Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૩૯૭.
દ્રવ્ય-ગુણ-૫યાયનો રાસ + ટબો (૧૩/૧૫)]. જ્ઞાનનું તન્મયપણે અખંડ વેદન કરવામાં લીન છું, કર્મપુદગલોથી રચાયેલા રાગાદિનો પ્રતિભાસ મારા જ્ઞાનમાં થાય તો ભલે થાય. મારે તેની નોંધ લેવાની કે તેને મહત્ત્વ આપવાની શી જરૂર? એ ભલે એના સ્વરૂપમાં રહે. હું તો મારા ચૈતન્યસ્વરૂપમાં જ રહું” - આવી મંથનપદ્ધતિથી રાગાદિનો પ્રતિભાસ આ ગૌણ થઈ જાય છે અને સ્વનો પ્રતિભાસ એ ઉપયોગાત્મક થતાં “જ્ઞાનવિરોધી એવા રાગાદિ ભાવકર્મનો કર્તા હું નથી - તેવું પ્રન્થિભેદોત્તરકાલીન સમ્યજ્ઞાનમાં પ્રતિભાસે છે.
2 મોહક્ષોભથી રહિત થઈએ 2; તેથી વિભાવસ્વભાવને અને અશુદ્ધસ્વભાવને રવાના કરી આત્માના શુદ્ધસ્વભાવને પ્રગટ કરવા માટે સ્વ-પરમાં ભેદની જીવંત પ્રતીતિના બળથી આત્માર્થી સાધકે રાગ-દ્વેષાદિ પરિણામોમાં એકપણાના આ = સ્વઅભિન્નપણાના અધ્યાસને કાઢી, વિરાધનાને અને વિરાધક ભાવોને રવાના કરીને, શક્તિ છૂપાવ્યા ન વિના તપ-ત્યાગ આદિ બાહ્ય સાધનામાં ઉજમાળ બની, વિધિપૂર્વક અને જયણાપૂર્વક બાહ્ય આચારોના પાલનમાં કટિબદ્ધ પણ બનવું. આ રીતે ક્રમબદ્ધ પોતાની સાધકદશા ઉચ્ચતમ બને તેવી રીતે પરમોચ્ચ પણ આધ્યાત્મિક રોહણાચલનું આરોહણ કરીને “મોહક્ષોભવિહીન આત્મપરિણામ એ ધર્મ છે' - આ પ્રમાણે મેં ભાવપ્રાભૃતમાં કુંદકુંદસ્વામીએ જણાવેલ ભાવચારિત્રધર્મદશાને પ્રગટ કરવા માટે સતત આદરભાવે જાગૃતિ કેળવવી જોઈએ. આવો આધ્યાત્મિક ઉપદેશ અહીં પ્રાપ્ત થાય છે. તેનાથી તત્ત્વાર્થસૂત્રકારિકામાં વર્ણવેલ મોક્ષસુખ સુલભ બને. ત્યાં મોક્ષસુખને દર્શાવતા શ્રીઉમાસ્વાતિવાચકે કહેલ છે કે કર્મ અને ક્લેશ - બન્નેમાંથી કાયમી છૂટકારો થવાના લીધે મોક્ષમાં સર્વોત્તમ સુખ છે.” (૧૩/૧૫)