Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૪૨૨
[ અધ્યાત્મ અનુયોગ સહિત
માટે આપણે ખોટી થવું ? માણસો, મકાન, મશીન, મીઠાઈ, મોર, મહિલા, મિલકત, મીલ, માખી વગેરે પરશેય પદાર્થોનો પ્રતિભાસ જ્ઞાનમાં થયા પછી ‘આ મને ઈષ્ટ છે, તે મને અનિષ્ટ છે’ - ઈત્યાદિ વિકલ્પના વમળમાં વ્યગ્ર બનીને પરિણમવું એ આત્માનું કાર્યક્ષેત્ર-અધિકારક્ષેત્ર નથી, પરંતુ કર્મનું જ કાર્યક્ષેત્ર-અધિકારક્ષેત્ર છે. ૫૨જ્ઞેય પદાર્થમાં ઈષ્ટ-અનિષ્ટના વિકલ્પમાં ગળાડૂબ થઈને (૧) પરજ્ઞેય પદાર્થમાં વિશ્રાન્તિ કરવી, (૨) પરસન્મુખ ચિત્તવૃત્તિ કરવી, (૩) ૫૨૫દાર્થો જ નજરાયા કરે, (૪) ૫૨૫દાર્થમાં અટકવું - આ બાબતો આત્માનો મૂળભૂત અધિકાર ભોગવવાનું કાર્યક્ષેત્ર નથી જ. સાધક આત્માએ તો નિરંતર પરજ્ઞેય પદાર્થની સન્મુખ રહેલી પોતાની ચિત્તવૃત્તિને પૂરેપૂરી છોડવાની છે. તેમાં રુચિને બિલકુલ સ્થાપિત કરવાની નથી. ત્યાર બાદ પોતાના નિર્વિકાર સહજ અનંત આનંદના અનુભવમાં લીન બનીને પરપદાર્થો પ્રત્યે પૂર્ણ ઉદાસીનભાવ ધારણ કરવો. તેવી આત્મસ્થિતિ કર્યા બાદ વ્યવહારમાં કે સાધનામાં ઉપયોગી બને તેવા પ્રયોજનભૂત અને વર્તમાનકાળમાં પોતાની પાસે ઉપસ્થિત એવા પરશેય પદાર્થોનો પોતાના જ્ઞાનમાં પ્રતિભાસ થાય તે સમયે પણ પોતાના જ શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું અવલોકન કરવું, તેનો જ અનુભવ કરવો એ જ આત્માનું અધિકારક્ષેત્ર-કાર્યક્ષેત્ર છે. જ્ઞાતા-દૃષ્ટાભાવના અંગત દૈ॥ અધિકારને ભોગવવાનું કાર્યક્ષેત્ર છોડીને બીજે ક્યાંય માથું મારવા જેવું નથી. બિનઅધિકૃત ચેષ્ટાની મજાની સજા પણ મોટી હોય છે.
});
* સાધકને ભોગસુખો મૃગજળતુલ્ય લાગવા જોઈએ
24
તેમજ પોતાની ભૂમિકાને ઉચિત બને તે રીતે જીવનનિર્વાહ વગેરેમાં સાધનભૂત એવી ભોજનાદિ પ્રવૃત્તિ જ્યારે ચાલી રહી હોય, તે સમયે પણ ખરાબ કર્મ ન બંધાઈ જાય તે માટે ભોજનાદિપ્રવૃત્તિ મૃગજળસમાન છે' - તેવી વિભાવના કરવી. તો જ અસંગદશા જન્મે, અબંધદશા પ્રગટે. એ અંગે શ્રીહરિભદ્રસૂરીશ્વરજીએ યોગદૃષ્ટિસમુચ્ચયમાં જણાવેલ છે કે - (રણપ્રદેશાદિ ક્ષેત્રમાં ઉનાળાના દિવસોમાં બપોરના સમયે દૂર-સુદૂર પાણી દેખાવાથી ત્યાં આગળ વધવામાં મૂંઝાતો અને ઉદ્વિગ્ન બનેલો મુસાફર જાણકાર વ્યક્તિ દ્વારા જાણી લે કે ‘સામે દેખાય છે તે પાણી નથી પણ ઝાંઝવાના નીર છે' - ત્યારે) “પરમાર્થથી મૃગજળને ઝાંઝવાના નીર તરીકે જોતો મુસાફર તેનાથી ઉદ્વેગ પામ્યા વિના, ખચકાટ વગર જેમ તેની અંદરથી ઝડપથી પસાર થાય જ છે, તેમ ‘સ્વરૂપથી ભોગસુખો મૃગજળ જેવા છે’ - આવું જોતો સાધક (કર્મોદયથી આવી પડેલા) ભોગોને અસંગભાવે ભોગવવા છતાં પણ (તેમાંથી પસાર થઈને) પરમ પદને મોક્ષને પામે જ છે.” જેમ યથાર્થપણે મૃગજળ ઓળખાય પછી તે ક્યારેય મુસાફરને આગળ વધવામાં બાધક ન બને, તેમ યથાર્થપણે ભોગસુખો મૃગજળતુલ્ય અંદરમાં ભાસે પછી તે કદાપિ સાધકને મોક્ષમાર્ગે આગેકૂચ કરવામાં નડતરરૂપ થઈ શકતા નથી. તેથી સમ્યગ્દષ્ટિ સાધક યોગની છઠ્ઠી કાંતાદિષ્ટ પામીને ભોગુસખોમાં અટવાતો નથી, રોકાતો નથી પરંતુ તેમાંથી અપેક્ષિત અસંગભાવે તે પસાર થઈ જાય છે. પૂર્વે (૧૦/૨૦) દર્શાવેલ પદ્ધતિ મુજબ અહીં વિસ્તારથી વિચારણા કરવી.
=
* જ્ઞાનજ્યોત સિવાય બધું ઉપદ્રવસ્વરૂપ *
ખરેખર આંતરિક જ્ઞાનજ્યોતને છોડીને બીજું બધુ સમ્યગ્દષ્ટિ સાધકને પરમાર્થથી ઉપદ્રવસ્વરૂપ જ લાગે છે. તેથી તો શ્રીહરિભદ્રસૂરીશ્વરજીએ યોગદૃષ્ટિસમુચ્ચયમાં જણાવેલ છે કે ‘પીડારહિત, રોગરહિત