Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
४४८
परामर्शः
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૧૪/૧-૩)]
નાણરહિત જે શુભ ક્રિયા, ક્રિયારહિત શુભ નાણ;
યોગદૃષ્ટિસમુચ્ચય કહિઉં, અંતર ખજુઆ ભાણ II૧૫/૧-૩ (૨૪૮) Pજ્ઞાનરહિત જે શુભ ક્રિયા કરાઈ અનઈ ક્રિયારહિત = ક્રિયાઈ હીરા છે શુભ જે " ઉત્તમ પ્રધાન જ્ઞાન યોગદૃષ્ટિસમુચ્ચય માંહિ ગ્રન્થઈ વિષઈ કહિઉં છઇ, જે આંતરઉં કેતલઉં? સ જેતલઉ ખજુઆ અનઈ ભાણ કહિઈ સૂર્ય.*ખજુઆ સમાન ક્રિયા જાણવી.* I૧૫/૧-all
ज्ञानशून्या सक्रिया क्रियारहितं च यत् शुभविज्ञानम् । योगदृष्टिसमुच्चये तद्भेदः खद्योतार्कवत् ।।१५/१-३।।
જ્ઞાન સૂર્ય છે મીકો :- જ્ઞાનશૂન્ય એવી જે શુભ ક્રિયા અને ક્રિયાશૂન્ય જે શુભજ્ઞાન આ બન્ને વચ્ચેનું અંતર આગિયા અને સૂર્ય જેટલું છે. આ પ્રમાણે યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથમાં જણાવેલ છે. (૧૫/૧-૩)
- મિથ્યા સંતોષ છોડીએ ના છે :- સભ્ય જ્ઞાન અને પ્રશસ્ત ક્રિયા - આ બન્ને સાથે હોય તો અત્યંત ઉત્તમ એ વાત છે. સોનામાં સુગંધ ભળે તે રીતે વધાવવા જેવી તે બાબત છે. પરંતુ બેમાંથી એક જ જો મળી , શકે તેમ હોય તો સૂર્ય જેવું ઝળહળતું જ્ઞાન મેળવવા માટે આત્માર્થી જીવે પ્રયત્ન કરવો એ વધુ ઉચિત પૂ. છે. સમ્યજ્ઞાનશૂન્ય એવી આગિયા જેવી પ્રશસ્ત ક્રિયા કરવા માત્રથી “માનવજીવનની સફળતાનો આસ્વાદ (R માણી લીધો' - આ પ્રમાણે મિથ્યા સંતોષમાં આત્માર્થી જીવે અટવાઈ જવું ન જોઈએ.
જ ઉપયોગમાંથી રાગને છૂટો કરીએ છે સમ્યજ્ઞાનને મેળવવા માટે રાત-દિવસ આપણા ઉપયોગને રાગ વગેરેથી છૂટો કરવો. અનાદિ ત કાળથી આપણી ઉપયોગપરિણતિ જાણે કે રાગાદિ વિભાવપરિણામોની સાથે એકરૂપ બની ગઈ હોય, . તાદાભ્યને પામી હોય તેવું અનુભવાય છે. મિથ્યાત્વવશ આપણી આવી ઘોર વિડંબના થઈ રહી છે. વા તેમાંથી છૂટવા માટે સૌપ્રથમ આપણા વીતરાગ સ્વભાવનો, ચૈતન્ય સ્વભાવનો મહિમા અંદરમાં ઉભો ! કરવો જોઈએ. તે માટે આત્મલક્ષે શાસ્ત્રાભ્યાસ = સ્વાધ્યાય કરવો જોઈએ. આત્માનુભવીના પડખાં સેવવા જોઈએ. આવા સ્વાધ્યાય, સત્સંગ વગેરેના માધ્યમે પોતાના વીતરાગ ચૈતન્યસ્વભાવનું અપૂર્વ માહાસ્ય પ્રગટે છે. તેના બળથી પોતાના ઉપયોગને સ્વસમ્મુખ વાળવો. આ રીતે આપણા ઉપયોગમાં કામરાગ, સ્નેહરાગાદિની સાથે અનાદિ કાળથી મિથ્યાત્વવશ એકરૂપતાની જે પ્રતીતિ થાય છે, તેને મૂળમાંથી જ સમ્યફ રીતે ઉખેડવી. '... ચિહ્નદ્રયવર્તી પાઠ કો. (૯)+સિ.માં નથી.
.. ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. ફક્ત લા.(ર)માં છે. 8 ફક્ત (૨)માં “કેતલઉં ?' પાઠ. *, * ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. ફક્ત લી.(૩)માં છે.