Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૧૫/૨-૧૩)]
૪૮૩ ઉપરનો ભરોસો ઉઠી જાય છે. પોતાના જીવનમાં અહંકાર, પ્રમાદ અને દંભ વગેરે દોષવૃંદનો પ્રવેશ થતાં વાર લાગતી નથી. જાણી જોઈને આચાર ન પાળવાથી પોતાનું હૈયું પણ કઠોર બનતું જાય છે. આ આમ વ્યવહારથી પોતાનું જ્ઞાન સમ્યજ્ઞાનરૂપે જણાવા છતાં તે જ્ઞાનને મિથ્યાજ્ઞાનરૂપે પરિણમી જતાં વાર ધ્યા લાગતી નથી. આવું ન બને તે માટે પોતાની શક્તિને છૂપાવ્યા વિના આપણે પંચાચારના પાલનમાં કટિબદ્ધ બનીને દ્રવ્યાનુયોગની ઊંડી જાણકારી મેળવવા સતત પ્રયત્નશીલ બનવું.
મોક્ષગામી મહાત્માની મુલાકાત રદ આ પ્રકારે સુંદર યશ-કીર્તિ મેળવીને આત્માર્થી સાધક “(૧) અક્ષય, (૨) નિરોગી, (૩) નિત્ય, (૪) કલ્યાણી, (૫) મંગલધામ, (૬) અપુનર્જન્મા એવો જીવ જ્યાંથી સંસારમાં પુનરાગમન નથી તેવા | શિવાલયને પ્રાપ્ત કરે છે' - આ પ્રમાણે સંવેગરંગશાળામાં શ્રીજિનચન્દ્રસૂરિએ દર્શાવેલ રીતે સિદ્ધશિલામાં પહોંચે છે. (૧૫/૨-૧૩)
• પંદરમી શાખા સમાપ્ત ...