Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રસ + ટબો (૧પ/ર-૯)]
૪૭૫ ઝડપથી પ્રગટો, ઝડપથી પ્રગટો. આપની અનુગ્રહદૃષ્ટિથી હવે તે જ પ્રગટ કરવા યોગ્ય લાગે છે. હવે મારે મારું શુદ્ધસ્વરૂપ તાત્કાલિક પ્રગટ કરવું છે, પ્રગટ કરવું જ છે. હે ભગવંત ! આપની વીતરાગતાનું આલંબન લઈને હું મારા વીતરાગ-વિકારશૂન્ય શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં સ્થિર થાઉં. મારા જ સ્વરૂપમાં હવે હું ઓતપ્રોત થાઉં છું. ૐ શાન્તિ... ૐ શાન્તિ.. ૐ શાન્તિ..” - આ રીતે પરમાત્મા પ્રત્યેના પરમ આદરભાવથી, નિજ શુદ્ધસ્વરૂપમાં એકાકાર-તન્મય બનીને, પોતાના જ શુદ્ધ પરમાત્મસ્વરૂપનું ધ્યાન કરવું.
જે સરૂપ અરિહંતકો, સિદ્ધસરૂપ વલી જેહ;
તેહવો આતમરૂપ છે, તિણમેં નહિ સંદેહ. (સમાધિસુધા - ૧૬) આ લક્ષ્યથી રોજ તે મુજબ ધ્યાન કરવું. દીર્ઘ કાળ સુધી તેનું ધ્યાન કરવું. તેનાથી પોતાના જ એ સ–ચિ-આનન્દરસનો એવો કોઈક અપૂર્વ આસ્વાદ મળે છે કે જેના કારણે પોતાના અંત:કરણની વૃત્તિ , વારંવાર નિજપરમાત્મસ્વરૂપમાં જ જોડાય છે, રસપૂર્વક જોડાય છે અને શુદ્ધ પરમાત્મસ્વરૂપથી જ ચિત્તવૃત્તિ રંગાઈ જાય છે. તેના લીધે અનાદિકાલીન સહજમળ, સંસારનો વળગાડ, બહિર્મુખતા, કર્મબંધદશા વગેરે ન ઝડપથી ખતમ થાય છે તથા તાત્ત્વિક સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મળે છે. આ જ પરમપદની પ્રાપ્તિનો પારમાર્થિક પંથ છે.
છે કુશીલાદિ સાધુ લૂંટારા જેવા છે છે પણ અગીતાર્થ, કુશીલ, પાસસ્થા વગેરેનો સંગ કરવામાં આવે તો આપણું છદ્મસ્થ જીવદ્રવ્ય ભાવુક છે હોવાથી શક્તિ હોવા છતાં આપણી પોતાની કાયિકવૃત્તિ હીન આચારમાં, પોતાની વાફવૃત્તિ અસભ્ય યો અને અસત્ય શબ્દોમાં તથા પોતાની ચિત્તવૃત્તિ હલકા વિચારોમાં અત્યંત ભટકે છે. આરાધનામાં શક્તિ છૂપાવવી તે માયા છે. અસભ્ય-અસત્યભાષણ એ મૃષાવાદ છે. કુવિચારમગ્નતા એ મનની મલિનતા ળ છે. તેથી તેને આધીન થઈ જવાના લીધે આપણું આત્મદ્રવ્ય દીર્ઘ ભવભ્રમણકારી સંસારી જીવ તરીકે પરિણમે છે. કુસંગ પછી શાસ્ત્રાભ્યાસ, સદાચારપાલન, સત્સંગ વગેરેમાં જોડાવાનો ઉત્સાહ પણ ખલાસ થાય છે. પરમાત્મામાં અને પરમાત્મગુણોમાં ચિત્તવૃત્તિને પરોવવાની વાત તો દૂર જ રહી જાય છે. આમ અગીતાર્થ, કુશીલ વગેરેનો સંગ આપણા પુણ્યોદયલભ્ય માનવભવને, સત્પુરુષાર્થલભ્ય આચારવૈભવને અને પરિણતિની નિર્મળતાથી મળનારા ગુણવૈભવને લૂંટી લેનાર હોવાથી લૂંટારા સમાન છે. તેથી તેનો ત્યાગ કરવો જ જોઈએ.
# કુશીલ સાધુની નિંદા ન કરીએ * પરંતુ તેની પણ નિંદા, કુથલી વગેરે ન કરવી. કારણ કે તેઓ પણ આત્મા જ છે. કાલાંતરે પ્રાયઃ પરમાત્મરૂપે તેઓ પરિણમવાના છે. તેથી અગીતાર્થ, કુશીલ વગેરેને છોડવાના ખરા પણ તરછોડવાના નહિ. તેઓનો અંતરથી ધિક્કાર કે તિરસ્કાર ન કરવો. તેમના પ્રત્યે કરુણા-મૈત્રી-માધ્યચ્ય વગેરે યથોચિત ભાવનાને ધારણ કરવી. આ રીતે accident ર્યા વિના આપણી સાધનાગાડીનું driving કરીને ઝડપથી લોકાગ્ર ભાગમાં આવેલ મોક્ષનગરે પહોંચી જવાની આધ્યાત્મિક પ્રેરણા આ શ્લોક દ્વારા પ્રાપ્ત થાય છે. તે પ્રેરણાને ઝીલવાથી દિગંબરીય પ્રાચીન પંચસંગ્રહમાં દેખાડેલ સિદ્ધસ્વરૂપ ઝડપથી પ્રાપ્ત થાય છે. ત્યાં સિદ્ધસ્વરૂપનું વર્ણન કરતાં જણાવેલ છે કે “લોકના ઊર્ધ્વ ભાગમાં વસનારા સિદ્ધ ભગવંતો આઠેય પ્રકારના કર્મોને દૂર કરીને અત્યંત શીતળ અને નિરંજન બનેલા છે. તેઓ નિત્ય છે. આઠ ગુણને ધારણ કરનાર છે. તેમજ તેઓ કૃતકૃત્ય છે.” (૧૫/૨-૯)
t