Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૪૫૨
[ અધ્યાત્મ અનુયોગ સહિત
જ્ઞાનશૂન્ય ક્રિયાનું ઉપાર્જન કરવામાં વધારે રુચિ ધરાવનાર આરાધક જીવોની પ્રચુરતા એ પણ આ વિષમ કલિકાલની બલિહારી જ સમજવી. કળિયુગની આ વિષમતાથી અને વિચિત્રતાથી બચવા માટે આપણે સહુએ પ્રામાણિકપણે આંતરિક ઉદ્યમ કરવો જોઈએ. આવી પાવન પ્રેરણા આ શ્લોક દ્વારા ગ્રહણ કરવા યોગ્ય છે.
ઈ નિરવભાવનો મહિમા પ્રગટાવીએ છે મૂળ ગ્રંથમાં જ્ઞાનને સૂર્યસમાન જણાવેલ છે, તે મુખ્યવૃત્તિથી તો ગ્રંથિભેદ થયા પછીનું જ જ્ઞાન સમજવું. ગ્રંથિભેદ થયા પૂર્વે જે દ્રવ્યાનુયોગનું જ્ઞાન થયું હોય તે અહીં સૂર્યસમાન બતાવવું અભિપ્રેત નથી. કારણ કે તેનું જ્ઞાન તો ઘણી વાર અભવ્ય-દૂરભવ્ય વગેરે પાસે પણ હોય છે. તેથી ગ્રંથિભેદ
પછીના કાળમાં થનાર સમ્યજ્ઞાનને મેળવવા માટે પ્રયત્ન કરવો. તે માટે સૌપ્રથમ પદ્રવ્ય-પરગુણ એ -પરપર્યાયમાં લીન બનેલા પોતાના ઉપયોગને તેમાંથી પાછો વાળીને પોતાના શુદ્ધ આત્મદ્રવ્યમાં, શુદ્ધ
આત્મગુણમાં અને શુદ્ધ આત્મપર્યાયમાં જ સમ્યક પ્રકારે લીન કરવાનો છે. નિજ ઉપયોગને પોતાના 1 જ નિર્મળ દ્રવ્યાદિમાં સ્થિર કરીને “શુદ્ધ ચૈતન્યનો અખંડ પિંડ એ જ હું છું - આવી શ્રદ્ધાને અત્યંત at દઢ કરવાની છે.
# શાશ્વત શાંતિને પ્રગટાવીએ % રિએ પોતાના જે શુદ્ધ ચૈતન્યસ્વભાવની શ્રદ્ધા કરી છે, તે જ શુદ્ધસ્વભાવમાં પોતાના ઉપયોગને લીન ત કરવાનો છે. ઉપયોગને તેમાં લીન કરવા માટે પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો મહિમા પોતાના જ્ઞાનમાં છે આ મુજબ સ્થાપવો જોઈએ કે “મારો શુદ્ધ ચૈતન્યસ્વભાવ અનંત આનંદમય છે. એ આનંદ ઉપાધિશૂન્ય રાં છે, સ્વાધીન અને શાશ્વત છે. આવા શાશ્વત અનંત આનંદના શાશ્વત સાગરને છોડીને નશ્વર, પરાધીન,
ઉપાધિવર્ધક, ઉપાધિજન્ય, જડ, પૌલિક, ભૌતિક સુખની પાછળ મારે શા માટે ભટકવું? મારી અંદર રહેલા અનંત આનંદના મહાસાગરને જ ઝડપથી પ્રગટ કરું.” એક નિયમ એવો છે કે જ્ઞાનમાં જેનું માહાભ્ય દઢ બને તેમાં જ જ્ઞાન એકાગ્ર થાય, લીન બને. પરતત્ત્વનો મહિમા અનંત કાળથી જ્ઞાનમાં હોવાથી ત્યાં જેમ જ્ઞાન એકાગ્ર થાય છે, તેમ આત્માના અનંત સુખમય સ્વભાવનું માહાભ્ય જો જ્ઞાનમાં વસી જાય તો બધાય બાહ્ય પ્રયોજનોની દરકાર કર્યા વિના જ્ઞાન આત્મસ્વભાવમાં ઠરે, લીન બને. તો જ સાચી સહજ શાશ્વત શાંતિ પ્રગટ થાય.
જે નૈઋચિક ભાવસમકિતને પ્રગટાવીએ જ આ ક્રમથી મોક્ષમાર્ગે આગળ વધતાં સહજમલનો ધરખમ ઘટાડો થાય. તેના લીધે અજ્ઞાનગ્રંથિનો ભેદ થાય અને નૈઋયિક ભાવ સમકિત પ્રગટે. તેના પ્રભાવે પૂર્વે ભણેલા દ્રવ્યાનુયોગાદિવિષયક શાસ્ત્રો સમ્યજ્ઞાનરૂપે પરિણમે છે. તે સમ્યગૂ જ્ઞાનને આદરપૂર્વક અનુસરવાથી સમરાદિત્યકથામાં શ્રીહરિભદ્રસૂરિજીએ વર્ણવેલ મોક્ષને આત્માર્થી જીવ ઝડપથી મેળવે છે. ત્યાં જણાવેલ છે કે “મોક્ષ એવું સ્થાન છે જ્યાંથી સંસારમાં પાછા આવવું પડતું નથી. જન્મ-જરા-મરણ-રોગ-શોકથી રહિત મોક્ષ તો નિરુપમ સુખથી યુક્ત છે.” (૧પ/૧-૪)