Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
દ્રવ્ય-ગુણ-૫યાયનો રસ + ટબો (૧૪/૧૯)]
૪૩૫ સ્વભાવગુણપર્યાયને આપણે પ્રગટાવવાના છે. પરંતુ અનાદિકાળથી માત્ર બહારની જ રુચિ હોવાથી આ આત્મા પરને જ જાણવામાં રોકાઈ ગયો, અટવાઈ ગયો. શાસ્ત્રોનો અભ્યાસ પણ ઘણો કર્યો. શાસ્ત્રીય પદાર્થોની માહિતી ઘણી ભેગી કરી. સત્સંગ વગેરે પણ ઘણી વાર કર્યા. છતાં બહિર્લક્ષી જ જ્ઞાન કર્યું. પરંતુ અંદરમાં સ્વસમ્મુખ થઈને પોતાને જ ન જાણ્યો. વિજ્ઞાનઘન, પરમશીતળ, પૂર્ણાનંદમય એવી પોતાની જાતને જ ઓળખી નહિ. પરણેય તત્ત્વોના માહિતીજ્ઞાનમાં ડૂબીને, ખોવાઈને કાયમ પોતાની પાસે વિદ્યમાન-નિત્યસન્નિહિત એવો જાણનાર આત્મા જ અત્યંત વિસરાયો. જગત આખામાં ભટક્યો પણ જ્ઞાનનિધાનભૂત નિજ આત્માને જ ન ઓળખ્યો. કેવી મૂર્ખામી કરી ? આનંદઘનજી મહારાજ પણ ધર્મનાથ ભગવાનના સ્તવનમાં આ જ વાત કરે છે કે પરમ નિધાન પ્રગટ મુખ આગળ, જગત ઉલ્લંઘી જાય, જિનેસર !” ખરેખર જાણનારને જ જાણ્યો નહિ. શાસ્ત્રોની લિપિનું વિજ્ઞાન મેળવવામાં કે શબ્દોની ગોઠવણી કરવામાં કે માનસિક કલ્પનાઓની હારમાળા રચવામાં વ્યગ્ર બનીને દ્વન્દાતીત વિશુદ્ધ આત્માને અતીન્દ્રિય અનુભવના બળથી ન જ જાણ્યો. સ્વનો સાક્ષાત્કાર ન જ કર્યો. તેવી વ્યગ્રતાથી - વ્યસ્તતાથી એ કઈ રીતે શુદ્ધ આત્માનો અપરોક્ષ અનુભવ થાય ?
a લિપિમય-વાહ્મચ-મનોમય દૃષ્ટિથી આત્માનુભવ ન થાય ૪ પ્રસ્તુતમાં જ્ઞાનસારની એક કારિકાની વિભાવના કરવી. ત્યાં મહોપાધ્યાયજીએ જણાવેલ છે કે ન “ક્લેશશુન્ય શુદ્ધ અપરોક્ષ એવા અનુભવ વિના, રાગ-દ્વેષાદિગૂન્ય શુદ્ધ આત્મસ્વરૂપને (૧) લિપિમયી 5 દષ્ટિ (લિપિત્તાન કે પુસ્તકીયું જ્ઞાન કે સંજ્ઞાક્ષરમય દૃષ્ટિ), (૨) વામથી દષ્ટિ (વ્યંજનાક્ષરમયી દૃષ્ટિ આ કે ધર્મવાદાદિથી ઊભી થતી માન્યતા) કે (૩) મનોમયી દષ્ટિ (આત્મસંબંધી કલ્પના કે લબ્ધિઅક્ષરમય છે બોધ કે શાસ્ત્રદષ્ટિ) કઈ રીતે જાણી શકે ?” તેથી આત્માનુભવ માટે શાસ્ત્રદષ્ટિ કે ચર્મદષ્ટિ ઉપર મદાર તો બિલકુલ ન બાંધવો. તેનાથી સ્વાનુભૂતિ શક્ય નથી. તેથી જે જ્ઞાન વડે પરવસ્તુઓ શેય બનાવાય છે, જે જ્ઞાન પરવસ્તુઓને શેય = સ્વવિષય બનાવીને જાણે છે, તે જ જ્ઞાનને પોતાના અંતરમાં વાળીને, છે, તે જ જ્ઞાનથી સ્વવસ્તુને = સ્વાત્મતત્ત્વને શેય બનાવીને જાણવાનો પ્રયત્ન કરવો. પરમપવિત્રસ્વરૂપે, પૂર્ણાનંદમયરૂપે, શુદ્ધ ચૈતન્યના અખંડ પિંડસ્વરૂપે સ્વાત્મતત્ત્વને તે જ જ્ઞાન વડે ઓળખવું. અધૂરા જ્ઞાનના આશ્રયે પૂર્ણજ્ઞાન પ્રગટતું નથી. તેથી પૂર્ણ જ્ઞાનસ્વભાવનો આશ્રય કરાવવા માટે અહીં મતિ-શ્રુત વગેરે ચાર અપૂર્ણ જ્ઞાનોને વિભાવગુણપર્યાય તરીકે કહ્યા છે.
% મતિજ્ઞાન વિભાવ છે, વિરુદ્ધભાવ નથી dh પરંતુ આત્માના ચૈતન્યસ્વભાવથી રાગાદિ વિભાવપરિણામો જેમ વિરુદ્ધ ભાવ છે, વિરુદ્ધ જાતના ભાવ છે તેમ મતિજ્ઞાન વગેરે કાંઈ વિરુદ્ધ ભાવ નથી. મતિ વગેરે પાંચેય જ્ઞાનો સમ્યજ્ઞાનત્વ જાતિની અપેક્ષાએ તો આત્માના ચૈતન્યસ્વભાવને સજાતીય જ છે. આ રીતે પોતાના પરિશુદ્ધ-સ્થિર-શાશ્વતપરિપૂર્ણજ્ઞાનમય આત્મદ્રવ્ય ઉપર રુચિપૂર્વક સ્વદષ્ટિને સ્થિર કરતાં કરતાં, તે સિવાયના અન્ય તમામ દ્રવ્ય અને પર્યાય પ્રત્યે ઉદાસીન ભાવ કેળવતાં કેળવતાં સાનુબંધ સકામ નિર્જરાના પ્રભાવે નિજ શુદ્ધ સ્વભાવગુણપર્યાય પ્રગટ થાય છે. તે પ્રગટ થાય તો જ (A) અનાલંબન, (B) અમલ, (C) અચલ,