાસિત કરે છે. પછી નિજ આત્માદિ તત્ત્વની ચિંતા કરે છે. “મારો આત્મા પરિપૂર્ણપણે પ્રગટ સ્વરૂપે મને ક્યારે પ્રાપ્ત થશે?
અપરોક્ષ સ્વાનુભવ ક્યારે થશે ?” ઈત્યાદિ ચિંતાસ્વરૂપ અધ્યાત્મયોગની તે સ્પર્શના કરે છે. યોગબિંદુ, દ્વિત્રિશિકા પ્રકરણ વગેરેમાં પ્રસ્તુત અધ્યાત્મયોગનું વિસ્તારથી વર્ણન ઉપલબ્ધ છે.
# ત્રિવિધ સંસાર તુચ્છ-અસાર-અનર્થકારી આ અનાદિ કાળથી ત્રણ પ્રકારના સંસારમાં ચિત્તવૃત્તિપ્રવાહ ધસમસતો વહી રહેલો છે. (૧) કનક, કામિની (= સ્ત્રી), કુટુંબ, કાયા વગેરે સ્વરૂપ બાહ્ય સંસારની સાર-સંભાળ-સંવર્ધન વગેરેમાં જ ચિત્તવૃત્તિ સતત અટવાયેલી હોય છે. (૨) પાંચેય ઈન્દ્રિયના અનુકૂળ અને ઉપસ્થિત એવા વિષયોની રુચિ-તૃષ્ણા-લાલસા-આસક્તિ સ્વરૂપ બાહ્ય-આંતર સંસારમાં પણ ચિત્તવૃત્તિ પરોવાયેલી હોય છે. (૩) મનમાં ઉઠતા સંકલ્પ-વિકલ્પ વગેરેની હારમાળા એ અત્યંતર સંસાર છે. તેમાં પણ ચિત્તવૃત્તિ સતેજપણે, સહજપણે રસપૂર્વક જોડાયેલી જ રહે છે. જ્યારે જીવ ચરમાવર્તમાં પ્રવેશ કરે, કર્મની ચોટની ઘેરી અસર તેના અંતઃકરણમાં છવાયેલી હોય, શાસ્ત્રાભ્યાસ-સત્સંગ વગેરેમાં જીવ પ્રવર્તે અને અંતર્મુખતા આવે ત્યારે ઉપરોક્ત ત્રણેય પ્રકારના સંસારને અભિનંદનારી, રસપૂર્વક પોષનારી એવી ચિત્તવૃત્તિના પ્રવાહનો ધસમસતો વેગ અલના પામે છે, મંદ થાય છે, વેરવિખેર થાય છે. ભવાભિનંદી ઊર્જા પ્રવાહ પાંખો પડે છે, અસ્ત-વ્યસ્ત બને છે. ત્યારે શાસ્ત્રાભ્યાસ, સત્સંગ વગેરેના પ્રભાવે તેવો જીવ પદ્રવ્ય -પરગુણ-પરપર્યાયોની તુચ્છતા, અસારતા, અનર્થકારિતા, નશ્વરતા, અવિશ્વસનીયતા, અશરણરૂપતા, અશુચિરૂપતા વગેરેને અંદરથી સ્વીકારે છે. પર બાબતોનું મૂલ્ય તેને નહિવત્ લાગે છે. ઉપરોક્ત ત્રણેય પ્રકારનો સંસાર તેને નિર્મૂલ્ય અને નિર્માલ્ય લાગે છે.
હમ ભવભ્રમણના કારણાદિને વિચારીએ છી અનાદિ કાળથી વળગેલા આ ત્રિવિધ સંસારના કારણની, સંસારના અસારસ્વરૂપની અને તેની આસક્તિના ફળની પણ ઊંડી મીમાંસા આ જીવ કરે છે. ત્રણેય પ્રકારના સંસારમાં ભટકવાનું અને તેનાથી અટકવાનું-છૂટવાનું કારણ શું? - આ બાબતમાં જીવ વેધક વિચારણા કરે છે. યોગબિંદુમાં શ્રીહરિભદ્રસૂરિજીએ આ અંગે જણાવેલ છે કે “તેથી આ અપુનબંધક જીવ સંસારના કારણ વગેરે વિશે પ્રાયઃ ઊહાપોહ = ઊંડી વિચારણા કરે છે.”
# ભાવના યોગની સ્પર્શના કૂફ એકાન્ત દુઃખરૂપ, દુઃખહેતુ અને દુઃખની પરંપરાને લાવનાર એવા બાહ્ય, મિશ્ર અને અત્યંતર