Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ +ટબો (૧/૧૭)].
૪૦૧ પરંતુ આપણા શુદ્ધ ચૈતન્યસ્વભાવ વગેરે ગુણો આવરાયેલા છે. કેવલજ્ઞાનીના તે ગુણો પ્રગટ છે. તેથી તેના આવરણોને દૂર કરવા માટે નિરંતર ઉત્સાહપૂર્વક આપણે પ્રયત્ન કરવો જોઈએ. તેનાથી તે ગુણો અવશ્ય પ્રગટ થાય. તથા આપણો ઉપચરિતસ્વભાવ પરમાર્થથી પર્યાયાત્મક હોવાથી પરિવર્તનશીલ છે, નાશવંત છે. તેથી કોઈ આપણને “આ પરાક્રમની દૃષ્ટિએ સિંહ જેવા છે, શીતળતાની દૃષ્ટિએ પાણી જેવા છે, સહનશીલતાની દૃષ્ટિએ વજ જેવા છે' - ઈત્યાદિ કહે તેના ઉપર આપણે મદાર બાંધવાની જરૂર નથી. કારણ કે આપણો તે ઉપચરિતસ્વભાવ કાયમ ટકે તેની કોઈ બાંહેધરી તેના કથનથી આપણને મળતી નથી. તેથી તેવી આપણી પ્રશંસા સાંભળીને over confidence માં આવીને આપણે છકી જવાની જરૂર નથી. તથા કોઈ આપણને ઉદેશીને એમ કહે કે “આ સસલા જેવો બીકણ છે, ભૂંડ જેવો ખાઉધરો છે, શિયાળ જેવો લુચ્ચો છે'- તો તેનાથી હતાશાની ઊંડી ખાઈમાં ફેંકાઈને inferiority complex નો શિકાર બનવાની જરૂર નથી. પરંતુ તેવા અવસરે “આપણો તે અપ્રશસ્ત ઉપચરિત સ્વભાવ પણ નાશવંત છે' - આ બાબતને ખ્યાલમાં રાખી એવા અપ્રશસ્ત ઉપચરિતસ્વભાવના છેદ માટે આપણે સદા સજ્જ રહેવું જોઈએ.
GS પાંચ ભાન્ત સંબંધોને વિદાય આપીએ લઈ “કામરાગ વગેરેને આત્મામાં અપ્રશસ્ત ઉપચરિતસ્વભાવ તરીકે જાણવા. કારણ કે શુદ્ધ આત્મદ્રવ્ય, (d અસંખ્યઆત્મપ્રદેશાત્મક ક્ષેત્ર, શુદ્ધાત્મવર્તનાપર્યાયસ્વરૂપ કાળ કે શુદ્ધોપયોગસ્વરૂપ ભાવ - આ મુજબ આત્માના સ્વચતુષ્ટયમાં તે વ્યાપતા નથી. તે ચારેયમાં ચેતના-ઉપયોગ જ વ્યાપીને રહેલ છે, રાગાદિ આ નહિ. વળી, રાગાદિ તો આત્મદ્રવ્યથી વિજાતીય પરિણામ છે. તે આત્મદ્રવ્યની સાથે મેળ ન પડે તેવો છે પરિણામ છે. આત્મદ્રવ્ય સાથે અણમળતો ભાવ હોવાથી તે રાગાદિ આત્મદ્રવ્યની વિશેષ અવસ્થા સ્વરૂપ 3 પણ ઘટી ન શકે. માટે રાગાદિ (૧) અનાત્મદ્રવ્યના અંશસ્વરૂપ જ છે. (૨) રાગાદિનું ઉપાદાનકારણ વા અનાત્મદ્રવ્ય જ છે. (૩) કર્મ, કાળ, નિયતિ વગેરેના કારણે જ રાગાદિ ઉત્પન્ન થાય છે. (૪) તથા છે, પુદ્ગલદ્રવ્યને વ્યાપીને રાગાદિ પરિણામો રહેલા છે. રાગાદિ કર્મપુદ્ગલના જ વ્યાપ્ય છે. તથા રાગાદિ પરિણામો કર્મપુદ્ગલદ્રવ્યમાં જ રહેલા છે, આત્મામાં નહિ.” આ પ્રમાણેની ભાવના કરવાથી આત્મદ્રવ્ય અને રાગાદિ વચ્ચે પાંચ પ્રકારના ભ્રાન્ત સંબંધો ખતમ થાય છે. તે આ રીતે -
(૧) “રાગાદિ એ અનાત્મદ્રવ્યના અંશરૂપ છે – તેવું જાણવાથી તેમાં પોતાપણાનો ભાવ, મમત્વબુદ્ધિ ખલાસ થાય છે. હું રાગાદિનો માલિક છું- તેવી બુદ્ધિ નાશ પામે છે. તેથી આત્મદ્રવ્ય અને રાગાદિ પરિણામ વચ્ચેનો અનાદિકાલીન ભ્રાન્ત સ્વ-સ્વામિભાવ સંબંધ નષ્ટ થાય છે.
(૨) “રાગાદિનું ઉપાદાનકારણ અનાત્મદ્રવ્ય-કર્મપુદ્ગલ જ છે' - તેમ અંદરથી સ્વીકારવાથી આત્મા અને રાગાદિ વચ્ચે જે અનાદિકાળથી ઉપાદાન-ઉપાદેયભાવ સંબંધ ભાસતો હતો, તે રવાના થાય છે. આત્મા રાગાદિનું ઉપાદાનકારણ નથી. તથા રાગાદિ આત્માનું ઉપાદેય = કાર્ય નથી' - આવી સમજણ અંદરમાં સ્પષ્ટ થવાથી રાગાદિ પરિણામોમાં એકત્વબુદ્ધિ થતી અટકે છે.
(૩) “કર્મ, કાળ વગેરે જ રાગાદિને જન્માવે છે' - તેવું અંદરમાં યથાર્થપણે ભાન થવાથી આત્મા અને રાગાદિ વચ્ચે જે કર્તા-કર્મભાવ સંબંધ અનાદિકાલીન ભ્રાન્તિથી ભાસતો હતો, તે વિદાય લે છે.