Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૪૬૮
[ અધ્યાત્મ અનુયોગ સહિત પોતાના સંપ્રદાયની જ રક્ષા કરવી - આ પણ કપટવૃત્તિ છે. આવી માયાવૃત્તિથી પણ આ કાળમાં વિશેષ પ્રકારે દૂર રહેવા જેવું છે.
સાચી શાંતિને મેળવવાનો ઉપાય એ હકીકતમાં દરેક જીવ શાન્તિ, સુખ વગેરેના જ કામી છે. તે માટે જ સર્વ જીવો પ્રયત્ન કરે ... છે. પણ તેનું સાચું સાધન ન પકડવાથી તેની પ્રાપ્તિ થતી જ નથી. જેણે તાત્ત્વિક શાન્તિ, સુખ વગેરે
મેળવવા છે, તેણે ક્યારેય પણ જનમનરંજન, માયા, મમતા, વાસના વગેરેના વમળમાં ડૂબવું ન જ છે જોઈએ કે પર દ્રવ્ય-ગુણાદિનો અનુભવ કરવામાં ગળાડૂબ થવું ન જ જોઈએ. હે ભવ્યાત્મા ! તારે
આત્માની શાંતિ વગેરે ગુણવિભૂતિને પ્રગટ કરવી જ છે, તો તે ક્યારેય પારકા દ્રવ્ય-ગુણ-પર્યાયમાંથી અ નહીં આવે, પારકી વસ્તુ સામે જોવાથી નહિ જ આવે. રાગાદિ વિભાવપરિણામ કે ક્ષણિક વિકલ્પ . વગેરે પર્યાયના કર્તા-ભોક્તા બનવાની અવસ્થામાંથી પણ શાંતિ વગેરે ક્યારેય પણ, ક્યાંય પણ, કોઈને છે પણ પ્રગટી શકે જ નહિ. તેથી તે તમામ પરભાવના લક્ષને છોડી દે. તે તમામ પારકા દ્રવ્યાદિથી થો પરમ ઉદાસીન બનીને ધ્રુવ, શુદ્ધ, પરિપૂર્ણ એવા પોતાના ચૈતન્યના અખંડ પિંડમાં જ તારી પોતાની . વર્તમાન ઉપયોગપરિણતિને એકાકાર કર, તન્મય બનાવ. તારા ધ્રુવ, શુદ્ધ, પૂર્ણ ચૈતન્યસ્વભાવના આધારે
જ સાંપ્રત અવસ્થામાં સાચી શાંતિ વગેરે પ્રગટ થાય. બીજી કોઈ રીતે તાત્ત્વિક શાંતિ મળશે નહિ. આ રીતે અહીં બતાવેલ માર્ગે ચાલીને પરિપૂર્ણ, પરિશુદ્ધ, શાશ્વત એવા પોતાના જ પરમ શાંત સ્વભાવને પ્રગટ કરવાથી પ્રશમરતિમાં દર્શાવેલ સિદ્ધિ નજીક આવે છે. ત્યાં ઉમાસ્વાતિવાચકે જણાવેલ છે કે “જન્મ -જરા-મરણ-રોગથી સંપૂર્ણતયા છૂટી ગયેલ તથા વિમલ સિદ્ધિક્ષેત્રમાં લોકાગ્ર ભાગને પામેલ આત્મા સાકાર ઉપયોગથી સિદ્ધિને પામે છે.”(૧૫/ર-૫)