Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
परामर्शः निरुपक्रमक
દ્રવ્ય-ગુણ-કાર્યનો રાસ + ટબો (૧૫/૨-૨)]
૪૬૩ વશ નિરુપક્રમ કર્મનઈ, જે પણિ જ્ઞાનવિહીના રે; તે પણિ મારગમાં કહ્યા, જ્ઞાની ગુરુપદલીના રે ૧૫/ર-ર (૨૫૫) શ્રી જિન. "નિરુપક્રમ કહેતાં કોઈક નિબિડ જ્ઞાનાવરણ કર્મનઈ વશે કરી જે કોઈ તાદશ જ્ઞાન ગુણે કરી હીન છે. તાદશ સત્ ક્રિયા વસત્યાદિક દોષરહિત છઈ, તે પણિ અજ્ઞાનક્રિયાસહિત છઈ. તાદશ જૈન પ્રક્રિયાનો અવબોધ નથી પામ્યા, તે પણિ માર્ગમાંહે કહ્યા છઇ.
યા પરમાર્થે ? જ્ઞાની તે જ્ઞાનવંત, જે ગુરુ, તેહના (પદક) ચરણ કમલને વિષે એકાન્ત (લીના ) રક્ત પરિણામ છઈ. તે માટઈ શ્રી જિનમાર્ગનેહિ જ સેવીયે.ll૧૫/૨-રા
: निरुपक्रमकर्मवशाद् ये मुनयोऽपि ज्ञानविहीना रे। - તેરિ મોક્ષમાશા જ્ઞાનિયુનનવનીના રાજ/ર-રા
I ! જ્ઞાન-ક્રિચારહિત ગુરુભક્ત પણ મોક્ષમાર્ગસ્થ છે લોકાર - જે જીવો મુનિ હોવા છતાં પણ નિરુપક્રમ કર્મને વશ થવાથી જ્ઞાનશૂન્ય છે, તેઓ પણ જો જ્ઞાની ગુરુવર્યના ચરણમાં લીન હોય તો મોક્ષમાર્ગમાં રહેલા છે. (૧પ/ર-૨)
૪ .... તો જ્ઞાન-ક્રિયામાં ખામીવાળાનું પણ જીવન સફળ ૪ લીક ઉપનથી:- (૧) “જે મહાત્માઓમાં જ્ઞાનની કે આચારની બાબતમાં થોડી અલના હોય, અ. પરંતુ ગુરુની ભક્તિ કરવામાં તેઓને અનેરો આનંદ આવતો હોય તેમજ ગુરુને છોડવાનો કે ગુરુથી દૂર .. રહેવાનો જેમને બિલકુલ વિચાર પણ ન આવતો હોય, તથા ગુરુભક્તિના માધ્યમથી પોતાના કોઈ પણ ખ્યા પ્રકારના ભૌતિક સ્વાર્થની પરિપૂર્તિ માટેનો લેશ પણ આશય જેમના જીવનમાં જોવા મળતો ન હોય, ફક્ત મ આત્મકલ્યાણની બુદ્ધિથી જ ગીતાર્થ ગુરુના ચરણકમલની ઉપાસના કરવામાં જ જે મહાત્માઓ તત્પર હોય તેઓ પણ મોક્ષમાર્ગમાં જ રહેલા છે' - આવું જાણીને અજાણતા પણ તેવા મહાત્માઓની નિંદા ન થઈ ર જાય તેની પૂરેપૂરી તકેદારી રાખવી. (૨) તથા “જ્ઞાન ન હોય, જ્ઞાન ચડતું ન હોય, નિર્દોષ ભિક્ષાચર્યામાં કે તપશ્ચર્યામાં માયકાંગલું શરીર સાથ આપે તેમ ન હોય અને નિરતિચાર સંયમપાલનનો ઉત્સાહ જાગવાની છે સંભાવના વર્તમાનમાં જણાતી ન હોય તો દીક્ષા લઈને શું કરવાનું?” - આવી મૂંઝવણ રાખીને દીક્ષા યો લેવાનો વિચાર પડતો મૂકીને સંસાર માંડવાની ભૂલ ન કરવી. પરંતુ દીક્ષા પછી ગીતાર્થ ગુરુના ચરણકમલની ઉપાસના દ્વારા મારા હઠીલા કર્મોને હટાવી હું જરૂર મોક્ષમાર્ગે આગળ વધીશ' - આવો અપૂર્વ આત્મવિશ્વાસ છે” કેળવીને દીક્ષા બાદ ગુરુની ઉપાસનામાં રક્ત બનવું. આ બે પ્રકારનો આધ્યાત્મિક સંદેશ અહીં મેળવવા જેવો છે. તેના લીધે સિદ્ધસ્વરૂપ ઝડપથી પ્રગટ થાય. ઔપપાતિકસૂત્રમાં, પ્રજ્ઞાપના સૂત્રમાં, દેવેન્દ્રસ્તવપ્રકીર્ણકમાં, તીર્થોદ્ગાલિપ્રકીર્ણકમાં, આવશ્યકનિયુક્તિમાં તથા આત્મપ્રબોધમાં સિદ્ધસ્વરૂપનું વર્ણન કરતાં જણાવેલ છે કે “આ પ્રમાણે સર્વકાલ તૃપ્ત થયેલા, અતુલ નિર્વાણને = આનંદને પામેલા, સુખને પામેલા સિદ્ધાત્માઓ શાશ્વત કાળ સુધી અવ્યાબાધપણે સુખી રહે છે.” (૧૫/૨-૨) • પુસ્તકોમાં “કહિયા પાઠ. કો.(૯)+સિ.નો પાઠ લીધો છે. છે. ચિહ્રદયમધ્યવર્તી પાઠ ફક્ત કો.(૧૦)લી.(૧)માં છે. 8 પુસ્તકોમાં “દોષસહિત અશુદ્ધ પાઠ.