Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૪૯૪
[ અધ્યાત્મ અનુયોગ સહિત જ આ કામ હું કરું છું ને !”, “આ કાર્ય કરવાની પાછળ લોકરંજન કરવાનું કે સસ્તી પ્રસિદ્ધિ મેળવી લેવાનું લૌકિક વલણ તો રહેલું નથી ને ?' - ઈત્યાદિ વિચાર મધ્યસ્થપણે, પ્રામાણિકપણે અવશ્ય કરવો.
A / ધ્યાનયોગ દ્વાદશાંગીનો સાર છે. આ રીતે વિચારદશા કેળવવાથી જીવનકેન્દ્રમાં – હૃદયકેન્દ્રમાં જિનેશ્વર ભગવાનની પ્રતિષ્ઠા થાય છે. તેના પ્રભાવથી વચનાનુષ્ઠાનની ભૂમિકા સાધકમાં તૈયાર થતી જાય છે. તેનાથી જે ધ્યાન ઉત્પન્ન થાય છે, તે ધ્યાન દ્વાદશાંગીનો સાર છે. ઉપમિતિભવપ્રપંચો કથા ગ્રંથમાં શ્રીસિદ્ધર્ષિગણિવરે આ અંગે જણાવેલ છે કે “હે સુંદર ! પોંડરિક ! વિશુદ્ધ અને એકાગ્ર ચિત્તસ્વરૂપ ધ્યાન ઉત્તમ હોવાથી પ્રસ્તુત સમસ્ત દ્વાદશાંગીનો સાર ધ્યાનયોગ છે. પરંતુ તે શુદ્ધ હોવો જોઈએ. (અર્થાત આર્ત-રૌદ્ર ધ્યાન નહિ, પણ અત્યંત નિર્મલ ધર્મ-શુકલ ધ્યાન જ અહીં દ્વાદશાંગીના સાર રૂપે અભિમત છે. તથા આવો) શુદ્ધ ધ્યાનયોગ જ મુમુક્ષુએ સાધવા યોગ્ય છે.”
રાગ છોડો તો ધ્યાન ટકે ; તથી તે શુદ્ધ ધ્યાન રાગસ્વરૂપ પવનની ગેરહાજરીમાં સ્થિર થાય છે. આ અંગે ભાવપ્રાભૃત ગ્રંથમાં ટા કુંદકુંદસ્વામીએ જણાવેલ છે કે “જેમ ગર્ભગૃહમાં પવનની સમસ્યાથી મુક્ત બનેલો દીવો નિશ્ચલપણે
સળગે છે, તેમ રાગરૂપી પવનથી શૂન્ય ધ્યાનદીપક પણ નાભિકમલમાં ( ગર્ભગૃહમાં) પ્રકાશે છે, [, આત્મસ્વરૂપને - પરમાત્મસ્વરૂપને પ્રકાશિત કરે છે. આ જ અભિપ્રાયથી દશાશ્રુતસ્કંધમાં જણાવેલ છે
કે “ઓજ = રાગ-દ્વેષવિરહિત ચિત્તને સારી રીતે મેળવીને સાધક ધ્યાનને સારી રીતે (= સ્થિરતાપૂર્વક) ) કરે છે.” દશાશ્રુતસ્કંધચૂર્ણિમાં “ઓજ' શબ્દની જે વ્યાખ્યા કરી છે તે મુજબ જ અમે અહીં દશાશ્રુતસ્કંધની 6 ગાથાના પૂર્વાર્ધનો અનુવાદ ઉપર કરેલ છે. તે સ્થિર ધ્યાનથી ક્ષપકશ્રેણિની યોગ્યતા તથા અહીં દર્શાવેલી સમાપત્તિ = ભગવતતુલ્યતાપ્રાપ્તિ થવાની યોગ્યતા પણ તૈયાર થતી જાય છે.
હાસમાપત્તિના શિખરે પહોંચીએ તે છે. આ રીતે પ્રવર્તવાથી શુદ્ધાત્મસ્વરૂપમાં રહેવાનો લાભ મળે છે. તેથી સમાધિતંત્રમાં દિગંબર દેવનન્દીએ
(= પૂજ્યપાદસ્વામીએ) જણાવેલ છે કે “તે પરમાત્મસ્વરૂપમાં ભાવના કરવાથી “તે પરમાત્મા હું છું - આવા સંસારને પામેલો સાધક વારંવાર વિશુદ્ધ આત્મસ્વરૂપમાં જ રહેવાના દઢ સંસ્કારથી અવશ્ય આત્મામાં સ્થિરતાને મેળવે છે.” પરંતુ ચિત્ત જો કામ-ક્રોધાદિ ભાવોમાં ગળાડૂબ હોય તો બહારથી “રોડ - એવું રટણ કરવાથી સમાપત્તિનો લાભ નથી જ થતો. આ બાબત અન્યદર્શનીઓને પણ માન્ય છે. તેથી જ સાયણસંહિતાભાષ્યમાં ભગવદાચાર્યે કહેલ છે કે જ્યાં સુધી કામવાસના વગેરે શત્રુઓ જીવોમાં રહે છે, ત્યાં સુધી પરમેશ્વરનો જીવોમાં પ્રવેશ થતો નથી. તેથી કામ-ક્રોધાદિ ભાવોને દૂર કરીને ઉપર જણાવેલ પદ્ધતિ મુજબ સમાપત્તિના શિખરે પહોંચવાની પાવન પ્રેરણા આ શ્લોક દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. તે સમાપત્તિના બળથી દ્રવ્યલોકપ્રકાશમાં વર્ણવેલ સિદ્ધસ્વરૂપ ખૂબ જ નજીક આવે છે. ત્યાં ઉપાધ્યાય શ્રીવિનયવિજયજીએ વિરોધાભાસ અલંકારમાં સિદ્ધસ્વરૂપ આ રીતે જણાવેલ છે કે “સિદ્ધાત્માઓ (૧) રૂપશૂન્ય હોવા છતાં પ્રકૃષ્ટ રૂપને (= આત્મસ્વરૂપને) પ્રાપ્ત કરે છે. શુદ્ધાત્મસ્વરૂપની પ્રાપ્તિથી તેઓ સ્વયં પ્રકૃષ્ટ બનેલ છે. (૨) સ્વયં અનંગ = દેહશૂન્ય હોવા છતાં અનંગનો = અશરીરી કામદેવનો દ્રોહ કરનારા છે. (૩) તેઓ અનંત અક્ષરવાળા = કેવલજ્ઞાનવાળા હોવા છતાં તમામ વર્ગોને (= અક્ષરોને) છોડી દીધા છે.” (૧૬/૫)