Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૪૪૨
[ અધ્યાત્મ અનુયોગ સહિત
છે માત્ર યુક્તિમાં ગળાડૂબ ન થઈએ છે ટા પરંતુ દ્રવ્યાનુયોગસંબંધી જે જે યુક્તિઓ અહીં દર્શાવેલ છે, તેમાં જ માત્ર ગળાડૂબ ન બનવું.
પરંતુ પોતાના વિશુદ્ધ આત્મતત્ત્વના અનુભવનો પ્રવાહ અલિત ન થાય, તે માટે સતત પ્રયત્ન કરવો. dી કારણ કે જ્ઞાનસારમાં તથા અધ્યાત્મઉપનિષદ્ધાં મહોપાધ્યાયજી મહારાજે જણાવેલ છે કે “ઈન્દ્રિયોથી
જાણી ન શકાય એવો શુદ્ધ આત્મા, વિશુદ્ધ અનુભવ સિવાય, શાસ્ત્રોની સેંકડો યુક્તિઓથી પણ જાણી રન ન શકાય.” તે વિશુદ્ધ સ્વાનુભવના બળથી પોતાની આત્મશુદ્ધિ પરાકાષ્ઠાને પામે તો ઉત્તરાધ્યયનસૂત્રમાં ત દર્શાવેલ સિદ્ધગતિ ઝડપથી પ્રાપ્ત થાય છે. ત્યાં સિદ્ધગતિ અંગે જણાવેલ છે કે “જ્ઞાન-દર્શનઉપયોગવાળા, આ સંસારના પારને પૂર્ણતયા પામેલા તે તમામ સિદ્ધ ભગવંતો લોકના એક ભાગમાં શ્રેષ્ઠ સિદ્ધિગતિને વાં પામેલા છે.” (૧૪/૧૯)
જ ચૌદમી શાખા સમાપ્ત છે