Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટબો (૧૪/૧૪)]
૪૩૧ કરનાર એવા સાધકના જીવનમાં રહેલ કોઈ નાનકડી ત્રુટિને મુખ્ય બનાવી “આવા શિથિલાચારીને આ સમુદાયમાં રાખવાથી આખો સમુદાય શિથિલ થઈ જશે, ભ્રષ્ટ થઈ જશે' - આવી સૂફયાણી વાતો કરી,... તેને સમુદાય બહાર કરવા માટે ધમપછાડા કરવા દ્વારા જીવમૈત્રીને ખતમ કરવી.... આ બધા લક્ષણો સ્થા તીર્થકરસંમત સ્યાદ્વાદના નથી પરંતુ સ્વસંમત સગવડવાદના છે, સ્વચ્છંદવાદના છે. તેનાથી તીર્થકર તેમ પરમાત્મા પ્રત્યેની વફાદારી નહિ પરંતુ મોહરાજા પ્રત્યેની પોતાની વફાદારી સૂચિત થાય છે. તેનું પરિણામ દુઃખ-દુર્ગતિ-દોષપ્રચુર એવો દીર્ઘ સંસાર છે. આત્માર્થી સાધક આવી મલિન વૃત્તિને દૂરથી તિલાંજલી આપે આ - એવા પ્રકારનો આધ્યાત્મિક સંદેશ અહીં પ્રાપ્ત થાય છે. તે સંદેશને અનુસરવાથી શ્રીશ્રીપાલકથા (સિરિસિરિવાલકહા) ગ્રંથમાં વર્ણવેલ મુક્તિસુખ દૂર ન રહે. ત્યાં શ્રીરત્નશેખરસૂરિજીએ જણાવેલ છે કે શું સિદ્ધિનું સુખ (૧) અનંત છે, (૨) અનુત્તર = સર્વશ્રેષ્ઠ છે, (૩) અનુપમ છે, (૪) શાશ્વત છે તથા યો. (૫) સદા આનંદમય દુઃખલેશશૂન્ય) છે.' (૧૪/૧૪)