Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૪૯૧
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રસ + ટબો (૧૪/૩)]
સામાન્ય મ જાણો, એ તો જિનબ્રહ્માણી, ભલી પરિ સાંભલો એ, તત્ત્વરયણની ખાણી; એ શુભમતિ માતા, દુર્મતિ વેલી કૃપાણી, એ શિવસુખ-સુરત-ફલ-રસ-સ્વાદ-નિસાણી /૧૬/૩ (૨૬૯) અને એ નવાર્થ વ્યાખ્યાનને “સામાન્ય” એમ મ જાણો. એ તો જિનપ્રણીત બ્રહ્માણી. ૨ यतः - "भगवता श्रीऋषभदेवेन ब्राझ्याः दक्षिणकरेणोपदिष्टा, सा 'ब्रह्माणी' इत्युच्यते।"
ભલી પરિ સાંભલો = ધારો, તત્ત્વરૂપ જે રત્ન, તેહની એ ખાણી છઈ = ઉત્પત્તિસ્થાનક છે છઈ. એ શુભમતિ = ભલી જે મતિ, તેમની માતા છઇ રૂડી મતિની પ્રસવનહારી. દુરમતિ મિથ્યાત્વાદિ, તદ્રુપ જે વેલી, તેહને છેદવાને કૃપાણી તુલ્ય છઈ.
એ શિવસુખ તે મોક્ષ સુખ, તદ્રુપ જે સુરતરુ = કલ્પવૃક્ષ, તેહના જે ફળ (રસ), તેહનો જે સ્વાદ, તેહની નિશાની છઈ, યાદગારી છઈ મોક્ષ સુખની. ૧૬/૩
કે ત્યાં મેમાં વધત, નિન બ્રહ્મા' તત્ત્વરત્નનિઃા - शुभमतिजननी दुर्मतिवल्लीकृपाणी शिवकघृणिः ।।१६/३।।
स्वल्पां मेमां
परामर्श:
થી તા:- “પ્રસ્તુત વાણી સામાન્ય છે' - એવું તમે જાણતા નહિ. કારણ કે જિનેશ્વર ભગવંતે રચેલ આ તો બ્રહ્માણી છે, તત્ત્વરત્નની ખાણ છે, શુભમતિની જનક છે, દુર્મતિરૂપી વેલડીને કાપનારી આ છરી છે અને મોક્ષસુખની નિશાની છે. (૧૬/૩)
દયા જ શબદબક્ષમાંથી પરબ્રહ્મ તરફ આમિર ઉપનય :- દ્રવ્યાનુયોગગોચર વાણીને બ્રહ્મવાણી, તત્ત્વરખાણ વગેરે સ્વરૂપે દર્શાવવા દ્વારા અહીં “બ્રહ્મતત્ત્વ, તત્ત્વરત્ન, પ્રશસ્ત પ્રજ્ઞા, દુર્બુદ્ધિવિચ્છેદ, શિવસુખાસ્વાદ વગેરેની કામનાવાળા જીવોએ અત્યંત આદરપૂર્વક પ્રસ્તુત દ્રવ્યાનુયોગવાણીનો સર્વ પ્રકારે અભ્યાસ કરવો જોઈએ” એ. - તેવું સૂચન ગ્રંથકારશ્રી દ્વારા પ્રાપ્ત થાય છે. પ્રસ્તુત દ્રવ્યાનુયોગવાણી શબ્દબ્રહ્મસ્વરૂપ છે. “શબ્દ બ્રહ્મમાં નિષ્ણાત થયેલ સાધક પર બ્રહ્મને પ્રાપ્ત કરે છે' - આ પ્રમાણે મહાભારત, ત્રિપુરાતાપિની ઉપનિષત્, S મૈત્રાયણી ઉપનિષત્ તથા બ્રહ્મબિંદુ ઉપનિષત્ ગ્રંથમાં જણાવેલ છે. તથા કાત્રિશિકા પ્રકરણમાં જણાવેલ વા છે કે “તે શબ્દબ્રહ્મથી સાધક પર બ્રહ્મને મેળવે છે. તેથી તે મુજબ અત્યંત આદરથી શબ્દબ્રહ્મસ્વરૂપ છે. પ્રસ્તુત બ્રહ્માણી દ્રવ્યાનુયોગવાણીનો અભ્યાસ કરવાથી પરબ્રહ્મની પ્રાપ્તિ સુલભ બને છે. શબ્દબ્રહ્મસ્વરૂપ તે દ્રવ્યાનુયોગવાણીના અભ્યાસના બળથી આત્માર્થી સાધક સમરાદિત્યકથામાં દર્શાવેલ પરમપદને ઝડપથી મેળવે છે. ત્યાં શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે “પરમપદ = મોક્ષ તો (૧) સર્વપ્રપંચશૂન્ય, (૨) આત્મસત્તામાત્રસ્વરૂપ તથા (૩) અનંત આનંદમય છે.” (૧૬/૩)
સિ.લી.(૨+૪)+કો.(૭+૯+૧૦+૧૧)માં “સંભાલો પાઠ. ૪ પુસ્તકોમાં “એ' નથી. કો.(૪)માં છે.