Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
કવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૧પ-૧૧)].
૪૭૯ સંવિગ્નપાક્ષિક તો અવશ્ય બનવું. યથાછંદ કે કુશીલ વગેરે કક્ષામાં પહોંચવાની ભૂલ તો કદાપિ ન જ કરવી. આવો આધ્યાત્મિક ઉપદેશ આ શ્લોક દ્વારા પ્રાપ્ત થાય છે.
હ8 જ્ઞાનયોગપ્રાધાન્યને પાંચ પ્રકારે સમજીએ 69 (A) માત્ર શાસ્ત્રાભ્યાસને મુખ્ય બનાવવાથી સંવિગ્નપાક્ષિકના જીવનમાં જ્ઞાનયોગની મુખ્યતા ન જાણવી. અથવા (B) સ્વયં શાસ્ત્રો ભણવા, બીજાને શાસ્ત્રો ભણાવવા, શાસ્ત્રોનું સંશોધન કરવું, શાસ્ત્રનું પ્રકાશન વગેરે કરવું - આવી પ્રવૃત્તિની મુખ્યતા સંવિગ્નપાક્ષિકના જીવનમાં જોવા મળે તેટલા માત્રથી “આ સંવિગ્નપાક્ષિક જ્ઞાનયોગપ્રધાન છે' - તેમ ન જાણવું.
જ્ઞાનયોગની મુખ્યતા નીચેના પાંચ પરિબળોના માધ્યમથી જાણી શકાય.
(૧) જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ, રાગાદિ ભાવકર્મ અને શરીરાદિ નોકર્મ વગેરેથી ભિન્નરૂપે પોતાના આત્માનું નિરંતર અવલોકન કરવું. પરમાનંદપંચવિંશતિકા પ્રકરણમાં જણાવેલ છે કે “નિશ્ચયથી પોતાના દે! આત્માને તું દ્રવ્યકર્મમુક્ત, ભાવકર્મશૂન્ય, નોકર્મરહિત અને ચૈતન્યસ્વરૂપ જાણ.” આ સંદર્ભ પૂર્વે (૭/૬) at દર્શાવેલ હતો. તેનું આલંબન લઈને ઉપર મુજબ અવલોકન સંવિગ્નપાક્ષિક કરે. અજ્ઞાનીને તો પોતાનો આત્મા કર્મથી અને કર્મજન્ય તત્ત્વોથી સંયુક્તરૂપે-એકમેકસ્વરૂપે-તન્મયપણે ભાસે છે. પણ સંવિગ્નપાક્ષિક આ તેવું ન કરે.
(૨) કુકર્મને આધીન બનેલી પોતાની ચિત્તવૃત્તિ, પોતાની ચિત્તવૃત્તિના કુસંસ્કારો, પોતાની પ્રમાદપરવશતા છે. વગેરેની નિષ્પક્ષપાતપણે, બચાવ કર્યા વગર, ગોં-નિંદાધિકાર આદિ કરવા દ્વારા પોતાની ચિત્તવૃત્તિનું યો સંશોધન-સંમાર્જન-પરિમાર્જન કરવું.
(૩) પોતાની જ્ઞાનપરિણતિમાંથી દેહાધ્યાસ, ઈન્દ્રિયાધ્યાસ, રાગાદિનો અધ્યાસ વગેરેને છૂટા પાડવાનો અભ્યાસ કરવામાં નિરન્તર લીન રહેવું.
(૪) પોતાના જ્ઞાનોપયોગમાં જે પારકા શેયપદાર્થોના આકારો પ્રતિભાસે છે, તે જોયાકારોના નિમિત્તે જે રાગાદિ વિકૃતપરિણામો પ્રગટ થાય, તેને અટકાવવાના પ્રણિધાનને - સંકલ્પને વધુ ને વધુ પ્રબળ કરતા રહેવું. (A) તે પ્રણિધાનમાં બાધક બને તેવી પ્રવૃત્તિને અને પરિણતિને તિલાંજલિ આપતા રહેવી. તથા (B) વારંવાર તે પ્રણિધાનને યાદ કરવું. આ બન્ને પ્રકારની સાવધાની વડે તે પ્રણિધાન પ્રબળ બને.
(૫) પોતાના ચૈતન્યસ્વભાવના માહાભ્યની નિરંતર ભાવના કરવી. “મારો ચૈતન્યસ્વભાવ (A) પરમ નિષ્કષાય, (B) પરમ નિર્વિકાર, (C) પરમ નિર્વિકલ્પ, (D) અત્યંત નિરાકુલ, (E) નિપ્રપંચ છે. (F) મારા પોતાના જ અક્ષય = કદી ન ખૂટે એવા અને અનન્ત = શાશ્વત આનંદથી વ્યાપ્ત એવો મારો ચૈતન્યસ્વભાવ છે. આનંદની પ્રાપ્તિ મને અંદરમાંથી જ થશે. મારો ચૈતન્યસ્વભાવ અલૌકિક છે. મારે તેમાં જ વિશ્રાન્તિ કરવી છે. ત્રણ લોકમાં ચૈતન્યસ્વભાવથી ચઢિયાતી કોઈ ચીજ નથી. એ જ પરમાર્થ તત્ત્વ છે. તેને પામીને, તેનો આશ્રય કરીને, તેમાં તરૂપ થઈને મારે પરિપૂર્ણ વીતરાગ ચૈતન્યસ્વરૂપે જ કાયમી ધોરણે પરિણમી જવું છે.” આ પ્રમાણે પોતાના ચૈતન્યસ્વભાવના મહિમાથી ભાવિત થવું.
ર ભાવભાજનની આવશ્યકતા છે આ પાંચેય પરિબળો અથવા પાંચમાંથી કોઈ પણ એક પરિબળ દ્વારા અંતરમાં ભાવભાસન =