Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૧૪/૯)]
૪૧૭ અને આત્મા જુદા જ છે' - આવી તાત્ત્વિક ભેદવિજ્ઞાનપરિણતિ દુર્લભ બને. તેવા જીવને રાગાદિથી કે વિકલ્પાદિથી કે કર્માદિથી ભેદજ્ઞાન થાય નહિ. દેહ-રાગ-દ્વેષ-વિકલ્પ વગેરેથી પોતાના ઉપયોગને છૂટો પાડ્યા વિના તો ગ્રંથિભેદ અત્યંત દુર્લભ જ બની જાય છે. પોતાના શુદ્ધ આત્મદ્રવ્યના સ્વભાવનો યથાર્થ નિશ્ચય તો અશુદ્ધ નિશ્ચયનયથી પણ થતો નથી. તો પછી ઉપચારને જ ડગલે ને પગલે મુખ્ય કરનાર વ્યવહારનયથી તો તે સ્વભાવનો નિર્ણય ક્યાંથી થાય ? તથા બાલ, યુવાન આદિ પર્યાયોના ધણા લક્ષે આત્મજ્ઞાન પ્રગટ થતું નથી, અપરોક્ષ સ્વાનુભૂતિ થતી નથી જ. તેથી (૧) પોતાના શુદ્ધ આત્મદ્રવ્યના યથાર્થ સ્વભાવની શ્રદ્ધા-રુચિ-જાણકારી મેળવવા માટે તથા (૨) ગ્રંથિભેદ પછીના સમયે થનાર તાત્ત્વિક (0) અપરોક્ષ સ્વાનુભવ = આત્મસાક્ષાત્કાર માટે (૩) તેમજ તથાવિધ અશુદ્ધ વ્યંજનપર્યાયના અને અર્થપર્યાયના પ્રવાહનો ઉચ્છેદ કરવા માટે તેવા વ્યવહારની દૃષ્ટિ-શ્રદ્ધા-રુચિ છોડવી જ જોઈએ. |
ફ બાલાદિ પર્યાયો શરીરના જ છે ; પ્રસ્તુતમાં “મારું મરણ નથી તો ડર ક્યાંથી ? મને રોગ નથી તો વ્યથા ક્યાંથી ? હું બાલ નથી કે વૃદ્ધ નથી કે યુવાન નથી. એ સર્વ અવસ્થાઓ તો પુદ્ગલની છે” - આ મુજબ દેવનંદીરચિત ઈબ્દોપદેશની બા કારિકાના અર્થની વિભાવના કરવી. આ રીતે આપણી સંસારી દશાને સૂચવનારા પ્રસ્તુત વ્યંજનપર્યાયનું અને છે. અર્થપર્યાયનું ઉમૂલન કરીને આપણી સિદ્ધ-બુદ્ધ-મુક્તદશાને દર્શાવનારા શુદ્ધદ્રવ્યગોચર વ્યંજનપર્યાયને અને અર્થપર્યાયને પ્રગટ કરવામાં જ આપણું તાત્ત્વિક કલ્યાણ સમાયેલું છે. તે પ્રવૃત્તિથી ધર્મબિંદુમાં વર્ણવેલ સિદ્ધસ્વરૂપ દુર્લભ નથી – એ ખ્યાલમાં રાખવું. ત્યાં શ્રીહરિભદ્રસૂરિજીએ મોક્ષને દર્શાવતાં કહેલ છે કે “ત્યારે વિશુદ્ધ આત્મસ્વરૂપનો લાભ થાય છે. દુઃખની અત્યંતનિવૃત્તિ થાય છે. તે નિરુપમ સુખરૂપ છે.” (૧૪/૬)