Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૪૧૩
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૧૪/૪)]
આત્મઘડતર કરીએ છે આ બાબતને પોતાના ચિત્તમાં લક્ષરૂપે રાખીને પોતાના આત્માને આ રીતે સમજાવવો/ઘડવો કે - “હું મૂળભૂત સ્વભાવથી તો વીતરાગ છું, રાગાદિશૂન્ય જ છું. દ્વેષ-ક્રોધાદિ પણ મારું સ્વરૂપ નથી. હું તો શાન્તિનો પિંડ છું. રાગાદિ ભાવો તો પૌદ્ગલિક છે, ભવભ્રમણને કરાવનારા છે. મારે તેનું કશું કામ નથી. અંદરમાં જે સંકલ્પ-વિકલ્પાદિ વગર આમંત્રણ આવે છે, તે માયાજાળ જેવા છે. તે તુચ્છ છે. કર્મ તેને પેદા કરે છે. હું તેનો કર્તા નથી. તે મારા આયુષ્યને લૂંટનારા છે. મારે તેનું પણ કશું કામ નથી. તથા મનની ચંચળતા પેદા કરનારી જે જુદી-જુદી આકૃતિઓ - વર્ણાદિ અંદરમાં જણાય છે, તે પણ મારું સ્વરૂપ નથી. મારામાં કોઈ સ્વતંત્ર આકૃતિ નથી. હું તો નિરાકાર છું, અમૂર્ત છું, અતીન્દ્રિય છે. તેથી રંગ-બેરંગી દશ્ય આકૃતિઓ કે વર્ણાદિ મારામાં કેવી રીતે સંભવે ? હું નથી રાગાદિનો કર્તા, નથી વિકલ્પાદિનો કર્તા કે નથી જુદી-જુદી દશ્યમાન આકૃતિઓનો કર્યા. તથા આ ત્રણમાંથી એકનો પણ ભોક્તા ય હું નથી જ. મારે તો આ રાગાદિ ત્રણેયનો પ્રતિભાસ જે જ્ઞાનમાં થાય છે, તે જ્ઞાનની આ નિર્મળતાને જાણવી છે. તે જ્ઞાનની સ્વપ્રકાશરૂપતાને જાણવી છે. “યાકારરૂપે રાગાદિ જેમાં પ્રતિબિંબિત ધ્યા થાય છે, તે જ્ઞાન મારું જ સ્વરૂપ છે' - આ હકીક્ત પણ મારે સમજવી છે. તથા તે જ્ઞાન જે શુદ્ધ ચૈતન્યના અખંડ પિંડમાંથી પ્રગટેલ છે, તે શુદ્ધ ચૈતન્યનો અખંડ મૂળભૂત પિંડ પણ મારે જોવો છે, જાણવો છે, માણવો છે. કારણ કે તે શુદ્ધ ચૈતન્યનો અખંડ પિંડ એ જ મારું તાત્ત્વિક સ્વરૂપ છે. . અનાદિ કાળથી હું મારું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ જ ભૂલી ગયો તથા મેં તેની ઘોર ઉપેક્ષા કરી. મારા શુદ્ધ જળ ચૈતન્યસ્વરૂપમાં પ્રતિબિંબિત થયેલા રાગાદિ ભાવોને જ મેં રુચિપૂર્વક દીર્ઘકાળ સુધી તન્મય બનીને જોયા. હું તેથી જ તેમાં મેં એકરૂપતાની બુદ્ધિ કરી. તાદાભ્યબુદ્ધિથી (= સ્વઅભિન્નપણાની બુદ્ધિથી) મેં રાગાદિને ટો માન્યા-માણ્યા. મારા સ્વરૂપે રાગાદિને જાણ્યા-જોયા. અહો ! મારી કેવી મૂર્ખતા ?! શાસ્ત્રોને ભણવાનું ને વ્યસન હોવા છતાં પરપરિણામને સ્વપરિણામ માનવાની મૂર્ખામી કરી બેઠો. લબ્ધિરૂપે/શક્તિસ્વરૂપે સદા છે! શુદ્ધચૈતન્યઘન હોવા છતાં ઉપયોગરૂપે શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપથી ભ્રષ્ટ થયો. હવે હું મારા પરમશીતળ = પરમપ્રશાંતરસમય એવા શુદ્ધ ચૈતન્યના અખંડ પિંડમાં પ્રવેશ કરું છું. બહાર ભટકવાથી તો ભવભ્રમણ પેદા થયું. હવે બહાર ભટકવાથી/ઉપયોગને બહાર ભટકાવવાથી સર્યું.” આ રીતે ફરીથી દેહાદિશૂન્ય અમૂર્ત આત્મદ્રવ્યનું ધ્યાન કરવામાં લીન થવું. તેનાથી અવશ્ય ચારગતિ વગેરે સ્વરૂપ આપણા અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાયના પ્રવાહનો ઉચ્છેદ થશે. આ બાબતની અત્યંત દઢપણે શ્રદ્ધા કરવી.
GS ગુણવ્યંજનપર્યાયને શુદ્ધ કરીએ . તેમજ સતત જ્ઞાનગર્ભિત વૈરાગ્યના અને ઉપશમભાવના બળથી પોતાની આત્મદશાને નિર્મળ કરવા દ્વારા અશુદ્ધ ગુણવ્યંજનપર્યાય શુદ્ધ થાય છે. રાગાદિ ભાવકર્મને નિર્મૂળ કરવા દ્વારા અશુદ્ધ ગુણવ્યંજનપર્યાયની અશુદ્ધિ જ્યારે સંપૂર્ણતયા ક્ષીણ થાય ત્યારે શુદ્ધ ગુણવ્યંજનપર્યાય પ્રગટ થાય. ત્યાર બાદ દેહાદિ નોકર્મનો કાળક્રમે વિચ્છેદ થતાં અશુદ્ધ દ્રવ્યભંજનપર્યાયનો સંપૂર્ણતયા ક્ષય થાય છે અને આત્મા પોતાના શુદ્ધ દ્રવ્યભંજનપર્યાયોમાં સદા માટે સ્થિર થાય છે. આમ સાધક સિદ્ધ બને છે.