Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૪૯૬
[અધ્યાત્મ અનુયોગ સહિત અક્ષરોમાં શબ્દોમાં ક્યારેય વ્યગ્ર ન થવું તથા શબ્દોની ગાઢ પક્કડ પણ ન રાખવી. શાસ્ત્રપાઠનો આધાર લઈને સંઘર્ષો ન કરવા. મૂળ વાત ભગવત્સમાપત્તિને મેળવવાની છે. તેને અવશ્ય ઝડપથી પ્રગટાવનારા શુક્લધ્યાનને પ્રગટાવવાનું છે. “દેહ-ઈન્દ્રિય-મન-વચન-કર્મ વગેરેથી આત્મતત્ત્વ નિરાળું છે' - આ મુજબ તત્ત્વવિજ્ઞાન દ્વારા તે શુક્લધ્યાન જન્મે છે. તથાવિધ તત્ત્વવિજ્ઞાન ઉપલબ્ધ થાય તો શાસ્ત્રસંન્યાસને સ્વીકારીને ભગવત્સમાપત્તિમાં લીનતાનું જ સંપાદન કરવું. આ જ અભિપ્રાયથી યોગપ્રદીપ ગ્રંથમાં જણાવેલ છે કે “તત્ત્વની ઉપલબ્ધિ માટે ગ્રંથોનો અભ્યાસ કરીને જ્યારે તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થઈ જાય ત્યારે પ્રાજ્ઞ સાધક, જેમ ધાન્યાર્થી તૃણ-પર્યાદિને છોડે તેમ, સંપૂર્ણતયા ગ્રંથોને છોડે.' ત્રિપુરાતાપિની ઉપનિષદ્ધાં પણ જણાવેલ છે કે “જ્ઞાન-વિજ્ઞાનમાં તત્પર પ્રાજ્ઞ સાધક ગ્રંથનો અભ્યાસ કરીને સંપૂર્ણતયા ગ્રંથને છોડી દે, ધાન્યગ્રહણ
બાદ ધાન્યશૂન્ય છોડને ધાન્યાર્થી છોડે તેમ.” યોગશિખા ઉપનિષડ્માં પણ કહેલ છે કે પોતાની બુદ્ધિથી એ જીવો શાસ્ત્રરૂપી જાળમાં પડે છે, ફસાય છે. તેથી મૂઢ બને છે. સ્વાત્મપ્રકાશાત્મક તે આત્મતત્ત્વ શું
માત્ર શાસ્ત્રથી પ્રકાશિત થાય ?” અર્થાતુ ન જ થાય. મહોપનિષમાં પણ જણાવેલ છે કે “(દહાત્મભેદMી વિજ્ઞાનવાળા) વિવેકી જીવોને શાસ્ત્ર ભારરૂપ છે.' આ વચનો અહીં યાદ કરવા. આ અંગે અધિક (d નિરૂપણ અમે તાત્રિશિકા પ્રકરણની નયલતા વ્યાખ્યામાં કરેલ છે.
આત્મસ્વભાવનું માહાસ્ય પ્રગટાવીએ : રએ અહીં આ બાબત પણ ખ્યાલમાં રાખવી કે – “રાગ-દ્વેષાદિગૂન્ય એવું આપણે આત્મસ્વરૂપ જેના A દ્વારા સધાય તે મોક્ષસાધક સાધના કહેવાય’ - આ વ્યાખ્યા મુજબ, પોપટપાઠની જેમ શાસ્ત્રના પઠન
-પાઠન વગેરેનું જે વ્યસન હોય તેનો સાધના તરીકે બિલકુલ સ્વીકાર ન જ કરવો. નિજ નિર્મલસ્વરૂપને રી સાધવા માટે સૌપ્રથમ આપણા આત્મામાં શુદ્ધ ચૈતન્યસ્વભાવનું માહાસ્ય પ્રગટાવવું. (૧) “મારો આત્મા
ઉપાધિશૂન્ય છે, અનન્ત આનંદથી પરિપૂર્ણ છે, આકુળતા-વ્યાકુળતા વિનાનો છે, પરમ શાંત છે, શુદ્ધ ચૈતન્યનો અખંડ પિંડ છે' - આ પ્રમાણે આત્મસ્વભાવનો મહિમા-રસ-રુચિ-શ્રદ્ધા-આસ્થા અંતરમાં પ્રગટાવીને (૨) જુદા-જુદા સ્વભિન્ન શેય પદાર્થોની સન્મુખ સતત વહેવાના લીધે વિકેન્દ્રિત બનેલા પોતાના ચિત્તવૃત્તિપ્રવાહનો તિરસ્કાર કરવો. તથા (૩) આટલા કાળ સુધી મૂઢતાથી બહિરાત્મપણે પરિણમેલી પોતાની જાત પ્રત્યે ધિક્કારનો, ગહનો ભાવ અવશ્ય કરવો. આ ત્રણ કાર્ય કર્યા બાદ પોતાની ચિત્તવૃત્તિનો પ્રવાહ જે રીતે શુદ્ધ ચૈતન્યની સન્મુખ જ રહે તે જ રીતે સ્વાધ્યાય (= સ્વનું નિરીક્ષણપરીક્ષણ-પરિશીલન) વગેરે યોગોને આરાધવા. મનમોહક પર પદાર્થોનો કે રાગ-દ્વેષાદિ પર પરિણામોનો આપણા જ્ઞાનમાં પ્રતિભાસ થાય તો પણ તેની ઉપેક્ષા કરવી, તેમાં રુચિ ન કરવી, તેનું લક્ષ ન રાખવું. અનાત્મ ચીજ ઉપર ધ્યાન ન આપવું. આ રીતે અંતરંગ ઉપયોગનું વહેણ વહેવડાવવામાં આવે તો જ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિષ્પત્તિ સંભવે. બાકી (= ઉપરોક્ત ત્રણ બાબતની ઉપેક્ષા કરીને) માત્ર પોપટપાઠની જેમ વધુ ને વધુ શાસ્ત્રોનો અભ્યાસ વગેરે કરવામાં આવે તો તેના નિમિત્તે અહંકાર, મહત્ત્વાકાંક્ષા, રસગારવ-ઋદ્ધિગારવ-શાતાગારવ વગેરેના વમળમાં શાસ્ત્રપાઠીને ખેંચી જતાં વાર ન લાગે.
તો ઉપયોગને ચોખ્ખો કરીએ : આ રીતે આંતરિક સમજણ મેળવીને આત્માર્થી સાધક ભગવાન (૧) સૌપ્રથમ પોતાના ઉપયોગને (A) અંતર્મુખ કરવામાં, (B) વિરક્ત બનાવવામાં, (C) પ્રશાંતપણે પરિણાવવામાં, (D) નિર્મલસ્વરૂપે