Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
४४०
ણ
[ અધ્યાત્મ અનુયોગ સહિત ઈમ જે દ્રવ્યાદિક પરખિઆ, રાખી ગુઆણ; ઉવેખી બહુ તનુમતિ, અવગણિએ અજાણ I/૧૪/૧૮ (૨૪૪) શ્રી જિન. ઈમ (જે દ્રવ્યાદિક=) દ્રવ્ય-ગુણ-પર્યાય પરખ્યા, સ્વરૂપ-લક્ષણ-ભેદાદિકઈ કરી. ગુરુઆણ કહતાં ગુરુપરંપરાની આજ્ઞા રાખીનઈ, (બહુ=) ઘણા હનુમતિ જે તુચ્છ બુદ્ધિના ધણી, તેહનઇ ઊવેખીનઈ, અજાણ નઈ કદાગ્રહી, તેહનઈ અવગણીનઈ નિરાકરીનઈ. ૧૪/૧૮
, द्रव्य-गुण-पर्यया इति, परीक्षिता रक्षिता च गुर्वाज्ञा । - ૩પેશ્ય વ૬gછનતીન તાદિને નિરસ્ય વાર૪૨૮ાા
દ્રવ્ય-ગુણ-પર્યાયની પરીક્ષા , શ્લોકાર્થ :- આ રીતે અત્યંત તુચ્છ મતિવાળા લોકોની ઉપેક્ષા કરીને તથા કદાગ્રહી જીવોનું નિરાકરણ કરીને ઉપરોક્ત રીતે દ્રવ્ય-ગુણ-પર્યાયની પરીક્ષા કરવામાં આવી છે. તથા ગુર્વાશાનું રક્ષણ કરવામાં 2 આવેલ છે. (૧૪/૧૮) હૈયા,
જ શક્તિના દુર્ભયથી બચીએ જ આધ્યાત્મિક ઉપનય :- અત્યંત તુચ્છ બુદ્ધિવાળા લોકો સાથે વાદવિવાદ કરવામાં આવે તો સમય, શક્તિ વગેરેની નુકસાની સિવાય બીજું કોઈ સારું તાત્ત્વિક ફળ આવવાની આશા રાખી શકાતી નથી. તેથી અતિ તુચ્છ મતિવાળા જીવોની કાયમ માટે ઉપેક્ષા કરવી જોઈએ. તથા પવિત્ર આગમિક પરંપરાનો
અપલાપ કે ઉચ્છેદ કરવા માટે તૈયાર થયેલા કદાગ્રહી જીવોના કદાગ્રહનું તો મધ્યસ્થ ભાવે અવસરે G] નિરાકરણ પણ કરવું જોઈએ. આ રીતે કરવામાં આવે તો જ જિનવચનની રક્ષા અને જિનવચનનો આ વિનિયોગ થઈ શકે છે. આના પ્રભાવે આપણને આ-લોકમાં અને પર-લોકમાં ખરા અર્થમાં શાસનપ્રભાવના
કરવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થાય છે તથા જિનશાસન, જિનવચન, સદ્ગુરુ, સંયમ વગેરેની પ્રાપ્તિ છે થાય છે. આ હકીકત પણ આડકતરી રીતે અહીં સૂચવાયેલ છે. તથા તે સંયમાદિના બળથી સંવેગરંગશાળામાં વર્ણવેલ સિદ્ધસુખ સુલભ બને. ત્યાં શ્રીજિનચન્દ્રસૂરિજીએ જણાવેલ છે કે ‘સિદ્ધ ભગવંતોને ફરીથી ક્યારેય ઈચ્છા ઊભી થતી નથી. તેથી તેમની પાસે જે સૂક્યની નિવૃત્તિ છે, તે સર્વકાલીન છે, ઐકાન્તિક = અવશ્યભાવી છે તથા આત્મત્તિક = સંપૂર્ણ છે. તેથી સિદ્ધ ભગવંતો પાસે પરમસુખ હોય છે.” (૧૪/૧૮)
• પુસ્તકોમાં “જે નથી. ફક્ત કો.(૧૧)માં છે. # કો.(૯)+સિ.માં ‘ગુરુની આણ' પાઠ. 8 મો. (૨)માં “અતીતનું પાઠ. જે પુસ્તકોમાં “જે ક...” પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે.