Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૪૦૫
દ્રવ્ય-ગુણ-પધાર્યનો રસ + ટબો (૧૩/૧૮)]
સ્વભાવભેદસહિત કહિયા રે, ઇમ એ ગુણહ પ્રકાર; હવઈ ભેદ પર્યાયના રે, સુણિઈ સુજસ ભંડાર0 રે ૧૩/૧૮
(૨૨૬) ચ. ઈમ એ સ્વભાવભેદસહિત (ગુણહક) ગુણના પ્રકાર કહિયા. હવઈ પર્યાયના ભેદ રે (સુણિઈ ) સાંભળો. સુયશના ભંડાર એહવા શ્રોતા પુરુષો. ૧૩/૧૮
परामर्श:: गुण
र गुणभेदाः स्वभावस्य भेदैस्सहाऽत्र दर्शिताः।
साम्प्रतं श्रुणु पर्याय-विभेदान् सुयशोनिधे ! ।।१३/१८।।
ગુણ-રવભાવપ્રકારપ્રતિપાદનનો ઉપસંહાર જ રીત- સ્વભાવના ભેદની સાથે અહીં ગુણના ભેદો દેખાડાયેલા છે. હે સુયશોનિધિ વાચકો ! હવે તમે પર્યાયના ભેદોને સાંભળો. (૧૩/૧૮)
જ જિનશાસનની સેવા માટે જરૂરી ગુણોનો નિર્દેશ જ જ રૂર નય :- અન્ય દર્શનીના કે અન્ય સમ્પ્રદાયના મતનું નિરૂપણ કરતી વખતે માત્ર , તેના મતનું આંખ મીંચીને ખંડન કરવાનો જ અભિપ્રાય રાખવાના બદલે તેમાં જે જે બાબતો સાચી પણ હોય તેનું આપણા દર્શનની-સંપ્રદાયની પ્રક્રિયા મુજબ પ્રામાણિકપણે સમર્થન કરવાની ઉદારતા આપણે તેને અવશ્ય કેળવવી જોઈએ. તો જ આપણામાં મધ્યસ્થતા, ગુણગ્રાહિતા, ખેલદિલી, નિખાલસતા, કોમળતા, સમ્યગ્દર્શન વગેરે સદ્ગુણો આવે, ટકે, વધે અને શુદ્ધ બને. તથા તેવું બને તો જ આપણી શિષ્ટતા, * સભ્યતા, વિશ્વસનીયતા, આદરણીયતા આપણા પ્રતિસ્પર્ધી કે પ્રતિપક્ષી માણસના મનમાં ટકી શકે. તથા ત શ્રીજિનાગમની પવિત્ર પ્રણાલિકાથી વિરુદ્ધ પદાર્થપ્રરૂપણા જાણવા - જોવા મળે તો મધ્યસ્થતાથી, છે હિતબુદ્ધિથી અને નિર્ભયતાથી તેની સમાલોચના કરવી પણ જરૂરી છે. આ કાળમાં શ્રીજિનશાસનની વા. સેવા-રક્ષા-પ્રભાવના વગેરે કરવા માટે આ બધા ગુણો હોવા અત્યંત જરૂરી અને વિશેષતઃ ઈચ્છનીય છે. છે. આટલો બોધપાઠ આપણે સૌએ આ શ્લોકની પરામર્શકર્ણિકાવ્યાખ્યા દ્વારા લેવા જેવો છે. તથાવિધ ગુણસમુદાયના બળથી ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રમાં વર્ણવેલ સિદ્ધસ્વરૂપ નજીક આવે. ત્યાં શ્રી હેમચન્દ્રસૂરિજીએ સિદ્ધસ્વરૂપને વર્ણવતા જણાવેલ છે કે “તે કર્મમુક્ત જીવોનો એકસ્વભાવ હોય છે. જન્માદિ ક્લેશથી તેઓ રહિત હોય છે. તથા તેઓ અનન્ત દર્શન-જ્ઞાન-શક્તિ-આનંદમય હોય છે.' (૧૩/૧૮)
ઇ તેરમી શાખા સમાપ્ત છે • કો.(૧૧)માં “ભેદ ભાવ” પાઠ. 8 મો.(૨)માં “સ્વહિત પાઠ. જે પુસ્તકોમાં ભય' પાઠ. કો.(૬)નો પાઠ લીધો છે.
પુસ્તકોમાં “પજ્જાય’ પાઠ. કો.(૯)માં “પક્ઝાયતણા” પાઠ. કો.(૪)નો પાઠ લીધો છે. 0 પુસ્તકોમાં “ભંડારો” પાઠ. કો. (૪)નો પાઠ લીધેલ છે.