Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૪૬૪
[ અધ્યાત્મ અનુયોગ સહિત નાણરહિત હિત પરિહરી, અજ્ઞાન જ હઠરાતા રે; કપટ ક્રિયા કરતા યતિ નહુઈ જિનમતમાતા રે II૧૫/-al (૨પ૬) શ્રી જિન.
જે પ્રાણી જ્ઞાનરહિત છઈ સ્વહિતદસાચિંતન પરિહર્યો છે જેણે. અજ્ઞાનરૂપ જે હઠવાદ, તેહમાં જ તે રાતા જઈ, એકાંતે સ્વાભિગ્રહીત હઠવાદમાં રક્ત પરિણામી છઈ. બાહ્ય કપટ ક્રિયા કરીને અનેક લોકને રીઝવઈ, એહવા જે વેશધારીયા, (તે) યતિ = સાધુ ન હોઈ. ઈજિનમતને વિષે = તે જૈન મતનઈ વિષઈ, માતા ન હોઈ = પુષ્ટ ન હોઈ. //૧૫/-all.
*
परामर्श: जडा
जडा ये हिताऽपेताः स्वीयाऽज्ञानहठाऽऽग्रहरक्ता रे। कपटक्रियान्विताः ते यतयो न जिनमतमग्ना रे।।१५/२-३।।
આ ઉન્માર્ગગામી જીવોની ઓળખ છે શ્લોકાર્થ :- જે જડ જીવો આત્મહિતનો પરિહાર કરીને પોતાના અજ્ઞાન સ્વરૂપ હઠાગ્રહમાં આસક્ત છે તથા (જનમનરંજનાદિના આશયથી) કપટપૂર્વક બાહ્યાચારને પાળે છે, તે સાધુવેશને ધારણ કરનારા ટએ હોવા છતાં જિનેશ્વર ભગવંતના શાસનમાં લીન થયા નથી. (૧૫/ર-૩)
આત્મહિતનો વિચાર કરીએ છે આધ્યાત્મિક ઉપનય - ધર્મજગતમાં પ્રવેશ કર્યા બાદ પ્રત્યેક આત્માર્થી જીવનું કર્તવ્ય છે કે “મેં Cછે કેટલું આત્મહિત સાધ્યું? કેટલું આત્મહિત સાધવાનું બાકી છે? શક્તિ હોવા છતાં પણ ક્યા આત્મહિતને
સાધવામાં પ્રમાદ થઈ રહેલ છે? શા માટે પ્રમાદ થઈ રહેલ છે? આત્મહિતની કઈ દશાએ હું પહોંચેલ ૨ છું?' ઇત્યાદિ વિચારવિમર્શ કરવો જોઈએ.
જ જનમનોરંજનની વૃત્તિ છોડીએ : માત્ર જનમનરંજનના આશયથી બાહ્યાચારને પકડવામાં આવે કે પોતાની માન્યતા મુજબના હઠવાદની રીને અંદર રક્ત થવામાં આવે તો તેનાથી જિનમતમાં તાત્ત્વિક પ્રવેશ થઈ શકતો નથી. તથા સાધુવેશ ધારણ છે કરવા છતાં ભાવસાધુ થવાતું નથી. દીર્ઘ ભવભ્રમણના માર્ગે હોવા છતાં હું મોક્ષમાર્ગમાં છું – એવો
ભ્રમ રાખીને જીવ ઉન્માર્ગે ચડી જાય છે. આવું આપણા માટે ન બને તેવી કાળજી રાખવાની હિતશિક્ષા ગ્રંથકારશ્રી આ શ્લોક દ્વારા ફરમાવી રહ્યા છે.
ક્રિયાયોગત્યાગી મોક્ષમાર્ગબાહ્ય . એ જ રીતે, બીજી બાજુ વિચારીએ તો, પરમાર્થથી નિશ્ચયની જાણકારી વિના જ જે સુંદર ક્રિયાયોગને 8 લી.(૧)માં ‘ડહરાતા' પાઠ. • કો.(૪૯)+આ.(૧)માં “જિનમતમાતા' પાઠ. પુસ્તકોમાં “નિજમતિમાતા” પાઠ. શાં.(પૃ.૨૩૫)માં “જિનમતિમાતા’
પાઠ. 0 પુસ્તકોમાં નિજમતને પાઠ છે. લી.(૩)નો પાઠ લીધો છે.