Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
દ્રવ્ય-ગુણ-યાયનો રાસ + ટબો (૧પ/ર-૧૦)]
૪૭૭ થતી ભોગસુખપ્રવૃત્તિ વગેરેમાં આત્મજ્ઞાની નિર્મળ સમ્યગ્દષ્ટિને આ પાંચમાંથી એક પણ પ્રકારની કુમતિ હોતી નથી. તો પછી તેની ભવપરંપરા તેના નિમિત્તે કઈ રીતે વધી શકે ?
# સમકિતીની પ્રવૃત્તિ નિર્જરાજનક . ઊલટું નિર્મળ સમકિતીને તેવા સ્થળે કર્મબંધ નહિ પણ કેવળ નિકાચિત કર્મની નિર્જરા જ થાય છે. કારણ કે તેને પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું સતત અનુસંધાન હોય છે. તે રાગભાવથી નહિ પણ અસંગભાવે જ ભોગપ્રવૃત્તિ વચ્ચેથી ઝડપથી પસાર થઈ જાય છે. તે ભોગપ્રવૃત્તિમાં પોતાની ઈચ્છાથી નહિ પણ કેવલ કર્મોદયથી જ પ્રવર્તે છે. પ્રારબ્ધ કર્મના બળ કરતાં આત્માનું બળ ઓછું પડવાના લીધે નિર્મળ સમકિતીએ કર્મોદયના ધક્કાથી પરાણે ભોગસુખમાં પ્રવર્તવું પડે છે. પરંતુ તેવી પ્રવૃત્તિનો 3 લેશ પણ પક્ષપાત તેના અંતઃકરણમાં હોતો નથી. મગરૂરીથી નહિ પણ મજબૂરીથી ભોગપ્રવૃત્તિમાં જોડાવાના લીધે તેને નિકાચિત કર્મની નિર્જરા જ થાય છે.
છે જે આશ્રવ તે જ્ઞાનીને નિર્જરાસાધન છે આ અંગે આત્માર્થી સાધકોએ નીચેના ચાર શાસ્ત્રવચનોના તાત્પર્યાર્થને શોધીને ઊંડાણથી, ગંભીર બુદ્ધિથી વિભાવના કરવી. (૧) આચારાંગમાં જણાવેલ છે કે “જે આશ્રવ છે, તે જ કર્મનિર્જરાનું સ્થાન આ છે.” (૨) ઓઘનિર્યુક્તિમાં જણાવેલ છે કે “આ પ્રવૃત્તિને હું છોડું - આવા અભિપ્રાયથી પરિણત થયેલ . જીવ તેવી પ્રવૃત્તિ થવા છતાં કર્મથી છૂટે છે.” (૩) અધ્યાત્મસારમાં કહેલ છે કે ઘણા દોષોને અટકાવવા છે માટે ક્યારેક નિવૃત્તિની જેમ પ્રવૃત્તિ પણ ધ્યાનાદિ યોગના અનુભવથી શોભતા જીવો માટે દુષ્ટ નથી.” યો (૪) સામ્યશતકમાં બતાવેલ છે કે “પાંચ ઈન્દ્રિયના પ્રસ્તુત વિષયોમાં રાગ-દ્વેષ છોડીને પ્રવૃત્તિ કરવી. તે ઉદાસીનતા છે. પરમર્ષિઓ તેને અમૃત પ્રાપ્તિ માટેનું રસાંજન-રસાયણ કહે છે.” તાત્પર્યગ્રાહી ગંભીર ળ બુદ્ધિથી આ શાસ્ત્રવચનોને વિચારવાના છે. બાકી સ્વચ્છંદતાને પોષાતા વાર ન લાગે. નિર્મળ સમકિતી માત્ર કર્મના ધક્કાથી ભોગમાં પ્રવર્તે છે. તેથી જ ભોગકર્મ રવાના થયા બાદ જ્ઞાની પુરુષ સામે ચાલીને ભોગપ્રવૃત્તિમાં જોડાવાની ભૂલ કરતા નથી. ઈરાદાપૂર્વક ખાડામાં પડવાની ભૂલ કોણ કરે ? આવી પ્રામાણિક પારદર્શક જ્ઞાનદશાને પ્રગટ કરવાની આધ્યાત્મિક પ્રેરણા તથા ગીતાર્થ જ્ઞાની પુરુષને સમર્પિત થવાની સૂચના અહીં પ્રાપ્ત થાય છે.
& સિદ્ધવરૂપની સપ્તપદી : તેના બળથી પખંડાગમની ધવલા વ્યાખ્યામાં વર્ણવેલ સિદ્ધસ્વરૂપ સુલભ બને. ત્યાં વિરસેનાચાર્યએ જણાવેલ છે કે “સિદ્ધ ભગવંતોએ (૧) વિવિધ = અનેક અવાન્તરભેટવાળા આઠ કર્મોને ખતમ કર્યા છે. (૨) તેઓ ત્રણ લોકના મસ્તકમાં મુગટસ્વરૂપ છે. (૩) તેઓએ દુઃખોનો ઉચ્છેદ કર્યો છે. (૪) તેઓ સુખના મહાસાગરની મધ્યમાં રહેલા છે. (૫) તેઓ નિરંજન, (૬) નિત્ય અને (૭) આઠ ગુણથી યુક્ત છે.” (૧૫/૨-૧૦)