Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૪૪૧
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૧૪/૧૯)]
જે દિન દિન ઈમ ઉભાવસ્થઈ, દ્રવ્યાદિ વિચાર; તે લહસ્યઈ જસસંપદા, સુખ સઘલાં સાર ૧૪/૧૯ાા (૨૪૫) શ્રી જિન.
જેહ એ અર્થવિચાર (ઈમ) દિન દિન પ્રતિ નિત્ય નિત્ય (દ્રવ્યાદિ=) દ્રવ્ય-ગુણ-પર્યાય વિચારરૂપ ભાવસ્થઈ, તેહ જીવ પ્રાણીઓ યશની સંપદા પામસ્યઈ. તથા સઘલાં (સાર) સુખ (લહસ્યV=) પોમર્ચાઈ નિશ્ચયે. 'એહવો શ્રીજિનવાણીનો મહિમા જાણવો. ૧૪/૧લા
गुणविकाराः पर्यया इत्युक्त्वा द्रव्यपर्यायं वदन्। હિં નાનાતિ મનસિ ન લેવાનો વિશ્વર: હાા૨૪/૨૨
इपरामर्श: गुण
૦ તત્ત્વવિચારણાથી સુયશ મળે છે. તેલથી:- આ પ્રમાણે જે જીવ રોજ દ્રવ્યાદિ તત્ત્વની વિચારણા કરશે તે ખરેખર સુયશની સંપત્તિને અને તમામ સુખને ચોક્કસ પ્રાપ્ત કરશે. (૧૪/૧૯)
* ચશ નહિ, સુયશ મેળવો ૬ સિક - દ્રવ્યાનુયોગના અભ્યાસથી બુદ્ધિ સૂક્ષ્મ થાય છે અને શુદ્ધ એવા આત્મદ્રવ્ય -ગુણ-પર્યાયને ગ્રહણ કરવામાં પટુ = કુશળ બને છે. તથા આત્માર્થી જીવ દ્રવ્યાનુયોગનો અભ્યાસ મ કરે તો તેની પ્રજ્ઞા તટસ્થ = મધ્યસ્થ પણ બને છે. આવી સૂક્ષ્મ અને મધ્યસ્થ બુદ્ધિના પ્રભાવે દ્રવ્યાનુયોગની ! વિચારણા સુયશને = સુંદર યશને અપાવે છે. આ યશના કારણે બીજા જીવોને ધર્મમાર્ગે સરળતાથી જોડી શકાય છે. તેમજ કોઈક નબળા કર્મના ઉદયથી આપણને ખરાબ પ્રવૃત્તિ કરવાનો વિચાર જાગે પણ તો તેનાથી અટકવાનું બળ પણ સુંદર યશના પ્રભાવે પ્રાપ્ત થાય છે. મતલબ કે “મારું નામ આટલું . પ્રસિદ્ધ છે અને હું આવું કામ કરીશ તો લોકોને ધર્મ પ્રત્યેની શ્રદ્ધા ઉઠી જશે' - આવું વિચારી દ્રવ્યાનુયોગઅભ્યાસી અકાર્ય કરવાથી પાછો ફરે છે. આ રીતે યશ-કીર્તિ સ્વ-પરને આધ્યાત્મિક લાભ અપાવનાર હોવાથી યશનું “સુ” એવું વિશેષણ અહીં લગાડવામાં આવેલ છે. શાતાવેદનીય વગેરેના ઉદયથી ઉત્પન્ન થનારું સુખ તો તેને મળે જ છે પરંતુ મોહનીય કર્મના ક્ષય વગેરેથી ઉત્પન્ન થનારું સુખ પણ તે અવશ્ય પ્રાપ્ત કરે છે. આવું જણાવવા દ્વારા દ્રવ્યાનુયોગની નિત્ય વિચારણા કરવા માટે અહીં આધ્યાત્મિક પ્રેરણા ગ્રંથકારશ્રીએ કરેલ છે.
8 B(૨)માં “અભ્યસઈ પાઠ.
પુસ્તકોમાં “વિચાર” પાઠ નથી. કો.(૯)માં છે. *.* ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)માં છે. # ફક્ત લા.(૨)માં જીવ પ્રાણીઓ પાઠ. '.. ચિહ્નદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. લા.(૨)માં છે.